Abtak Media Google News

ગુનેગારોને ચૂંટણી લડતા અટકાવવા રાજકીય પક્ષો પર જવાબદારી સોંપવાનો સુપ્રીમનો ઇનકાર

સુપ્રિમ કોર્ટ દ્વારા ચુંટણીના ઉમેદવારોના ગુનાહિત ભૂતકાળ માટેની માર્ગદર્શિકા રચવા માટેની અરજીની સુનાવણીનો ઇન્કાર કરી દેવાયો હતો.દેશના રાજકારણમાં છેલ્લા ઘણા વર્ષોથી રાજકીય અપરાધી કરણના મામલે ચર્ચા-વિચારણને કોઇ પણ અપરાધી ચુંટાઇ ન આવે તેવા કાયદાઓની આવશ્યકતાની માંગ ઉભી થઇ છે. પરંતુ રાજકારણો અપરાધીકરણ પર સંપૂર્ણ પણે નિયંત્રણ આવી શકતું નથી.

Advertisement

વડી અદાલતમાં સોમવારે ચુંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે ઉમેદવારોના ગુનાહિત ભૂતકાળ અને તેના સામે પગલા લેવાની દાદ સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે.મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇની અઘ્યકક્ષતાની ખંડ પીછે જો કે ભાજપના નેતા અને ધારાશાસ્ત્રી અશ્વીની ઉ૫ાઘ્યાય કે જે ચુંટણી પંચમાં પ્રતિનિધિત્વ માટેના અરજદાર છે. તેમણે પ્રવેશની સહમતિ આપી છે.કોર્ટ એવો કોઇ નિર્દેશ ન આપી શકે છે. આ સમિતિમાં કોની નિમણુંક કરવી કે પરંતુ આ પ્રક્રિયા ચુંટણી પંચના મત ઉપર નિભેર કરે છે.

શ્રી ઉપાઘ્યાયે ચુંટણી પંચ સમક્ષ રાજકીય પક્ષોના ઉમેદવારોના ગુનાહિત ભુતકાળ અને ગંભીર પ્રકારના ગુનાહિત ની સંડોવણી વાળા ઉમેદવારો ચુંટણીમાં ઉભા જ ન રહે તેની જવાબદારી રાજકીય પક્ષોને સીરે નાંખવાની દાદ માંગી હતી. અરજીમાં એવી દાદ માંગવામાં આવી છે કે ચુંટણીપંચે, ૧૦ ઓકટોબર ૨૦૧૮ ના દિવસે પાંચ રાજયોની વિધાનસભાની ચુંટણીમાં ચુંટણી ચિંહનની ફાળવણી અને ગુનાહિત ભુતકાળ ધરાવતા ઉમેદવારોની આોળખ અને ગુનાહિત ભુતકાળ ધરાવતા ઉમેદવારોની ઓળખ અને તેના ઇતિહાસ અંગે સર્તકતા માટે જાહરેનામું બહાર પાડશે. ર૦૦૯ ની ચુંટણીમાં ઉભેલા ૭૮૧૦ ઉમેદવારોમાંથી ૨૦૦૭ ના લોકસભા ૧૧૫૮ માંથી ૧૫ ટકા નોંધાયેલા ગુનાહિ સાથે સંકળાયેલા હતા તેમાંથી ૬૧૦ ગંભીર ગુનાહમાં સંડોવાયેલ હતાં.

સુપ્રિમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે ગુનાહિત ભુતકાળનો આ મુદ્દો કોઇપણ થોપી ન શકાય.આઝાદી કાળથી દેશમાં રાજકીય અપરાધીકરણની સમસ્યા સમયની સાથે સાથે વધતી આવી છે. બંધારણ ચુંટણી પંચ ન્યાયતંત્રને સાતેયક લોકતંત્રની બહાલી માટે કાર્યરત તમામ પરિબળો વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતનું લોકતંત્ર નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ રીતે ચાલતી વ્યવસ્થા બની રહે તે માટે ગ્રામ પંચાયત તેના સભ્યથી લઇ દેશની સૌથી મોટી લોકતાંત્રિક મહાપંચાયત સંસદ સુધી ચુંટાતા તમામ જન પ્રતિનિધિઓને લોકતંત્ર વ્યવસ્થામાં સ્થાન મળે તેવું ઇચ્છે છે.

અલબત રાજકારણ અને સામાજિક ક્ષેત્રે છેલ્લા ઘણા દાયકાથી અનેક કારણોસર સ્વચ્છ પ્રતિભાવાળા અને નિસ્વાર્થ ભાવે લોકસેવા માટે રાજકારણમાં આવવા વાળા સજજન લોકોની મોટી ખોટ વર્તાય છે. રાજકારણને દેશ સેવા અને સમાજસેવાની નજરે નિહાળનારા અને જીવનપર્યત રાષ્ટ્રસેવાને સમર્પિત સ્વચ્છ પ્રતિભાવાળા કાર્યકરો ને ચુંટણી મેદાનમાં ઉતરાવા માટે તમામ રાજકીય પક્ષો અસમર્થે છે.

રાજકીય પક્ષો ઇચ્છતા ન હોવા છતાં સ્વચ્છ પ્રતિભા વાળા ઉમેદવારો મળતા નથી એટલે મને કમને ઉમેદવારો ની પસંદગીમાં વ્યકિતગત અપરાધ ભાવ અને ગુનાહિત રેકોર્ડ ને નજર અંદાજ કરવાની દેશના જાહેરજીવનની એક મજબુરી બની ગઇ છે.

રાજકારણના અપરાધીકરણીની આ સમસ્યાનો ઉકેલ અને ખરા અર્થમાં તંદુરસ્ત લોકતંત્ર માટે દેશમાં વ્યાપક સામાજીક જનજાગૃતિની આવશ્યકતા છે. સારા લોકો રાજકારણમાં આવતા થાય. દેશ સેવાને પોતાનો ધર્મ ગણે અને રાજકારણને કમાણીનું અને પોતાના સ્વાર્થનું માઘ્યમ બનાવનારા તકસાધુઓના બદલે રાજકારણને સેવા ગણી ચુંટણીમાં ઝંપલાવનારા લોકોની સંખ્યા વધશે ત્યારે રાજકારણનું અપરાધીકરણ આપો આપ કાબુમાં આવશે આ માટે દિલ્હી હજુ ઘણું દુર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.