Abtak Media Google News

Table of Contents

સૌરાષ્ટ્રના લોકોને ઘરના ઘરથી માંડી સજાવટ માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પો મળ્યા

ઘરનું ઘર લેવા માંગતા લોકોને ઘરની સાથોસાથ ઈન્ટીરીયર પસંદગીની પણ એક જ સ્થળેથી તક મળે તે માટે રાજકોટ બિલ્ડર્સ એસો તથા ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયન ઈન્ટીરીયર ડીઝાઈનર્સ દ્વારા સંયુકત રીતે આ પ્રોપર્ટી એકસ્પો એન્ડ શો કેશનું આયોજન કરવામાં આવ્યું હતું. 6 ડિસેમ્બરથી શરૂ થયેલા પ્રોપર્ટી એક્સપોની 11મી ડિસેમ્બરના રોજ પુર્ણાહુતી કરવામાં આવી હતી. છેલ્લા વર્ષોનાં કોરોનાકાળ પછીનુ રાજકોટનું આ સૌથી મોટુ આયોજન રહ્યું તેવું કહી શકાય કારણ કે, એક્સપો દરમિયાન આશરે 3.60 લાખથી વધુ લોકોએ એક્સપોની મુલાકાત લીધાનું સામે આવ્યું છે.

Advertisement

રેસકોર્ષ મેદાનમાં 50,000 મીટરની વિશાળ જગ્યામાં યોજાએલ આ પ્રોપર્ટી શો સમગ્ર ગુજરાતનો સૌથી મોટો એક્સપો સાબિત થયો છે. રાજયમાં કયારેય આટલા મોટાપાયે પ્રોપર્ટી શો યોજાયો નથી.

છ વિશાળ જર્મન ડોમમાં બીલ્ડરો તથા ઈન્ટીરીયર ડીઝાઈનીંગના વિશાળ સ્ટોલ રાખવામાં આવ્યા હતા.અદાણી, લોધા જેવી ટોચની રીયલ એસ્ટેટ કંપનીઓ પણ સામેલ છે.ઉપરાંત ઈન્ટીરીયર ડીઝાઈનની આંતર રાષ્ટ્રીય કંપનીઓ પણ જોવા મળી હતી.

રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર છે અને અન્ય જીલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો રાજકોટમાં કાયમી વસવાટ માટે આવતા હોય છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો પ્રોપર્ટી એકસ્પોમાં સામેલ થયા હતા.

Paresh Gajera એક્સપોને સહકાર અને પ્રેમ આપવા બદલ એક્ઝિબીટર અને વીઝીટરનો હૃદય પૂર્વક આભાર:પરેશભાઈ ગજેરા

પ્રોપર્ટી એક્સપોના આયોજક પરેશભાઈ ગજેરાએ જણાવ્યું કે,એક્ઝિબીટર અને વિઝીટરે 6 દિવસ એક્સપોને જે સહકાર અને પ્રેમ આપ્યો છે તે બદલ હું તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.3.50 લાખ કરતા વધુ લોકોએ એક્સપોની મુલાકાત લીધી છે. ગુજરાત સરકારને અમે વક્તો વખત ભલામણ કરી છે કે રાજકોટને એક્ઝિબિશન અને કંવેઝનસેટનની તાતી જરૂરિયાત છે.ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના નામે કશું જ નથી ખાલી પ્લોટમાં જ તમામ વસ્તુઓને ઊભી કરવી પડે છે.

જેમાં ખૂબ જ મહેનત લાગે છે.જો આ બે વસ્તુઓ રાજકોટને મળી રહે તો ખૂબ સારા એક્ઝિબિશન કાયમી શરૂ થઈ જશે.સરકારનો સહકાર મળશે તો તમામ એસએસસીએશન ખૂબ સારા એક્ઝિબિશન રાજકોટમાં કરી શકે છે.લોકોનો અપાર પ્રેમ મળતા અમારો ઉત્સાહ અનેક ગણો વધ્યો છે.

