Abtak Media Google News

કોરોનાએ વિશ્વ આખાને હતપ્રત કરી દીધું છે. વાયરસથી બચવા ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણની ઝુંબેશ જોરશોરમાં ચાલી રહી છે. પરંતુ રસીની કિંમતો, સંગ્રહ ક્ષમતા, વહેંચણી તેમજ આડઅસર અને 100% વિશ્વસનીયતાના અભાવે રસી અસ્તિત્વમાં આવી ત્યારથી જ રસ્સાખેંચ ઊભી થઈ હતી. પરંતુ હવે રસી પરની “જગત જમાદારી” દૂર થતાં  તેનો અંત આવે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. વિશ્વ વ્યાપાર સંગઠનમાં પેટન્ટ હટાવવાની માંગણી સાથે હવે મેડિકલ તમામ સાધન સરંજામ પરની પણ “જગત જમાદારી” પણ દૂર કરવા ભારતની માંગણી છે.  ઉલ્લેખનીય છે કે, વિશ્વ વ્યાપાર સંગઠનમાં ભારત અને દક્ષિણ આફ્રિકાએ

સંયુક્ત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ મુદ્દે વિશ્વની મહાસત્તા ગણાતા એવા અમેરિકાના પ્રમુખ જો બીડેને અસહમતિ દાખવી વિરોધ કર્યો હતો. પરંતુ વૈશ્વિક દબાણને કારણે હવે અમેરિકી પ્રમુખ જો બીડેને પોતાનો રૂખ બદલ્યો છે. અને ભારતના આ પ્રસ્તાવને પોતાનું સમર્થન પૂરું પાડ્યું છે. ત્યારે હવે મેડિકલ સાધનોની અછત પુરવા આ પરની પેટન્ટ હટવી પણ ભારતે અનિવાર્ય ગણાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.