Abtak Media Google News
  • વિશ્વમાં 30,000 કિલોમીટરથી વધુનું ભ્રમણ કરી માટી બચાવ અભિયાનનો જામનગર ખાતે અંત, સદગુરુ જગ્ગી વાસુદેવને આવકારવા ખુબ મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી
  • ગ્લોબલ વોર્મિંગથી દુનિયા ને બચાવવા વૃક્ષો અને પ્રાણીઓ સૌથી વધુ ઉપયોગી નીવડશે

વિશ્વ આખું પ્રદૂષણ થી પીડાઈ રહ્યું છે ત્યારે સરકાર પણ સતત એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે કે આ પ્રદૂષણ ને કેવી રીતે નિવારી શકાય. એટલું જ નહીં અનેકવિધ સેવાકીય સંસ્થાઓ પણ આ ભગીરથ કાર્યમાં પોતાનું અહમ યોગદાન આપી રહી છે. આ તકે ઈશા ફાઉન્ડેશન અને સમગ્ર વિશ્વમાં પોતાની ફિલોસોફી થી આગમી આપ પ્રસ્થાપિત કરનાર સદગુરુ જગ્ગી વાસુદેવ સમગ્ર વિશ્વમાં માટી બચાવો અભિયાનને લઈ પરિભ્રમણ કરી રહ્યા છે અને તેઓએ આ અભિયાન હેઠળ આશરે 30 હજારથી વધુ કિલોમીટરની મુસાફરી બાઈક ઉપર કરી છે જેમનો સંકલ્પ છે કે સમગ્ર વિશ્વ માં માટી ની મહત્વતા વધે અને લોકો તેનું જતન કરે.

વિશ્વના 74 દેશોએ માટી બચાવવા આ અભિયાન પર કરાર કર્યા

આ અભિયાન નોંધ જામનગર ખાતે કરવામાં આવ્યો હતો અને સમગ્ર વિશ્વમાં અર્થે ભ્રમણ કરી રહેલા સદગુરુ જગ્ગી વાસુદેવ જામનગરના મહેમાન બન્યા હતા જેમને આવકારવા ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાથે રાજકારણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમને આવકારવા માટે જામસાહેબ દ્વારા વિશેષ આયોજન તેમના રાજમહેલમાં કરવામાં આવ્યું હતું. નવા બેડી બંદર પર ઉત્તર દાતાની સાથોસાથ તેઓએ સમગ્ર લોકો કે જે ઉપસ્થિત રહ્યા હતા તેમનું અભિવાદન ઝીલ્યું હતું અને માટી અભિયાનમાં ભાગ એ હવા પણ તેઓએ લોકોને અનુરોધ કર્યો હતો. એટલું જ નહીં નવા બેડી બંદર ઉપર ભાતીગળ સંસ્કૃતિ અને ઊર્જા ગત કરતા અનેકવિધ રાજકોટ દ્વારા સદગુરુ જગ્ગી વાસુદેવ નું સ્વાગત કરવામાં આવ્યું હતું અને એ વાત સ્પષ્ટ બની હતી કે જામનગર આખું હિલ્લોડે ચઢયું હતું.

છેલ્લા ચાર મહિનામાં વિશ્વમાં માટી અંગેની જાગૃતતા વધી છે

કાર્યક્રમની રૂપરેખા ને ધ્યાને લઇ તેઓ વાલપુરા આઈએનએસ ખાતે પણ હાજર રહ્યા હતા અને તેમની સાથે પ્રદુષણ કેવી રીતે મટાડી શકાય તે અંગે ચર્ચા વિચારણા પણ કરી હતી. ત્યારબાદ પત્રકારો સાથે રૂબરૂ થતા સદગુરુ જગ્ગી વાસુદેવે જણાવ્યું હતું કે હાલ તેમના દ્વારા જે વિશ્વના દેશોમાં પરિભ્રમણ કરવામાં આવ્યું છે જેમાં તેઓ 192 જેટલા દેશોમાં પણ કરી ચૂક્યા છે અને તે પૈકી 70 થી વધુ દેશોએ માટી બચાવો અભિયાન અંતર્ગત કરાર પણ કર્યા છે.1653878559121 Copy

વધુમાં તેઓએ ઉમેર્યું હતુ કે આવનારા 25 વર્ષમાં જો આપણે માટીને બચાવવામાં નિષ્ફળ નિવડી શું તો દુકાળ જેવી સ્થિતિનો સામનો દરેક વિશ્વના લોકોએ કરવો પડશે સાથોસાથ તેઓ ઉમેર્યું હતું કે ભારતમાં જે પરંપરાગત ખેતી કરવી જોઈએ તે ન થતા ઓર્ગેનિક નું પ્રમાણ માત્ર ને માત્ર 0.68 ટકા જ રહી ગયું છે જે ખરા અર્થમાં સૌથી મોટું જોખમ છે.