આ એક્સપોથી અન્ય એસોસિએશનને પ્રેરણા મળી છે આવનારા સમયમાં તેઓ પણ સંયુક્ત ઉપક્રમે સારા એક્ઝિબિશન અને એક્સપો કરવા તત્પર રહેશે એવું હું માનું છું.

આભાર રાજકોટ – આભાર સૌરાષ્ટ્ર પ્રોપર્ટી એકસ્પો એન્ડ શોકેસને અકલ્પનિય સફળતા

Property Expo Sba

રાજકોટ સૌરાષ્ટ્રનું જ નહીં પણ સમગ્ર ગુજરાતનો સૌથી મોટો અને સૌ પ્રથમ એવા 6 દિવસીય પ્રોપર્ટી એકસ્પો એન્ડ શોકેસ-2023નું ગઇકાલે સમાપન થયું હતુ. આયોજકોના દાવા પ્રમાણે 6 દિવસ દરમ્યાન 3 લાખ 60 હજાર કરતા વધુ લોકોએ આ એકસ્પોની મુલાકાત લીધી હતી. જેમાં મુલાકાતીઓનો અભુતપુર્વ આવકાર મળવાથી આયોજક તેમજ તમામ બિલ્ડરો, આર્કિટેક્ટ અને ઇન્ટરિયર ડીઝાઇનર સહિત તમામ સ્ટોલ ધારકોએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. રાજકોટમાં આયોજિત આ સૌ પ્રથમ પ્રોપર્ટી એન્ડ શોકેસ એકસ્પોથી લોકોને પ્રોપર્ટી ખરીદવાથી લઇને તેની બેન્ક લોન, ઇન્ટરીયર ડિઝાઇનિંગ, અન્ય એસેસરીઝ સહિતની અજાણી માહિતી જાણવા મળી હતી.

પરેશભાઇ ગજેરા રાજકોટ બિલ્ડર એસો. પ્રમુખ તથા શૈલીબેન ત્રિવેદી આઇ.આઇ.આઇ.ડી. ચેરપર્સનએ રાજ્યપાલ તથા રાજભવનના અધિકારીઓ, સ્ટાફ, તમામ અધિકારી-પદાધિકારીઓ, પોલીસ કમિશનર તથા પોલીસ અધિકારી, તમામ પોલીસકર્મીઓ, રૂડાના તમામ અધિકારીઓ, જિલ્લા પંચાયતના અધિકારીઓ, તમામ સેવાભાવી સામાજિક, ધાર્મિક સંસ્થાઓ, પ્રિન્ટ મીડીયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશ્યલ મીડિયા અને મીડિયાકર્મીઓ, સ્ટોલ ધારકો, મુલાકાતીઓ, આયોજનમાં સાથ સહકાર આપનાર તમામ એજન્સીઓ અને આશરે 3.60 લાખ મુલાકાતીઓનો એકસ્પોને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Screenshot 2 10 વીઝીટરનો ખુબ સારો પ્રતિસાદ મળ્યો:યોગીરાજસિંહ જાડેજા

પ્રોપર્ટી એક્સપોના એક્ઝિબીટર પ્રદ્યુમન ગ્રુપના યોગીરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે,એક્સપોને છ દિવસ સતત વિઝીટરનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અમને પણ વિઝીટરની ખૂબ સારી ઇન્કવાયરી મળી છે.ગ્રાહકોને એક્સપોથી ખૂબ સારા ફાયદાઓ થયા છે અને તેમનામાં જાગૃતતા આવી છે. ગ્રાહકો તેમની અપેક્ષાના પ્રોજેક્ટ શહેરમાં કયા સ્થળ ઉપર નિર્માણ થઈ રહ્યા છે.તેમજ અમારા ગ્રુપમાં ભુતકાળમાં કેવા પ્રોજેક્ટ બન્યા છે. વર્તમાનમાં અમારો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેનાથી પણ તેઓ ખૂબ અવગત થયા છે. પ્રદ્યુમન રોયલ હાઇટ્સ અને પ્રદ્યુમન એસપાયર પ્રોજેકટથી લોકોને વધુ સારી રીતે માહિતગાર કરવામાં આવ્યા છે.

