Abtak Media Google News

કહે છે કે, મંદિરોમાં જેટલું ખોવાય છે એટલું તેની બહાર નથી ખોવાતું !આપણા દેશને જે કેટલીક  ભયંકર નબળાઇઓ સતાવેછે એમાંની એક અભિમાન છે.ગોસ્વામી તુલસીદાસે કહ્યું હતું કે, ‘દયા ધરમ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન’‘ધર્મ’નું મુળ ‘દયા’ છે,  ‘પાપ’ નું મૂળ અભિયાન છે.

Advertisement

આપણા દેશની નબળાઇ અભિમાન છે, ગર્વ છે, ઘમંડ છે, આપખુદી છે, જોહુકમી છે.. બુઘ્ધિ બગડે છે ત્યારે આ નબળાઇઓ આવે છે. સમજશકિત ક્ષીણ થાય છે ત્યારે આ બધું આવે છે.આપણા દેશની સૌથી મોટી નબળાઇ કહો કે કમનસીબી ગણો, આ દેશના રાજનેતાઓની બુઘ્ધિ બગડી છે! ભલે તમામ રાજનેતાઓની નહિ તો તેમાંના કેટલાકની બગડી છે. આ કથિત નેતાઓએ આ દેશમાં ભ્રષ્ટાચારના કદાવર રાક્ષસને પેદા કર્યો છે.

અભિમાની રાવણે સર્જેલા અને રાજકારણીઓએ આ દેશમાં પેદા કર્યા છે એવી ટીકા- ટિપ્પણીઓ ખુલ્લેઆમ થતી રહી છે!રાવણે કપટ કરીને સીતાનું અપહરણ કર્યુ હતું. આ દેશમાં રાજનેતાઓએ આખા દેશની આબરુનું અપહરણ કર્યુ છે. સતય આ દેશમાં અપહુત સ્થિતિમાં છે. ધર્મ પણ અપહૃત હોવાનો ખ્યાલ ઉપસે છે. ન્યાયનું પણ અપહરણ થતું હોવાનું ચિત્ર ઉપસે છે.

રાજનેતાઓ ઘણે ભાગે પ્રમાણિકપણે મંદિરોમાં જતા નથી. તેઓ ચાલાક છે અને ચાલબાજ છે. કપટી છે દંભી પણ છે.મંદીરોમાં મનુષ્યે ઘણું બધું ખોટું હોવાનો ખ્યાલ ઉપસે છે. પગરખા ખોવાય છે. જો પગરખાતે ગર્વનું પ્રતિક ગણીએ તો મંદીરોમાં અભિમાનનો લોપ થાય છે.કયારેક મંદીરોનાં પટાંગણોમાં એવી સુચનાઓ વાચવા મળે છે કે બુટ-ચપ્પલો પગરખાઓ સંભાળપૂર્વક રાખો. કયારેક એવું પણ વાચવા મળે છે કે ખિસ્સાકાત‚ લોકોથી સાવધાન રહો !શું આ સુચનાઓમાં આપણી નબળાઇ ખુલ્લી થતી નથી? શું આ સૂચનાઓમાં આપણા મંદીરોનું આોજસ ઝંખવાતું નથી?

આપણે ત્યાં દેવાલયોમાં પણ ચોરી થાય છે. અને બુટ-ચપ્પલ જેવી ચીજો પણ ચોરાઇ જાય છે. એવું જાહેર કરીને આપણે આપણા દેવાલયના દૈવત સામે પ્રશ્ર્ચાર્થ ખડો કરતા નથી?આપણી ધર્મ સંસ્કૃતિ તો એવું કહે છે કે મંદિરો મનને અને હ્રદયને બદલે છે. આ બદલવાથી મનુષ્ય તેની પાષવૃતિને ત્યાગે છે અને તેની ભીતરમાં જે કાંઇ નકામું નિરર્ષક અનર્થકર્તા હોય તે ખોઇ નાખે છે.મંદિરોમાં મનુષ્યના મનની અપવિત્રતાનો લોપ થાય છે. મનુષ્ય પવિત્રતા પામે છે તેનું અભિમાન બરફની જેમ ઓગળે છે. ખોવા જેવું ઘણું બધું મનુષ્યો મંદીરોમાં ભગવાનની સન્મુખ ઉભીને ખાઇ શકે છે. વ્યસનથી માંડીને તમામ જાતની વાસનાઓ મંદીરોમાં ખાઇ નાખી શકાય છે.