એટલું જ નહીં તેઓએ ઉમેર્યું હતુ કે સરકાર જે રીતે વિકાસવાદ ની વાત કરે છે તેને ખરા અર્થમાં યોગ્ય રીતે અનુસરવું જોઈએ પરંતુ સાથોસાથ લોકોએ પર્યાવરણનું યોગ્ય જતન પણ કરવું જોઈએ.  તેમના મુજબ જ્યાં સુધી માટીને બચાવવામાં નહીં આવે તો પૃથ્વી પણ બચી શકશે નહીં. એટલા માટે આજના યુવાનોની સાથોસાથ વડીલોએ પણ ગંભીરતાથી ધ્યાને લેવું ખૂબ જ જરૂરી અને આવશ્યક બન્યું છે. સદગુરુ જગ્ગી વાસુદેવે જણાવ્યું કે પૃથ્વી ને માત્ર બે જ વસ્તુ બચાવી શકે છે અને તેનું યોગ્ય રીતે સંચાર પણ કરી શકે છે અને તે છે વૃક્ષ અને પ્રાણી જો વૃક્ષોને યોગ્ય પોષણ નહીં મળે તો તેની માઠી અસર લોકો એ જ ભોગવવી પડશે અને તે જે ખોરાક પ્રાણીઓ ખાસે તો તેમનું સ્વાસ્થ્ય પણ બગડશે જેના માટે અત્યારથી જ ક્ષણથી માટીને ફળદ્રુપ બનાવી ખૂબ જ જરૂરી છે અને આવશ્યક પણ છે.

ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવશે તો ખેતી સુધરશે એના માટે સરકારે પ્રોત્સાહન આપવું જોઇએi

સદગુરુ જગ્ગી વાસુદેવે એમ પણ જણાવ્યું હતું કે હાલ ખૂબ ઓછા ટકા ખેડૂતો એવા છે કે જે ખેતી કરે છે બાકી અન્ય ખેડૂતો સહેજ પણ નથી ઇચ્છતા કે તેમની આવનારી પેઢી ટી શેત્ર સાથે જોડાય જે ખરા અર્થમાં એક વરવી પરિસ્થિતિ ઊભી થઇ છે. સિટીમાંથી ખેડૂતોને બહાર કાઢવા માટે આજની યુવાપેઢીએ મહેનત કરવી પડશે જેથી આવનારી પેઢીને આ પ્રકારની સ્થિતિનો સામનો ન કરવો પડે અને તેઓ ખેતી પ્રત્યે સાવધ બને. એટલું જ નહીં તેઓ એ સરકારને પણ ટકોર કરતાં જણાવ્યું હતું કે આ અભિયાનમાં તેમનો ભાગ પણ ખૂબ જ મહત્વનો છે કારણ કે જ્યાં સુધી સરકાર ખેડૂતોને યોગ્ય રીતે પ્રોત્સાહિત નહીં કરે ત્યાં સુધી ખેડૂતોને પણ ખેતી કરવામાં રુચિ નહીં રહે. તેઓએ અમેરિકાનો ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે યુનાઈટેડ સ્ટેટ માં જે ખેડૂતો ખેતી કરી રહ્યા છે તેઓ એ છેલ્લા 12 વર્ષથી નકો કોને કહેવાય તે જોયું નથી ત્યારે આ સ્થિતિ ભારતમાં ન ઉદ્ભવે છે તેના માટે સરકારે ત્રણ તબક્કામાં ખેડૂતોને સહાય આપવી જોઈએ અને પ્રોત્સાહિત કરવા જોઈએ.

1653878559213

પ્રદૂષણને નાથવા માટે સદગુરુ જગ્ગી વાસુદેવે જણાવ્યું હતું કે સરકારની કાર્બન ક્રેડિટ ની જે યોજના છે તે ખૂબ જ આવકાર્ય છે પરંતુ હાલ જે યોજના તેમના દ્વારા બનાવવામાં આવી છે તે ઉદ્યોગકારો પૂરતી સીમિત છે પરંતુ જો તે યોજનાને ખેડૂતો માટે અમલી બનાવવામાં આવે અને તે યોજનાને વધુ સરળ કરી દેવાય તો તેના ફાયદા ભવિષ્યમાં ખૂબ જ મોટા આવશે. સાથોસાથ તેઓ એ દરેક રાજકીય પક્ષોને પણ એક અપીલ કરી હતી કે તેઓ તેમના ઇલેક્શન મેનિફેસ્ટો માં માટી નો સમાવેશ કરે કારણ કે માટી ભવિષ્ય છે અને ભવિષ્યને જોબ ઉજળું બનાવવું હોય તો તેની પાછળ યોગ્ય મહેનત કરવી ખૂબ જ જરૂરી છે.

