Abtak Media Google News

20 વર્ષથી ચાલતા ચક્ષુદાન અભિયાનમાં હજારોના જીવનમાં  આવી રોશની

તા.10 મી જૂન સમગ્ર વિશ્વ આ દિવસે ચક્ષુદાન દિવસ તરીકે મનાવી રહ્યા છે. આમતો આ સેવાકીય કાર્ય આખું વર્ષ અને વર્ષો વર્ષ કરવાથી દેશ માં મહદ અંશે આપણે નેત્રહીન ભાઈઓ બહેનો ને દૃષ્ટિ દાન આપી શકશુ. આ માટે વિશ્વ ની સૌથી મોટી જૈન સંસ્થા જૈન સોશિયલ ગ્રુપ આંતરરાષ્ટ્રીય ફેડરેશન ગંભીરતા સાથે કાર્ય કરી રહ્યું છે. તેટલે જ સમગ્ર ભારત માં ચક્ષુદાન જાગૃતિ લાવવા હાલ ના નવ નિયુક્ત પ્રમુખ  અમિષભાઈ દોશી ચેન્નાઈ, સચિવ શ્રી ચિરાગભાઈ ચોકસી અને ઉપપ્રમુખ મનીષભાઈ દોશી રાજકોટ દ્વારા ખાસ આશ્રય આઇ ડોનેશન ડ્રાઇવ ની રચના કરી અને તેના ચેરમેન તરીકે ઉપેનભાઈ મોદી ની નિમણુંક કરી છે.

Advertisement

આપ સૌ જાણો છો તેમ છેલ્લા વીસ વર્ષ થી રાજકોટ અને સૌરાષ્ટ્રમાં  વિવેકાનંદ યુથ ક્લબ ના મુકેશભાઇ દોશી માર્ગ દર્શન હેઠળ ચક્ષુદાન જન જાગૃતિ અભિયાન ના  ક્ધવીનર અનુપમભાઈ દોશી અને ઉપેનભાઈ મોદી અભિયાન ચલાવી રહ્યા છે.

સમગ્ર ભારત માં એક કરોડ થી વધુ ભાઈઓ બહેનો અંધ છે. જેમાંથી 80 ટકા ભાઈઓ બહેનો ને ચક્ષુદાન થકી દૃષ્ટિ દાન મળી શકે તેમ છે. વિશ્વ મા દર પાચ અંધ વ્યક્તિઓ માં એક વ્યક્તિ ભારત ની છે વિશ્વ અન્ય દેશો ની સરખામણી એ ભારત માં ચક્ષુદાન પ્રમાણ માં ઓછું થાય છે. શ્રી લંકા જેવા નાના દેશ માં ચક્ષુદાન જાગૃતિ ખૂબજ છે. અને 80 ટકા લોકો ચક્ષુદાન કરે છે. જેથી શ્રીલંકા થી અન્ય દેશો માં આંખ મોકલી શકે છે. ભારત દેશ ને દર વર્ષે અઢી લાખ ચક્ષુદાન ની જરૂર છે તેની સામે ફકત પચાસ હજાર ચક્ષુદાન થાય છે.

દેશ માં સૌથી વધુ ચક્ષુદાન કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશમાંથાયછે. દરેક ધર્મ મા દાન નું મહત્વ ખૂબજ હોઈ છે. જેમાં શ્રેષ્ઠ દાન જીવન દાન અને અભય દાન  છે. દેશ માં હજારો બાળકો એવા છે જેમને ખીલ ખીલાટ કરતા બાળકો ના નિર્દોષ મુખડા જોયા નથી. ઊગતા સુરજ ને નિહાળ્યોનથી. બગીચા નું રંગ બે રંગી ફૂલોનું સૌંદર્ય માણ્યું નથી. આંખ એ જીવ માત્ર ને મળેલ એક મૂલ્ય ભેટ છે. પણ જે જોઈ શકતા નથી તેની વેદના અપાર હશે. ફકત આપણા ગુજરાત માં બે લાખ થી વધુ લોકો કોર્નીયલ બ્લાઈન્ડ દૃષ્ટિહિન છે. અને  ભારત માં દર વર્ષે 25000  લોકો વધી રહ્યા છે. તેની સામે ચક્ષુદાન ખૂબજ ઓછું હોવા ને કારણે ભારત ને અંધત્વ થી દૂર કરવા ખૂબ સમય લાગશે. વ્યક્તિ ના મૃત્યું બાદ શરીર  સાથે આંખ બળી જાય છે, તેને બદલે દરેક સમાજ ના લોકો ચક્ષુદાન  કરાવવા પ્રયાસ કરે તો આપણે બે વ્યક્તિ ને દૃષ્ટિ દાન આપી શકશું. આ માનવતા કાર્ય ને વધુ પ્રજ્વલિત કરી શકીએ. હાલ માં દેશ ની અંદર ઓર્ગન ડોનેટ, સ્કિન ડોનેટ , અને ચક્ષુદાન કરવા અને કરાવવા જૈન સોશિયલ ગ્રુપ ની આશ્રય કમિટી ના આઇ ડોનેશન ડ્રાઇવ અને વિવેકાનંદ યુથ ક્લબ સાથે મળી કાર્ય કરી રહ્યા છે. અને દિવસે ને દિવસે જન જાગૃતિ અભિયાન ઝુંબેશ પ્રબળ બનાવી રહ્યા છે