એક્ઝિબીટર અને વિઝિટર બંનેને એક્સપોથી ખૂબ સારા ફાયદાઓ મળ્યા છે.પ્રથમ પાંચ વર્ષના બાળકથી માંડી 85 વર્ષના વૃદ્ધને પહેલી દૃષ્ટિએ ગમી જાય તેવો પ્રોજેક્ટ લઈને આવ્યું એવન્યુ સ્પેસ બિલ્ડર્સ પ્રોપર્ટી એક્સપોમાં એવન્યુ સ્પેસ બિલ્ડર્સ ગ્રૂપ લકઝરીયસ લિવિંગનો પ્રોજેકટ લઈને આવ્યું હતું. જે અંગે એવન્યુ સ્પેસ ગ્રૂપના જિતભાઈ શાપરિયાએ જણાવ્યું હતું કે, અમે ઝેન ગાર્ડન નામનો પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ. આ પ્રોજેકટમાં નવા 150 ફુટ રિગ રોડ પર આવેલો પ્રોજેકટ છે. આ પ્રોજેકટમાં 51 હજાર સ્કવેર ફૂટમાં અમે એમેનિટીઝ આપી રહ્યા છીએ.

તેમણે કહ્યું હતું કે, 5 વર્ષના બાળકથી માંડીને 85 વર્ષના વૃદ્ધ સૌના માટે અમે એમેનિટીઝ આપી છે. તેમણે કહ્યું હતું કે, અમારો આખો પ્રોજેકટ ફુલ કસ્ટમાઈઝેબલ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જે લોકો ખરા અર્થમાં લકઝરીયસ લિવિંગ ઇચ્છતા હોય તેમના માટે અમારો પ્રોજેક્ટ એકદમ બંધબેસતો છે. અમારા પ્રોજેક્ટમાં અમે જે રીતે 51 હજાર સ્કવેર ફુટ જગ્યામાં એમેનિટીઝ આપી રહ્યા છીએ તેવું રાજકોટમાં ખૂબ ઓછા પ્રોજેક્ટમાં જ જોવા મળે છે.

પ્રથમ પાંચ વર્ષના બાળકથી માંડી 85 વર્ષના વૃદ્ધને પહેલી દૃષ્ટિએ ગમી જાય તેવો પ્રોજેક્ટ લઈને આવ્યું એવન્યુ સ્પેસ બિલ્ડર્સ

Screenshot 13 1

પ્રોપર્ટી એક્સપોમાં એવન્યુ સ્પેસ બિલ્ડર્સ ગ્રૂપ લકઝરીયસ લિવિંગનો પ્રોજેકટ લઈને આવ્યું હતું. જે અંગે એવન્યુ સ્પેસ ગ્રૂપના જિતભાઈ શાપરિયાએ જણાવ્યું હતું કે, અમે ઝેન ગાર્ડન નામનો પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ. આ પ્રોજેકટમાં નવા 150 ફુટ રિગ રોડ પર આવેલો પ્રોજેકટ છે. આ પ્રોજેકટમાં 51 હજાર સ્કવેર ફૂટમાં અમે એમેનિટીઝ આપી રહ્યા છીએ.
તેમણે કહ્યું હતું કે, 5 વર્ષના બાળકથી માંડીને 85 વર્ષના વૃદ્ધ સૌના માટે અમે એમેનિટીઝ આપી છે. તેમણે કહ્યું હતું કે, અમારો આખો પ્રોજેકટ ફુલ કસ્ટમાઈઝેબલ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જે લોકો ખરા અર્થમાં લકઝરીયસ લિવિંગ ઇચ્છતા હોય તેમના માટે અમારો પ્રોજેક્ટ એકદમ બંધબેસતો છે. અમારા પ્રોજેક્ટમાં અમે જે રીતે 51 હજાર સ્કવેર ફુટ જગ્યામાં એમેનિટીઝ આપી રહ્યા છીએ તેવું રાજકોટમાં ખૂબ ઓછા પ્રોજેક્ટમાં જ જોવા મળે છે.

