Abtak Media Google News

મોરબી જીલ્લાના તમામ લીઝધારકો, સ્ટોકધારકો, ખનીજ વહન/ખાણકામ માટે વપરાશ કરતા મશીનરીના માલિકો, ટ્રાન્સપોર્ટર, ખનીજ વેપાર સાથે સંકળાયેલ વેપારીઓને ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ–૨૦૧૭ હેઠળ ખનીજ ખોદકામ, વહન, સંગ્રહ માટે વપરાશ કરતા પ્રત્યેક મીકેનાઇઝ મશીનરી જેવી કે જે.સી.બી., હિટાચી મશીન, લોડર, યાંત્રિક નાવડીઓ, બાર્જ, ડ્રેજર, ક્રશીંગ પ્લાન્ટ, કોમ્પ્રેશર, બ્રેકર, ક્રેન, ખનીજ વહન કરતા વાહનો આ તમામનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું જરૂરી હોઈ તમામને તેઓનું જરૂરીરજીસ્ટ્રેશન મોરબી ખાતે આવેલ જીલ્લા સેવા સદન, પ્રથમ માળ, રૂમ નં.૧૦૫-૧૦૬, ખાતે આવેલ મદદનીશ ભુસ્તરશાસ્ત્રી કચેરીમાં ફરજીયાત પણેકરાવી લેવા જણાવેલ છે.

રજીસ્ટ્રેશન માટેની અરજી, અરજી ફીની રકમ વગેરેની વિગતવાર માહિતી સરકારની વેબસાઇટ www.cgm.gujarat.gov.inપર ઉપલબ્ધ છે. તેમજ ભુસ્તરશાસ્ત્રીની કચેરીએથી પણ મેળવી શકશે. આમછતા પણ જો કોઈ દ્વારા આ નિયમનો ભગ થયેથી તેઓની સામે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. તેમ મોરબીના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.