આ અભિયાન માં જે.એસ.જી. એફ ના આઇ.ડી નિલેશભાઈ કામદાર, સૌ.રિજી. નાં ચેરમેન ના શ્રી કાર્તિકભાઈ શાહ ઇલેક્ટ ચેરમેન સેજલભાઈ કોઠારી અને દીકરા નું ઘર દ્વારા, વિવેકાનંદ યુથ ક્લબના મુકેશભાઇ દોશી માર્ગ દર્શન હેઠળ અનુપમભાઈ દોશી, મિતલભાઈ ખેતાણી, હસુભાઈ રાચ્છ, સુનિલભાઈ વોરા, નલીનભાઇ તન્ના જહેમત ઉઠાવી રહ્યા છે. ચક્ષુદાન વધુ થાય તે માટે દરેક સંસ્થાઓ એ  તેનું અભિયાન ચલાવું જોઈએ. અને ચક્ષુદાન કોણ કરી શકે  ? અને કેટલા સમય માં કરી શકે ? તે જાણકારી આપવી જોઈએ.

આ માટે  જે.એસ.જી. એફ ની આશ્રય આઇ ડોનેશન ડ્રાઇવ અને વિવેકાનંદ યુથ ક્લબ શહેર માં દરેક ચોક માં બેનર પોસ્ટર સ્લોગન સાથે ઉભા રહી પેમ્પ્લેટ વિતરણ કરી લોકો ચક્ષુદાન માહિતી આપી રહ્યા છે. આ વર્ષ મા વધુ ને વધુ ચક્ષુદાન થાય તે માટે દરેક સંથાઓને સંકલ્પ પત્ર ભરવા વિનંતી કરશે. તથા જૈન સોશિયલ ગ્રુપ ની આશ્રય આઇ ડોનેશન ડ્રાઇવ ટૂંક સમય. એક ગુગલ સંકલ્પ.પત્ર બહાર પાડશે. તે વોટસએપ માધ્યમ બધાને મોકલવામાં આવશે. તેમાં લિંક ઉપર ક્લિક કરવાથી લોકો ઘેર બેઠા પોતાનો ચક્ષુદાન નો સંકલ્પ પત્ર ભરી શકશે.અને તે અમારા ઇમેઇલ ઉપર આવી જશે અને કોપી ભરનાર ના ઇમેઇલઉપરપણમળીજશે.અને બન્ને સંસ્થા રાઉન્ડ ધી કલોક 24 ડ 7  સેવા આપી રહ્યા છે.

આપના સગા સંબધી, મિત્રો માં કોઈ નું અવસાન થાય તો ચક્ષુદાન માટે સમજાવવા અને પ્રયત્ન કરવા અને અવસાન બાદ 6 કલાક સુધી માં ચક્ષુદાન કોઈપણ ઉમર ની વ્યક્તિ કરી શકે છે. ચક્ષુદાન થઈ ગયા પછી મૃતક ના શરીર કે મુખ મા કોઈ ફેરફાર થતો નથી. તેથી કોઈપણ જાતના સંકોચ રાખ્યા વગર  નિર્ભયપણે ચક્ષુદાન કરવું જોઈએ,  તે માટે જે.એસ.જી આશ્રય આઇ ડોનેશન ના ચેરમેન ઉપેનભાઈ મોદી મો.નાં.98240 43143 અને અનુપમભાઈ દોશી મો.નાં. 94282 33796 ઉપર સંપર્કકરીશકોછો. રાજકોટ અને સૌરાષ્ટ્ર મા કોઈપણ શહેર માં ચક્ષુદાન કરવા માટે જૈન સોશિયલ ગ્રુપ્સ નો સંપર્ક કરી શકો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.