પરંતુ રાજનેતાઓ મંદિરે જવાનો નિયમ રાખતા નથી. નિયમાનુસાર મંદિરે જતા નથ. નિષ્કપટ પ્રાર્થના કરતા નથી. નિર્મળ સ્તુતિ કરતા નથી. માત્ર ચુંટણીઓને વખતે અને કાં તો કશીક મોટાઇ પામવાના અવસરે જ તેઓ મંદીરમાં જાય છે. મંદીરોની સાથે એમને કોઇ પ્રમાણિક અને પવિત્ર લગાવ હોતો નથી. પાંચ વર્ષમાં ભાગ્યે જ મંદીરના દરવાજે જતા નેતાઓ ચુંટણી વખતે જ મંદીરે જાય છે. ફોટા પડાવે છે અને તે અખબારોમાં તથા પ્રચાર-માઘ્યમોમાં પ્રગટ કરાવીને પ્રજાને છેતરવાની ચુંટણીલક્ષી ચેષ્ટા છે.

મંદિરોમાં આચરાતા આવા કપટ અને દંભી ચાલબાજીઓને ધર્માચાર્યો ધર્મગુરુઓ જુએ છે.. ભગવાનની મૂર્તિઓ જુએ છે. પરંતુ ધિકકાર-ફિટકાર નો ઘ્વનિ ઉઠતો નથી. ભગવાન સાથે થતી છેતરપીંડીનો વિરોધ થતો નથી.રાજનેતાઓ પ્રજાને છેતરવા માટેના કપટમાં ભગવાનને અને મંદીરોને સાક્ષી બનાવવાની હદે પહોંચે ત્યારે પાપનો ઘડો ફૂટી જવો જોઇએ. પરંતુ તે ફુટતો નથી. આ દેશના શાસકો અને નેતાઓ પાપ ની માન્તાને ઘોળીને પી ગયા છે.

મંદીરોમાં પણ તેઓ પાપ કરે છે.કદાચ આ કારણે જ તેઓ પ્રમાણિકપણે અને નિર્મળ ભાવે મંદીરોમાં જતા નથી.તેઓ ભ્રષ્ટાચાર આચરવા માગે છે. પાપકૃત્યો આચરવા માગે છે. સાત પેઢી સુધી ચાલે એટલી માલમિલ્કત એકત્ર કરી લેવામાં કશું જ આડે ન આવે તે માટે મંદિરોથી અને દેવાલયોથી દુર રહે છે.તેમને ભય રહે છે કે ભગવાન એમનું કપટ, એમની ઠગબાજી, એમની ધૂર્તતા, એમની પાપલીલા જાણી જશે અને કદાચ આ બધુ કરવામાં હિચકિચાટ જાગશે. એમને બદલવું નથી. નિર્મળતાની ઝુંબેશ ચલાવવી છે. પણ તેમને મન કે હ્રદયને નિર્મળ થવા દેતું નથી.

એમની આ કસોટી ઓછી ગંભીર નથી. એમની આ અગ્નિ પરીક્ષા બેશક આકરી છે.કહે છે કે આપત્તિકાળે સગાવહાલાની રણમેદાનમાં શુરવીરની વિનય અને વર્તનમાં વંશની અને નિર્ધન અવસ્થામાં પત્નીની ખરી કસોટી અને ખરી પસંદગી થાય છે…મંદીરમાં અભિમાન ખોવાઇ જવું જોઇએ.. પગરખાં ન ઉતારવાનું અભિમાન, પણ એમ થતું નથી.‘ખિસ્સા કાતરૂઓથી સાવધાન’એવું લખાણ કશી ક છાનીછપની ચોરીઓ તરફ અંગુલિનિર્દેશ કરે છે.રાજનેતાઓ મંદીરમાં જેટલો પાખંડ આચરે છે, પરમેશ્વરની ઓથે જે સાથજૂથની રમતો રમે છે, પોતે પવિત્ર અને હરિભકત હોવાનો દેખાવ કરે છે અને આસપાસના લોકો સારી પેઠે જૂએ એ રીતે દાન કરવાની ચેષ્ટા કરે છે તેને ભગવાન ધાર્મિકતા કેમ માને?અહીં એમ કહેવું જ પડે કે મંદિરે જતા બધા જ લોકો ધાર્મિક નથી હોતા ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.