Abtak Media Google News

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારો માટે નિયત માપદંડો ધરાવતા સામાજિક, આર્થિક અને જાતિ આધારીત સર્વેક્ષણ ૨૦૧૧ની યાદીમાં સમાવિષ્ટ પરિવારોને કુટુંબ દીઠ વાર્ષિક રૂા.૫ (પાંચ) લાખ સુધીનું આરોગ્ય ક્વચ પુરૂ પાડવા માટે તા. ૧/૩/૧૯ થી મુખ્યમંત્રી અમૃતમ મા યોજના અને મા વાત્સલ્ય યોજના’ નો લાભ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. લાભાર્થીઓ યોજના અંતર્ગત જોડાયેલી કોઈપણ સરકારી / સરકાર અનુદાન મેળવતી સંસ્થાઓ / ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી શકે છે.

Advertisement

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરની નવી પહેલ શરૂ કરી છે જેમાં રાજકોટમાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પરથી આયુષ્યમાન કાર્ડ કાઢી દેવામાં આવશે. આ યોજનાનો ગામજનો વધુને વધુ લાભ મેળવે એવા ઉમદા હેતુથી PMJAY યોજના અંતર્ગત કાર્ડ કઢાવવાની કામગીરી યોજના સાથે સંકળાયેલ દવાખાનાઓ અને VCI દ્વારા સંચાલીત ઈ-ગ્રામ કેન્દ્રો, સી.એચ.સી, પી.એચ.સી, યુ.ટી.આઈ.આઈ.ટી.એસ.એલ કક્ષાએ કરવામાં આવી રહેલ છે તેમજ મા વાત્સલ્ય યોજના અંતગર્તના કાર્ડ PMJAY યોજનામાં તબદીલ કરવાની કામગીરી ફક્ત યોજના સાથે સંકળાયેલ દવાખાનાઓમાં અને ઈગ્રામ કેન્દ્ર કક્ષાએ થાય છે.

(આજથી) જીલ્લાના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧૨ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ૩ સબ રજીસ્ટ્રાર પોર્ટલ, અને શહેરની ૨ હોસ્પિટલ મળીને કુલ ૮૦ જગ્યાએ ‘આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી કાર્યરત થશે. વધુમાં ભૂપતભાઈ બોદરે જણાવ્યુ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ હેઠળ વારા ‘આયુષ્યમાન કાર્ડ ‘ થી દેશના લાખો ગરીબોને કોઈપણ બીમારી સામે રૂા. ૫ (પાંચ) લાખ નું રક્ષણ મળે છે, ત્યારે ગ્રામજનોએ ‘આયુષ્યમાન કાર્ડ’ કઢાવવા માટે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ ઉપરાંત મામલતદારનો આવકનો દાખલો સાથે રાખવાનો રહેશે. તેમજ આવકનો દાખલો કઢાવ્યાને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તો ફરી નવો દાખલો કઢાવવાનો રહેશે અને જુનું “અમૃતમ કાર્ડ” અથવા ‘માં વાસલ્ય કાર્ડ’ હોય તો તેને આયુષ્યમાન માં તબદીલ કરી શકાશે.

આ સુવિધાથી ગ્રામજનોને કોઈપણ તાત્કાલીક સારવાર ખાનગી હોસ્પિટલમાં પૈસાના અભાવથી અટકશે નહી અને પોતાના ગામના પી.એચ.સી કે સી.એચ.સી ખાતે જ આ કાર્ડ કઢાવવાની સુવિધા ઉપલબ્ધ બનશે.ત્યારે અંતમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરે દરેક ગ્રામજનોને પોતાના પરઆંગણે જ આ સુવિધા ઉપલબ્ધ બની છે ત્યારે વધુને વધુ લાભ લેવા અનુરોધ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.