Screenshot 3 5 એફોર્ડેબલ ભાવમાં લેવીશ લિવિંગ આપવા ડાયમંડ ગ્રૂપ સજ્જ

લકઝરીયસ અને લેવિશ લિવિંગ ઝંખતા લોકો માંગે ડાયમંડ ગ્રૂપ 3 બીએચકે અને 4 બીએચકે પ્રોજેકટ લઈને પ્રોપર્ટી એક્સપો ખાતે આવ્યું હતું. જે અંગે ડાયમંડ ગ્રુપના ધનરાજભાઈ પુનાતરએ જણાવ્યું હતું કે, બંને લેવીશ પ્રોજેકટ છે અને બંને પ્રોજેકટ શહેરની અંદર આવેલા પ્રોજેકટ છે. બંને પ્રોજેકટ પર્યાવરણ ફ્રેન્ડલી પ્રોજેકટ છે. તેમણે કહ્યું હતું કે, જીવન જરૂરિયાતની જે સુવિધાઓ છે તે તમામ સુવિધાઓ આપી રહ્યા છે. સોલાર પેનલથી માંડી ઇલેક્ટ્રિક વ્હીકલના ચારજિંગ પોઇન્ટ આપવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેકટમાં એસી જીમ, ડોલ્બી ડિજિટલ સાઉન્ડ સાથેનું થિયેટર, ગેસ ગીઝર, ગુણવત્તાયુક્ત બાંધકામ, પ્રીમિયમ પ્રોડક્ટ્સ સાથેનું અદ્યતન પ્રોજેકટ અમે આપવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે, બંને પ્રોજેકટ શહેરની મધ્યે આવેલા છે અને શહેરમાં જમીનની કિંમત ખૂબ ઓછી હોવા છતાં લોકોને એફોર્ડેબલ પ્રાઈઝમાં સ્વપ્નનું ઘર આપવા જઈ રહ્યા છે.

Screenshot 4 3 ગુણવત્તાયુક્ત અને આર્કિટેક્ટને પહેલી નજરે ગમી જાય તેવી પ્રોડક્ટ્સની સિમ્પોલો સિરામીક પાસે ભરમાર

વિટ્રીફાઇડ ટાઇલ્સ ક્ષેત્રે બહોળી પ્રસિદ્ધિ ધરાવતી સિમ્પોલો સીરામીકના બિઝનેશ ડેવલોપમેન્ટ મેનેજર(ઇન્ડોર) ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, ઘર બનાવવા માટે જેટલા પ્રકારના સીરામીક પ્રોડક્ટની જરૂરિયાત હોય તે તમામ સીરામીક પ્રોડક્ટ્સ સિમ્પોલો સીરામીક પૂર્ણ પાડે છે. જેમ કે, વોલ ટાઇલ્સ, વિટ્રીફાઇડ, કિચન ટાઇલ્સ, સેનેટરીવેર્સ સહિતની તમામ પ્રોડક્ટ્સ અમારી પાસે ઉપલબ્ધ છે. તેમણે વધુમાં સિમ્પોલો સીરામીક વિશે જણાવ્યું હતું કે, અમે વર્ષ 1992થી આ ક્ષેત્રમાં કાર્યરત છે.

2008થી કંપનીએ વિટ્રીફાઈડ પ્રોડક્ટ્સનું નિર્માણ શરૂ કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સિમ્પોલોની તમામ પ્રોડક્ટ્સ ગુણવત્તાયુક્ત હોય છે જેના લીધે આર્કિટેક્ટને પસંદ આવનારી અમારી પ્રોડક્ટ્સ હોય છે.અમારી પાસે જે રેન્જ છે તે કદાચ કોઈ કંપની પાસે નહીં. અમારી પ્રોડક્ટ્સમાં ઇટાલિયન લુક જોવા મળે છે. તેમણે અંતમાં કહ્યું હતું કે, એક્સપો ખાતે અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. લોકોનો સતત ધસારો જોવા મળ્યો છે.

