Abtak Media Google News

રાજ્યમાં આમ તો ચામાસાનું આગમન થઈ ગયું છે. દર વર્ષ કરતા આ વર્ષે ચોમાસુ 6 દિવસ વહેલું દસ્તક દીધું છે. સુરત સુધી વર્ષા રાણીની રૂમઝુમ-રૂમઝુમ પગલે ધીમીધારે આગમન થયું છે ત્યારે આગામી 5 દિવસમાં મોટાભાગના વિસ્તારમાં ચોમાસાનું આગમન થઈ જશે. કચ્છને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ 16 જૂન સુધીમાં રાજ્યના 21 જિલ્લાઓમાં છુટાછવાયા ઝાપટાથી હળવો વરસાદ થવાની શકયતા છે જ્યારે વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં કેટલાંક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે.

Advertisement

ભાવનગર, અમરેલી સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તાર તથા અમદાવાદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે અમદાવાદ, આણંદ રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે વલસાડ, નવસારી, સુરત, નર્મદા, ડાંગ, દમણ, ભાવનગર, અમરેલી, સોમનાથ અને દીવ તેમજ 13મી જૂને સુરત, નવસારી, વલસાડ, દમણ, દીવ, ભાવનગર, અમરેલી, સોમનાથ, દીવમાં છુટા છવાયા વરસાદની આગાહી છે.

જ્યારે 14 અને 15મી જૂને વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, સાબરકાંઠા અને અરવલ્લી તેમજ 16મી જૂને દાહોદ, પંચમહાલ, મહિસાગર, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ પડવાની શકયતા છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 15 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં ભરૂચના અંકલેશ્ર્વરમાં હંસોટ 1-1 ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે સુરતના માંગરોળમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. આગાહી થતાં સૌરાષ્ટ્રભરમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનું ટીપુય પડ્યું નથી ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 16મી જૂન સુધી વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.