Abtak Media Google News

ગુજરાતનો ગઢ ફરી ફતેહ કરવા ભાજપ ફુલ ફલેજ ઈલેકશન મોડમાં

  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો બે દિવસીય ગુજરાત પ્રવાસ સંપૂર્ણ પણે ચૂંટણી લક્ષી રાજકોટમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓનાં સંમેલનમાં  તમામને ચૂંટણી માટે તૈયાર રહેવાનો ઈશારો
  • ભાજપના સંગઠનના હોદેદારો સાથેની બેઠકમાં પણ ચૂંટણીની વ્યુહ રચનાની માહિતી અપાશે: મેયર કોન્ફરન્સ પણ મહત્વ પૂર્ણ : કાર્યકરોમાં ભારે ઉત્સાહ
  • નમો કિસાન પંચાયતનો આરંભ કરાવ્યો: રાજકોટમાં બપોરે જન પ્રતિનિધિઓનું વિશાળ સંમેલન સંબોધશે: મોરબીમાં સાંજે વિશાળ રોડ-શો, કાલે સંગઠનના અલગ-અલગ પદાધિકારીઓ સાથે બેઠક, મેયર સમિટના સમાપન સત્રમાં રહેશે હાજર

ભાજપના  રાષ્ટ્રીય અધ્યક્ષ  જે.પી. નડ્ડા આજથી બે દિવસ માટે ગુજરાતનાં  પ્રવાસે આવ્યા છે. તેઓને આ પ્રવાસ સંપૂર્ણ પણે ચૂંટણી લક્ષી છે. કારણ કે  દિવાળી આસપાસ  ગમે ત્યારે ગુજરાત   વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર  થવાની  સંભાવના જણાય રહી છે. ત્યારે આજે જે.પી. નડ્ડાએ ગુજરાતમાં  ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી  દીધા છે. રાજયમા ભાજપના પ્રતીક પરથી ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સાથેના  સંમેલનમાં આજે તેઓએ તમામને ચૂંટણી માટે તૈયાર  રહેવાનો  ઈશારો કરી દીધો હતો.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો ગુજરાતનો પ્રવાસ ખૂબજ મહત્વનો  માનવામાં આવી રહ્યો છે.હાલ  રાજયમાં   આપનુંજોર વધી રહ્યું છે.કોંગ્રેસ પણ ખૂબજ સક્રિય બની છે. અને ગંભીરતા સાથે વચનોની લ્હાણી કરી રહી છે.ત્યારે જે.પી. નડ્ડાના  બે દિવસીય   ગુજરાતના પ્રવાસ પૂર્ણ થતાની સાથે જ  કેન્દ્રીય  ગૃહમંત્રી  અમિત શાહ અને ત્યારબાદ   વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી ગુજરાતના પ્રવાસે  આવશે સત્તાધારી પક્ષ ભાજપ  સંપૂર્ણ  પણે ઈલેકશન મોડમાં આવી ગયું છે.

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં રાજ્યમાં ફરી એકવાર ભાજપ પૂર્ણ બહુમત સાથે સત્તારૂઢ થાય તેવા બૂલંદ ઇરાદા સાથે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આજે ગુજરાતની મૂલાકાત દરમિયાન ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. તેઓ બે દિવસ દરમિયાન રાજ્યમાં વિવિધ કાર્યક્રમોમાં ઉ5સ્થિત રહેશે.

Untitled 1 104

તેઓનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બપોરે જે.પી.નડ્ડા રાજકોટમાં રાજ્યભરના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓના સંમેલનને સંબોધશે, જ્યારે સાંજે મોરબીમાં વિશાળ રોડ-શો યોજશે.

ભાજપ કિસાન મોરચા દ્વારા નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં ઇ-બાઇક થઇ રાજ્યનાં ખેડૂતોને ઉપયોગી માહિતી આપવાના કાર્યક્રમનો આજે સવારે જે.પી.નડ્ડાએ વિધિવત આરંભ કરાવ્યો હતો. તેઓએ ઇ-બાઇકને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. રાજ્યની 143 વિધાનસભા બેઠક પર આશરે 12 ઇ-બાઇક દ્વારા ખેડૂતોને કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી આપવામાં આવશે.

આજે બપોરે તેઓનું રાજકોટ એરપોર્ટ પર આગમન થતા શહેર ભાજપ દ્વારા તેઓનું જાજરમાન સ્વાગત કરવામાં આવ્યુ હતું. એરપોર્ટથી રેસકોર્ષ મેદાન સુધી યુવા ભાજપ અને મહિલા મોરચાના કાર્યકરોએ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત રાજકોટ પધારેલા જે.પી.નડ્ડાને ઉમળકાભેર આવકાર્યા હતા.

ગુજરાત ભાજપના મેન્ડેટ ઉપર અલગ-અલગ ચૂંટણીઓમાં જે ઉમેદવારો વિજેતા થયા છે તે જનપ્રતિનિધીઓનું સંમેલન રાજકોટ ખાતે બપોરે યોજાશે. આ સંમેલનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ગુજરાત પ્રદેશના પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપશે. આ સંમેલનમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકા અને સહકાર ક્ષેત્રે ભાજપના જે કાર્યકરો વિજેતા બન્યા છે તે તમામ લોકો જનપ્રતિનિધિ સંમેલનમાં ઉપસ્થિત રહેશે.

તેઓ સાંજે મોરબી ખાતે  જિલ્લાના કાર્યકરો દ્વારા ભવ્ય રોડ-શો યોજશે. આ રોડ-શોમાં ત્યાર બાદ ગાંધીનગર ખાતે રાત્રે 8.30 કલાકે વિરાંજલી કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની વિશેષ ઉપસ્થિત રહેશે.કાલે ગુજરાત પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પ્રદેશ કાર્યાલય ખાતે સંગઠનના અલગ-અલગ પદાધિકારીઓ સાથે બેઠક યોજશે ત્યાર બાદ અમદાવાદ ખાતે પ્રોફેસર સમિટમાં વિવિધ ક્ષેત્રના અધ્યાપકો સમક્ષ ભારતીય જનતા પાર્ટીના વિચારોને રજૂ કરશે ત્યાર બાદ મેયર સમિટના સમાપન સત્રમાં ઉપસ્થિત રહેશે.

મોરબીમાં બાયપાસથી ટાઉન હોલ સુધી રોડ-શો

મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો રોડ શો યોજાવા જઈ રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ દ્વારા મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.વધુમાં આ રોડ શો માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત ગુજરાત ભરના ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાય તેવી શકયતાઓ હાલ સેવાઇ રહી છે.

સાંજે 4:00 વાગ્યે મોરબી બાયપાસ થી શરૂ થનાર આ રોડ શો સ્કાય મોલ, ઉમિયા સર્કલ, હાઉસિંગ બોર્ડ, સરદારબાગ થી લાતીપ્લોટ ચોક, રામ ચોક ત્યાંથી જુના બસ સ્ટેન્ડ તરફ અને બાદમાં નહેરુ ગેટ થઈને યદુનંદન ચોક પાસેથી પસાર થઈને ટાઉનહોલ ખાતે પૂર્ણ થવાનો છે તેમજ અલગ અલગ પોઇન્ટ પર અલગ અલગ તાલુકાઓ તેમજ શહેર ભાજપના આગેવાનો દ્વારા રાષ્ટ્રિય અધ્યક્ષ જે પી.નડ્ડાનું સ્વાગત પણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.