ડેકોરાના ‘વોગ’ અને મોન્ટેકાર્લો જેવી લકઝરી સૌરાષ્ટ્રમાં જોવા નહિ મળે:ચિરાગ પટેલ

Screenshot 11 2

ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડેકોરા ગ્રુપ છેલ્લા 30 વર્ષથી કાર્યરત છે કે જેમાં છેલ્લા 13 વર્ષથી રીયલ એસ્ટેટ ડેવલપમેન્ટ માં કાર્યરત છે અને ખાસ કરીને લકઝરિયસ સેગમેંટમાં ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. વર્તમાનના પ્રોજેકટ વિષે માહિતી આપતા જણાવ્યુ હતુ કે અત્યારે સિટી એરિયામાં ડેકોરા મધુબન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ સિવાય કાલાવડ રોડ પર ખૂબ જ વિશાળ પ્રોજેક્ટ ડેકોરા વર્લ્ડના નામે ચાલી રહ્યો છે કે જેની અંદર એક શહેર જ જાણે નિર્માણ પામનાર છે, તેમાં ડેકોરા વેસ્ટ હિલ, ડેકોરા સ્કાય હીલ અને વોગ નો સમાવેશ થાય છે. તેમજ ગુજરાતના સૌથી મોટા અપાર્ટમેન્ટનો પ્રોજેક્ટ “મોન્ટેકાર્લો” લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. ડેકોરાના ’વોગ’ અને મોન્ટેકાર્લો જેવી લકઝરી સૌરાષ્ટ્રમાં જોવા નહિ મળે. એક્સ્પો વિષે માહિતી આપતા જણાવ્યું કે દરેક દરેક દિવસ લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ રહ્યો કે જેના માટે દરેક  બિલ્ડર્સ ખૂબ જ મહેનત કરી છે.

મધ્યમ વર્ગને પોસાય તેવા ભાવમાં બંગલોઝનો પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે: નિરવ ઉનડકટScreenshot 10 1

સિલ્વર ગ્રુપના નિરવ ઉનડકટે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે અમે છેલ્લા 12 થી 15 વર્ષથી બધા જ ભાઈઓ સિલ્વર ગ્રુપમાં જોડાયેલા છે.અમે લિંબુડીવાડી મેઇન રોડ પર અર્બન લાઇફ સ્ટાઇલ 4 બી એચ કે પ્રોજેકટ કરેલો છે અને 150 ફૂટ રીંગ રોડ પર સિલ્વર હોમ્સ 4 અને 5 બી એચ કે લોન્ચ કર્યો છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે મધ્યમ વર્ગને પોસાય એવા ફલેટના પ્રોજેકટ પર કાર્યરત છીએ. જેમાં ફક્ત ફ્લેટ જ નહી પણ પરવડે તેવા ભાવમાં બંગલો પણ રાજકોટની જનતાને આપીએ છીએ. અમે હમણાં ધ વ્યુ નામે કોમર્શિયલ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે કે જે 150 ફૂટના રીંગ રોડ પર અટલ લેકની સામે 12 માળનું લિલ્ડિંગ છે કે જેમાં શો રૂમ અને ઓફીસનો સમાવેશ થાય છે.વધુમાં તેમણે છઇઅની કામગીરી બિરદાવી હતી અને એવું જણાવ્યું હતું કે આ પ્રકારના એક્સ્પો શહેરનો વિકાસ પણ દર્શાવે છે.

એફોર્ડેબલ ભાવમાં સુવિધાયુક્ત ઘરનું ઘર આપશે રવિ ગ્રૂપ

Screenshot 12

પ્રોપર્ટી એક્સપો ખાતે રવિ ગ્રૂપ રવિ રેજન્સી નામનો પ્રોજેકટ લઈને આવ્યું હતું. જે અંગે રવિ ગ્રુપના નિપેનભાઈ વડાલિયાએ જણાવ્યું હતું કે, અમારો પ્રોજેકટ યુનિવર્સિટી રોડ જેવા સતત ધબકતા વિસ્તારમાં આવેલો છે જે અમારા પ્રોજેક્ટની મુખ્ય ખાસિયત છે.

