માર્ચ પહેલા બાળકોને રસી અશકય…!!

વિશ્વ આખું ફરી કોરોનાની ઝપેટમાં સપડાયું છે. ત્યારે ભારતમાં પણ આગામી  ઓક્ટોબર-નવેમ્બર માસમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો મંડરાઇ રહ્યો છે. એમાં પણ સૌથી વધુ જોખમ બાળકો પર હોવાનું વૈજ્ઞાનિકોએ અગાઉથી ચેતવણી આપી દીધી છે. ત્યારે હાલ સરકાર બાળકોને રસી આપી કોરોનાનું સુરક્ષા કવચ પ્રદાન કરવા માટે ધ્યાન આપી રહી છે. પરંતુ બાળકોને આગામી વર્ષ 2022ના માર્ચ મહિના પહેલા રસીકરણ નહીં થઈ શકે તેમ અહેવાલો સામે આવ્યા છે.

કોવિડ -19 સામે બાળકોનું રસીકરણ માર્ચ 2022 સુધીમાં શરૂ થાય તેવી શક્યતા છે, તેમ છતાં ડિસેમ્બર સુધીમાં 18 વયથી નીચેના જૂથ માટે ત્રણ-ચાર રસીઓ મંજૂર થવાની સંભાવના છે. જેમાં ઝાયડસ કેડિલાની કોવિડ -19 રસી ZyCoV-Dનો પણ સમાવેશ છે.

ઓગસ્ટના અંત સુધીમાં 12થી18  વર્ષના સમૂહ માટે આપાતકાલીન ઉપયોગ માટે રસી ને મંજૂરી મળે તેવી શક્યતા છે. જ્યારે ભારત બાયોટેકની કોવાક્સિન-વિશ્વની એકમાત્ર રસી જે 2-18 વર્ષની વય જૂથમાં ઉપયોગ માટે ચકાસવામાં આવી રહી છે-તેને પણ સપ્ટેમ્બર સુધીમાં મંજૂરી મળે તેવી શક્યતા છે.