Abtak Media Google News
અબતક, નવીદિલ્હી

કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ જાહેર કરવામાં આવ્યું તેમાં વ્યક્તિગત આવકવેરાના દરમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો ન હતો ત્યારે તરુણ બજાજે માહિતી આપતાં જણાવ્યું હતું કે આગામી સમયમાં અથવા તો આવનારા બજેટમાં સરકાર ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ માં વધારો કરશે જેનું મુખ્ય કારણ એ છે કે હાલ જે રીતે કંપનીઓની જેમ વ્યક્તિગત અને ભાગીદારી પેઢી માં જો ટેક્સનો દર વધારવામાં આવે તો સરકારને ખૂબ મોટી આવક થઈ શકે છે. ફીને ધ્યાને લઇ વ્યક્તિગત અને ભાગીદારી પેઢી માં જે ડર હોવો જોઈએ તે જોવા મળતો નથી અને પરિણામે રિટર્ન સમયે સરકારને જે ટેક્સની આવક થવી જોઈએ તે પણ ખૂબ જ નહિવત પ્રમાણમાં થતી હોય છે ત્યારે દેશના વિકાસ માટે હાલ આ બંને ક્ષેત્રમાં ટેકશનો દર વધારવો ખૂબ જ જરૂરી છે તેમ રેવન્યુ સચિવ દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

 ઓછા દર હોવાના પગલે પ્રતિ રિટર્ન માત્ર ૩૧,૫૦૦  રૂપિયા ટેક્સ પેટે ભરવામાં આવ્યા છે.

 આ બંને ક્ષેત્ર એટલે કે વ્યક્તિગત અને ભાગીદારી પેઢીજે રિટર્ન ફાઇલ કરવામાં આવતા હોય છે તે કીર્તન પેટે સરકારને માત્ર ૩૧ હજાર રૂપિયાની કરની આવક જોવા મળે છે. ત્યારે આગામી બજેટમાં જીએસટી અને આવકવેરા વિભાગમાં પણ ટેક્સના દરમાં બદલાવ જોવા મળશે અને પરિણામે દેશની આવકમાં પણ વધારો કરવા માટેના પ્રયત્નો હાથ ધરાશે. આ પ્રકારની નીતિ જોવા મળી રહી છે કે કોર્પોરેટ ક્ષેત્રમાં જે ટેક્સનો દર વધારવામાં આવ્યો છે તેવી જ રીતે વ્યક્તિગત અને ભાગીદારી પેઢી માં પણ વધારવામાં આવે. સરકાર દ્વારા બજેટમાં ભારત દેશને ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોગ્ય રીતે પૂરું પાડવા માટે અને ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ સર્જવા માટે અનેક પ્રધાનો કરવામાં આવ્યા છે ત્યારે સરકાર દ્વારા આ તમામ ક્ષેત્રમાં જે ખર્ચ થશે તે ખર્ચની આવક ક્યાંથી મેળવવી તે પણ એટલી જ જરૂરી છે સામે હાલ સરકાર માટે ખર્ચ કરવા માટે આવકવેરા વિભાગ અને જીએસટી એકમાત્ર વિકલ્પ બચે છે.
આ ક્ષેત્રને ધ્યાને લઇ સરકાર જો ગંભીરતાથી લઇએ તો દેશને ઘણો એવો ફાયદો પહોંચી શકશે સરકાર નો હાલ આ બજેટમાં મુખ્ય લક્ષ્ય એ છે કે સામાન્ય નાગરિકના હાથમાં વધુ ને વધુ કુરૂપ જોઈએ ત્યારે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે આગામી બજેટમાં નવા ટેક્સ અનાદર અમલી બનાવે તેવું માનવામાં આવી રહ્યું છે જેથી સરકારની આવકમાં વધારો થઇ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.