હાલ યુવાનોમાં જે આત્મહત્યા કરવાનું પ્રમાણ વધ્યું છે તે મુદ્દે તેઓ એ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે એ વાત સાચી છે કે હાલ યુવાનોમાં આત્મહત્યા કરવાનું પ્રમાણ વધ્યું છે ત્યારે આ ગંભીર સમસ્યામાંથી બચવા માટેનો ઉપાય એ જ છે કે યોગ્ય રીતે ધરતી નું જતન કરવામાં આવે અને યોગ્ય ખોરાક લોકોને ખવડાવવામાં આવે જો પોષણયુક્ત ખોરાક લોકો ખાતા થશે તો તેમના વિચાર પણ એટલા જ શુદ્ધ અને સમૃદ્ધ બનશે અને આત્મહત્યાનું પ્રમાણ ઘણાખરા અંશે ઘટી જશે. આ અભિયાનને વિશ્વ સમક્ષ મુકવા બાદ જ્યારે તેઓ વતન પરત ફર્યા તે સમયે સદગુરુ જગ્ગી વાસુદેવે સ્પષ્ટતા સાથે જણાવ્યું કે તેમને સૌથી વધુ આનંદ ત્યારે આવ્યો કે જ્યારે તેઓ ભારત પરત ફર્યા અને જામનગરની પાવન ધરતી ઉપર તેઓએ પગ મૂક્યો. સદગુરુ જગ્ગી વાસુદેવે જામનગરની મહેમાન ગતી ને પણ બિરદાવી હતી અને તેઓએ સ્પષ્ટતા કરી હતી કે વર્ષો પહેલા જ્યારે અંગ્રેજો નું શાસન હતું તે સમયે જામસાહેબ દ્વારા પોલેન્ડના વિદ્યાર્થીઓને આશરો આપ્યો હતો ત્યારબાદ સીધા તેઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

સદગુરુ જગ્ગી વાસુદેવે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જો કોઈક વ્યક્તિ નિર્ધાર કરે તો ઘણી ખરી ચીજવસ્તુઓ સરળ બની જતી હોય છે તેઓએ કાવેરી કોલિંગ અભિયાનની શરૂઆત કરી હતી જેમાં માત્ર 29 દિવસમાં ખુબ મોટી સંખ્યામાં લોકો આ અભિયાનમાં જોડાયા હતા અને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જે રિપોર્ટ અત્યાર સુધીમાં સર્વ પ્રથમ વખત સરકાર દ્વારા માન્ય રાખવામાં આવ્યો છે જેનું મુખ્ય કારણ એ છે કે તે રિપોર્ટ કોઈક પ્રાઇવેટ એજન્સી દ્વારા આપવામાં આવ્યો હતો. વધુમાં આ મુદ્દે તેમણે માહિતી આપી હતી કે સરકારને આ પ્રોજેક્ટ ખૂબ જ રસપ્રદ લાગ્યો હતો અને તેમાં અમલવારી પણ શરૂ કરી હતી એટલું જ નહીં આ પ્રકારની 13 રિવર બેસીનને ચોકી કરવા માટે સરકારે એક હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે જે સૂચક છે કે જ્યારે કોઈ એક મુદ્દા ઉપર ગંભીરતાથી કામ હાથ ધરવામાં આવે તો તેનું યોગ્ય ફળ અને તેનો યોગ્ય નિવારણ મળતું હોય છે.

અંતમાં તેઓ એ દરેક લોકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ તો માટી બચાવો અભિયાનમાં સક્રિય રીતે ભાગ ભજવશે પરંતુ દરેક સામાન્ય વ્યક્તિએ પણ આ મુદ્દાને ગંભીરતાથી લેવો પડશે એટલું જ નહીં સદગુરુ જગ્ગી વાસુદેવે એમ પણ જણાવ્યું હતું કે હવે તેમની સાથે સાથે દરેક લોકોની જવાબદારી બની છે કે તેઓ આ અભિયાનમાં સહભાગી થાય અને ધરતી અને પૃથ્વીને ફળદ્રુપ બનાવવા માટે મહેનત કરે. એટલું જ નહીં તેઓ જામનગર ખાતે આવ્યા બાદ ઘણા ખરા લોકો સાથે મુક્ત મને ચર્ચા વિચારણા પણ કરી હતી અને તેમના દ્વારા એક બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