બે અલગ અલગ બે ટાવર સ્વરૂપે અમે 3 બીએચકે ફ્લેટ આપવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે, અમારો પ્રોજેકટ એફોર્ડેબલ હાઉસિંગ હેઠળ આવતો પ્રોજેકટ છે જેથી લોકોએ ટેક્સ પેટે ફક્ત 1%ની જ ચુકવણી કરવાની રહેશે જેના લીધે ખરીદદારને ખર્ચ ઓછો થશે. તેમણે કહ્યું હતું કે, તેમણે કહ્યું હતું કે, અમે ગુણવત્તાયુક્ત પ્રોજેકટ આપવા માટે પ્રખ્યાત છીએ ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રની પ્રજાને વધુ એક સુવિધાયુક્ત પ્રોજેકટની ભેટ આપવા જઈ રહ્યા છીએ.

ગુજરાતના સૌથી મોટા અને જાજરમાન પ્રોપર્ટી એકસપોનું સમાપન

રાજકોટને ઈન્ફ્રાસ્ટ્રક્ચર થકી વિશ્વકક્ષાનું શહેર બનાવવાની દિશામાં પ્રોપર્ટી એક્સપોનો સિંહફાળો


RBAને લાખ લાખ વંદન, દરેક બિલ્ડરોને મળ્યો ખૂબ જ સારો સહકાર: જીતેશ પારેખ

Screenshot 6 5

ઉત્સવ બિલકોનના જીતેશ પારેખે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે અમે ઉત્સવ કોર્પોરેટ પાર્ક બનાવી રહ્યા છીએ. અમારી પેઢીની શરૂઆત 1991થી 3 માળના નાના બિલ્ડિંગ દ્વારા કરી હતી. જ્યારે વર્તમાનમાં કાલાવડ પર અમારો સૌથી મોટો સાત માળનો કોમર્શિયલ પ્રોજેકટ ચાલી રહ્યો છે. કાલાવડ રોડના હાર્દ કેકેવી ચોકમાં આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જ્યારે અમને ખૂબ જ સારો લોકોનો પ્રતિસાદ મળ્યો. વધુમાં તેમણે RBAની કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે ખૂબ જ સારૂ મેનેજમેન્ટ કર્યું છે દરેક પ્રકારની સવલતો તેમજ તકેદારી લીધી છે. ટીમ વર્ક ખૂબ જ સફળ રહ્યુ તેમજ દરેક બિલ્ડરોને ખૂબ જ સહકાર મળ્યો છે.

“વિંગ્ઝ” એ જર્મન ટેક્નોલોજીના ગ્લાસ વાળું કોમર્શિયલ બિલ્ડીંગ: મનીષ ઘેલાણી

Screenshot 5 7

વિંગ્ઝ ગ્રુપના સેલ્સ મેનેજર મનીષ ઘેલાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે વિંગ્ઝ એ 22 માળનુ કોમર્શિયલ બિલ્ડીંગ પ્રોજેક્ટ છે. કે જેમાં જર્મન ટેક્નોલોજીના ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કે જેમાં સાઉન્ડ પ્રૂફ અને લાઈટ પ્રૂફ છે. જેમ બુર્જ ખલિફા પર લાઈટિંગ સિસ્ટમ છે એ રીતે આ બિલ્ડીંગમાં રાજકોટમાં પહેલી વખત આવા બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે આ બિલ્ડીંગ 150 ફૂટ રીંગ રોડ ફોચ્ર્યુંન હોટલની બાજુમાં આવેલુ છે. અમે અમારો પેહલો કોમર્શિયલ પ્રોજેકટ લોન્ચ કર્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે રાજકોટની જનતા સાથે એક્સ્પોના માધ્યમથી મુલાકાત થઈ તેમજ લોકોનો ખુબ જ પ્રેમ મળ્યો છે.

