Abtak Media Google News

ભારતની રસી કોવિશીલ્ડ અને કોવેકિસનને યુએઈમાં માન્યતા ન મળતા સેંકડો ભારતીયો અટવાયા!!

કોરોનાની વૈશ્વિક મહામારીએ આંતરરાષ્ટ્રીય પરિવહન પર મોટી નકારાત્મક અસરો ઉપજાવી છે. સંક્રમણથી બચવા એકબીજા દેશો એકબીજાના નાગરિકોને મુસાફરી કરવાથી પ્રતિબંધ મૂકી રહ્યા છે. જો કે હાલમાં કેસ ઘટતા નિયમો પણ હળવા થયા છે. તાજેતરમાં યુએઈએ પણ ભારત સહિતના ઘણાં દેશોના મુસાફરી પર મુકેલા પ્રતિબંધોને હટાવ્યા છે. જો કે પ્રતિબંધો સંપૂર્ણપણે ન હટતા ત્યાંના ભારતીય સહિતના વિદેશી નિવાસીઓ માટે અડચણરૂપ બન્યા છે. ભારતની સ્વદેશી રસિ કોવેક્સિન અને કોવિશિલ્ડને માન્યતા ન મળતાં સેંકડો ભારતીય લોકો અટવાયા છે.

રસીની ‘રસ્સા ખેંચ’ જામી; શું હવે ત્રીજો ડોઝ લેવો પડશે?

ગત અઠવાડિયે પ્રતિબંધ હટાવી યુએઈની રાષ્ટ્રીય કેરિયર્સ એમિરેટ્સ એરલાઇન્સ અ ઇતિહાદ એરવેઝે જણાવ્યુ હતું કે  હવે ભારત સહિતના દક્ષિણ એશિયાઈ દેશો પર આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીને લઈ મુકવામાં આવેલા પ્રતિબંધો હટાવી દેવામાં આવે છે પરંતુ એવા જ લોકો પરિવહન કરી શકશે કે જેઓએ યુએઈની રસી મેળવેલી હોય. આનો સ્પષ્ટ મતલબ એ કે ભારતમાં રસી લીધી હશે તેવા લોકો યુએઈ કે દુબઈની મુસાફરી કરી શકશે નહીં.

“મુંબઈ કરો”ને રેલવે ડોઝ!! રસીના બે ડોઝ લીધા હશે તેઓ જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે!!

પરંતુ ત્યારબાદ 24 કલાકમાં જ નવી જાહેરાત કરવામાં આવી હતી કે ભારતની રસી લીધેલા લોકો પણ યુએઇના પ્રવાસે આવી શકશે. જો કે અહીં હજુ એ અડચણ છે કે યુએઇના પ્રવાસે ગયેલા ભારતીય વતન પરત કરી શકતા નથી. કારણ કે યુએઈની ગાઇડલાઇન મુજબ વતન પરત ફરવા માટે યુએઈની રસી લેવી ફરજીયાત છે. આમ, અગાઉ જ ભારતથી યુએઈ ગયેલા લોકો માટે વતન પરત ફરવું મુશ્કેલ બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.