Abtak Media Google News

સમલૌંગિક સબંધોને કલમ ૩૭૭થી બાકાત રાખવા સુપ્રીમ કોર્ટમાં ધારદાર દલીલો: સરકારને બે દિવસમાં પોતાનું વલણ સ્પષ્ટ કરવા સુપ્રીમનો આદેશ

સમલૈંગિક સબંધોને લઈ સુપ્રિમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ દિપક મિશ્રાની આગેવાની હેઠળ પાંચ જજોની બેચ સમક્ષ શરૂ થયેલી આ સુનાવણીના પ્રમ દિવસે એલજીબીટી સમુદાયના વકીલો દ્વારા સમલૈંગિક સબંધોને કલમ ૩૭૭થી દૂર રાખવા કરેલી દલીલો બાદ સુપ્રિમ કોર્ટ કેન્દ્ર સરકારને બે દિવસમાં પોતાનું વલણ સ્પષ્ટ કરવા આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટેમાં સમલૈંગિકતા મામલે ગઈકાલી સુનાવણી શરૂ થઈ ગઈ છે. આઈપીસીની કલમ ૩૭૭માં બે સમલૈંગિક વયસ્કો વચ્ચે સહમતિથી શારીરિક સંબંધોને ગુનો માનવામાં આવે છે અને સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સમલૈંગિકતા મામલે સુનાવણી ટાળવાના કેન્દ્ર સરકારના આગ્રહને નકારી દીધો છે.

સુપ્રીમ કોર્ટમાં પ્રથમ પૂર્વ અર્ટોની જનરલ મુકુલ રોહતગીએ તેમની દલીલો રજૂ કરી હતી. આ દલીલોમાં તેમણે કલમ ૩૭૭નો વરોધ કરીને સમલૈંગિતાને પ્રાકૃતિકગણાવી હતી. આ સુનાવણીમાં સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ તુષાર તેમનો પક્ષ મુકનાર છે જો કે કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરવાને બદલે સુનાવણી ટાળવા પ્રયાસ કર્યો હતો.

આ મામલે સુપ્રીમ કોર્ટે ૮ જાન્યુઆરીએ ૫ જજની બંધારણીય બેંચને  સમલૈંગિકતાના કેસની સોંપણી કરી હતી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાની વાળી આ બેંચમાં જસ્ટિસ ડિવાય ચંદ્રચૂડ, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ આરએફ નરીમન અને જસ્ટિસ ઈંદુ મલ્હોત્રા આ કેસની સુનવણી હાથ ધરી છે. જેમાં  પૂર્વ અર્ટોની જનરલ મુકુલ રોહતગીએ તેમની દલીલમાં જણાવ્યું હતું કે, કલમ ૩૭૭થી થનારી અસરી એલજીબીટી સમુદાય પોતાની જાતને જાહેર કર્યા પહેલા અપરાધી અનુભવે છે. સમાજ પણ તેમને અલગ નજરથી જોવે છે. તેમને બંધારણીય નિયમોથી સુરક્ષીત કરવા જોઈએ. વધુમાં મુકુલ રોહતગીએ કહ્યું યૌન રુઝાન અને જેન્ડર અલગ અલગ વાત છે. આ કેસ યૌન પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. આ કેસમાં જેન્ડર સાથે કોઈ લેવા દેવા નથી. યૌન પ્રકૃતિનો કેસ પસંદથી પણ અલગ હોઈ શકે છે. તે પ્રાકૃતિક હોયછે. તે જન્મની સાથે જ માણસમાં આવે છે.

રોહતગીએ તેમની દલીલમાં વધુમાં કહ્યું છે કે, સમલૈંગિકતાનો અર્થ માત્ર યૌન સંબંધો પ્રત્યે આકર્ષણનો છે. જ્યારે સમાજ બદલાઈ રહ્યો છે ત્યારે મૂલ્યો પણ બદલાવા જોઈએ. એટલે કે જે ૧૬૦ વર્ષ પહેલાં નૈતિકતા હતી તેનું આજે કોઈ મહત્વ નથી. સમયની સાથો સાથ કાયદામાં પણ ફેરફાર થવો જોઈએ ત્યારે સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, કલમ ૩૭૭ કાયદાનો વિષય છે અને આપણે તે વિશે ચર્ચા કરી રહ્યા છીએ.

સુપ્રીમ કોર્ટે સમલૈંગિક વયસ્કો વચ્ચે સહમતીથી સંબંધોને અપરાધની શ્રેણીમાંથી બહાર રાખવાના દિલ્હી હાઈકોર્ટના ૨૦૦૯ના નિર્ણયને ૨૦૧૩માં રદ કરી દીધો છે. ત્યારપછી પુન:વિચાર અરજી દાખલ કરવામાં આવી છે. આઈઆઈટીના ૨૦ પૂર્વ અને હાલના વિદ્યાર્થીઓ દ્વારા દાખલ અરજીમાં દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને ફરી લાગુ કરવાની માગણી કરવામાં આવી છે. આ વિશે બેંચે કેન્દ્રને તેમનો મત રાખવાનાે આદેશ આપ્યો છે.

નાઝ ફાઉન્ડેશન સહિત ઘણાં પ્રતિષ્ઠિત લોકો દ્વારા દાખલ અરજીઓમાં પણ ૨૦૧૩ના સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, એવા લોકો જે પોતાની ઈચ્છા પ્રમાણે જીવવા માગે છે તેમણે કદી ડરવાની જરૂર નથી. સ્વભાવનું કોઈ નિશ્ચિત માપદંડ નથી હોતું. નૈતિકતા ઉંમરની સાથે બદલાતી હોવાનું કોર્ટ સમક્ષ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.