વેરા કુકીન મોડ્યુલર કિચન અવનવી વેરાયટીથી સજ્જ: કિરન પંચાલ

Screenshot 7 4

વેરા કુકીન મોડ્યુલર કિચન કે જેમાં આધુનીક ટેકનોલોજી સટર ફિનિશ, કોરિયન સટર ફિનિશ, સિરામિક સટર ફિનિશ, પ્રોફાઈલ ગ્લાસ સટર તેમજ  કિચનને લગતી તમામ એશેસરીઝ વસ્તુ ઉપલબ્ધ છે. મોડ્યુકર કિચન કે જેમાં સેમી મોડ્યુલર , ફૂલ મોડ્યુલર બનાવિએ છીએ. અમારા સ્ટોલમા એક ખાસ પ્રકારની કિચન સિંકસ(ગેંડી) છે. તેમજ અનેક પ્રકારની વસ્તુ ચીમની, ગેસ હોબ, ઓવન, માઈક્રોવેવ, કિચન સિંક્સ લેટેસ્ટ વસ્તુ ઉપલબ્ધ છે. અમારા સ્ટોલમા અનેક ગ્રાહકોએ મુલાકાત લીધી કિચનની અવનવી વેરાયટી વિષે જાણ્યું તેમનો પ્રતિસાદ ખૂબ સારો મળ્યો છે. ગ્રાહકોના અપેક્ષા મુજબની કિચન વેરાયટી ઉપલબ્ધ છે.

અમારી  પ્રોડક્ટ  સામાન્ય વર્ગને પરવડે તેવા ભાવમાં ઉપલબ્ધ: હિરેન રાવલ

Screenshot 9 4

કેરોવિટ બાઈ કજારિયા એરિયા સેલ્સ મેનેજર હિરેન રાવલે અબતક સાથે વાતચીત જણાવ્યું કે અમારા સ્ટોલમાં ફોસેટ અને સેનેટરી વેર્સ ની પ્રોડક્ટ કે જેમાં ફીઓના, મેટ્રિક્સ, ક્યુઆના નળ ઉપલબ્ધ છે. તેમજ સિક્ષવે થરમો સ્ટેટિક પ્રોડક્ટ, થ્રી ફંકશન સાવર,ફોર ફંકશન સાવર, ખાસ પ્રોડકટ છે.આ તમામ વસ્તુ 36 દેશમા એક્સપોર્ટ કરીએ છીએ. અમારી પ્રોડક્ટ્સ ગ્રાહકોને પરવડે તેવા બજેટમા મળી રહે છે. અમારાં પ્રોડક્ટ્સ વિશે ઘણાં લોકોને ખ્યાલ ના હોય તેવા લોકો પણ અમારા સ્ટોલમા આવી પ્રોડક્ટ વિશે જાણકારી મેળવી છે.

Screenshot 8 4

રેડિએસન શીલ્ડ ટાઈલ્સ કે જે સિટી સ્કેન, એક્સ રે રૂમમા  વધુ ઉપયોગ: અંકિત નગાડિઆ

પટેલ ઇન્ટરિઅર્સ પ્રાઇવેટ લી. અને જોહનસોન ટાઇલ્સના આસિસ્ટન્ટ મેનેજર અંકિત નગડીઆએ જણાવ્યું કે જોહનસોન ટાઇલ્સ અનેક પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ છે. રેડિએસન શીલ્ડ ટાઇલ્સ બનાવીએ છીએ કે જે સીટી સ્કેન ,એકસ રે રૂમમા લાગે છે. બીજી ટાઇલ્સ એન્ટી સ્ટેટિક ટાઈલ્સ  સરવર રૂમ કે જ્યાં વધૂ પાવરનો ઉપયોગ થતો હોય ત્યાં લગાડાઈ છે. આ બને પ્રોડક્ટ અમારા સ્ટોલની ખાસ પ્રોડક્ટ છે આ સિવાય અન્ય ઘણી ટાઇલ્સ ઉપલબ્ધ છે. અમને અપેક્ષા હતી એથી પણ વધુ લોકોએ અમારા સ્ટોલની મુલાકાત લીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.