Abtak Media Google News

પ્રદેશ ભાજપના વિવિધ મોરચાના પ્રમુખ અને પદાધિકારીઓ સાથે બેઠક: ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો ગુજરાત પ્રવાસનો છેલ્લો દિવસ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા હાલ ગુજરાતના પ્રવાસે છે. તેઓએ પ્રવાસના પ્રથમ દિવસે ગઇકાલે મંગળવારે અલગ-અલગ પાંચ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. દરમિયાન આજે બીજી અને અંતિમ દિવસે તેઓએ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના વિવિધ મોરચાના પ્રમુખ સહિતના સંગઠનના હોદ્ેદારો સાથે એક મેરેથોન બેઠક યોજી હતી. તમામને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચૂંટણી માટે તૈયાર તાકીદ કરવામાં આવી હતી. આજે જે.પી.નડ્ડા અલગ-અલગ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ બપોરે દિલ્હી જવા રવાના થયા હતા.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે બે માસથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે સત્તાધારી પાર્ટી ભાજપે ફરી એકવાર ગુજરાતમાં રેકોર્ડબ્રેક લીડ સાથે ગુજરાતનો ગઢ ફતેહ કરવા એડી ચોંટીનું જોર લગાવી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નવરાત્રિથી રાજ્યમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવાના છે. દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા છેલ્લા બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે. ગઇકાલે તેઓએ નમો કિસાન પંચાયતનો આરંભ કરાવ્યો હતો. મેયર સમિટમાં ભાગ લીધો હતો. રાજકોટમાં વિશાળ જન પ્રતિનિધિઓના સંમેલનને સંબોધ્યુ હતું. મોરબીમાં વિશાળ રોડ-શો યોજ્ો હતો અને ગાંધીનગર ખાતે વિરાંજલી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Img 20220920 Wa0538

દરમિયાન આજે સવારે 10 કલાકે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે જે.પી.નડ્ડાએ ગુજરાત પ્રદેશ ભાજપના વિવિધ મોરચાના પ્રમુખ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉ5સ્થિત રહ્યા હતા. તમામ મોરચાને વિધાનસભાની ચૂંટણી માટે સજ્જ થઇ જવા હાંકલ કરવામાં આવી હતી. સાથોસાથ ચૂંટણીલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

બપોરે 1:30 કલાકે તેઓએ અમદાવાદના ટાઉન હોલ ખાતે પ્રોફેસર સમિટમાં હાજરી આપી હતી. જ્યારે 3 કલાકે ગાંધીનગરમાં લીલા હોટલ ખાતે ચાલી રહેલી મેયર સમિટના સમાપન કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના બે દિવસીય ગુજરાત પ્રવાસથી કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર થવા પામ્યો છે.

મોરબીમાં જે.પી. નડ્ડાના રોડ શોમાં જન સૈલાબ

મોરબીમાં ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે પી નડ્ડાનો ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં   મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,  પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ તેમજ મોરબી કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના ઉપસ્થિત રહયા હતા. આ રોડ શો મોરબી બાયપાસેથી નીકળીને જંગી કાર બાઇકના કાફલા સાથે મોરબી શહેરના મુખ્યમાર્ગો પરથી પસાર થઈને મોરબી શાક માર્કેટ પાસે યદુનંદન ચોકમાં પૂર્ણ કરવામાં આવતો હતો તેમજ આ રોડ શો દરમિયાન ઠેર ઠેર અલગ અલગ સમાજના પ્રતિનિધિઓ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું

તેમજ અલગ અલગ 26જેટલા સ્થળોએ સ્વાગત પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા હતા અને દરેક પોઇન્ટ પર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા અને રાષ્ટ્રિય અધ્યક્ષ જે પી નડ્ડા તેમજ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના રોડ શોમાં જન સેલાબ ઉમટયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.