સદગુરુ જગ્ગી વાસુદેવ ને સાંભળવા ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયું હતું રાજસ્થાન સહિત દિલ્હીથી લોકો તેમની એક ઝલક નિહાળવા માટે આવી પહોંચ્યા હતા. તેમના સંબોધનમાં તેઓએ કોઈ અન્ય મુદ્દો નહીં પરંતુ માટી ની મહત્વતા અને લોકોની તેમના પ્રત્યેની જવાબદારી અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. ના મત મુજબ સમગ્ર દુનિયાને જો કોઈ બચાવી શકે તો તે એ છે કે જ્યાં સુધી માટીનું મ લોકો નહીં સમજે ત્યાં સુધી તેઓને ઘણી ખરી તકલીફોમાંથી પસાર થવું પડશે

સદગુરુ વાસુદેવ જગી નું આગમન થતાં જ જામનગર હિલોળે ચડ્યું : ધર્મેન્દ્રસિંહ જાડેજા

1653878559194 Copy

જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જામનગર માટે એક ઐતિહાસિક દિવસ છે અને તે કદાચ ભૂતોને ભવિષ્યતી બની રહેશે કારણ કે આજે સદગુરુ જગ્ગી વાસુદેવ અને જામ સાહેબ નું જે મિલન થયું છે તેનાથી જામનગર પંથક અથવા તો કહી શકાય કે સમગ્ર હાલાર પંથક હિલોળે ચડ્યું છે. તેઓએ ઉમેર્યુ હતું કે તેમનો છે વિચાર જે છે તેને અનુસરવા અને તેને ચરિતાર્થ કરવા માટે સમગ્ર હાલાર પંથક કટિબદ્ધ છે અને આવનારા દિવસોમાં પણ તેમના દરેક સૂચનો અને તેમના દરેક આદેશોને યોગ્ય રીતે પાલન કરવામાં આવશે . તેમને આવકારવા માટે જ્યારે સમગ્ર જામનગર તલપાપડ થયું હોય તે જ સૂચવે છે કે તેમની પ્રતિષ્ઠા જેટલી છે અને તેઓ કેટલા વાસ્તવિકતાથી જેવી રહ્યા છે.

પૃથ્વી ઉપર જેને આવવાનું બાકી છે તેને ધ્યાનમાં લઇ ખોરાક લેવો જોઈએ : સદગુરુ જગ્ગી

સદગુરુ જગ્ગી વાસુદેવે ભવિષ્યનું ચિત્ર અને લોકો સમક્ષ મુક્યું હતું અને જણાવ્યું હતું કે હાલ અત્યારના આપણે આપણા માટે જીવી થી પરંતુ ખરા અર્થમાં હવે આપણે એ લોકો માટે જીવવાનું છે કે હજુ તેઓ પૃથ્વી પર આવ્યા નથી એટલે કે પૃથ્વી પર જેને આવવાનું બાકી છે તે લોકો માટે અથવા તો તેમને ધ્યાને લઇને ખોરાક લેવો જોઈએ.

1653878559134 Copy

આ તથ્ય અને કથન પાછળનું હેતુ એ છે કે, અત્યારે આપણે જ્યાં સુધી માટી ને બચાવવા માટે પ્રેરિત અથવા તો પ્રોત્સાહિત નહીં થાય ત્યાં સુધી ભારતનું ભવિષ્ય ખૂબ જ જોખમમાં મૂકાઈ જશે પરંતુ તે સ્થિતિ ન ઉદભવે તેના માટે અત્યારથી જ લોકોએ મહેનત કરવી ખૂબ જ જરૂરી છે તોજ અને તો જ ભારતનું ભાવિ ઊજળું બનશે. હાલ સમગ્ર વિશ્વમાં માટી મુદ્દે ઘણા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે અને ખોરાકમાં પણ જે ઓર્ગેનિક નું તત્વ હોવું જોઈએ તે જોવા મળતું નથી.

તેઓએ ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે આજથી વીસ વર્ષ પહેલા 1 મોસંબી જો ખાવામાં આવી હોય તો તેનું પણ ખૂબ જ વધુ હતું ત્યારે આજના દિવસે તે મોસંબી માંથી મળતું પોષણ જો મેળવવું હોય તો 8 મોસંબી ખાવી પડે તેમ છે. તે ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે હાલ ખોરાક માં પોષણ સહેજ પણ નથી અને લોકો પોષિત આહાર લેતા હોય છે જે આગામી પેઢીને ન બેસવું પડે તેના માટે અત્યારથી જ લોકોએ સાવધ બનવું ખૂબ જ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.