Abtak Media Google News

Table of Contents

પ્રોપર્ટી એક્સપો : ઇતિથી અતિ સુધી…

ઘરનું ઘર, સજાવટની વિશાળ રેન્જ અને ધંધા રોજગારને શ્રેષ્ઠ તક આપનાર કોમર્શીયલ પ્રોજેક્ટસની ભરમાર

કોરોનાકાળ બાદ લોકોની જરૂરિયાત બદલાતા રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં જબરજસ્ત તેજી આવી છે. ત્યારે રાજકોટમાં બે વર્ષ બાદ પ્રથમવાર ગુજરાતના સૌથી મોટા પ્રોપર્ટી શોનો દબદબાભેર પ્રારંભ બાદ દરરોજ હજારોની સંખ્યામાં મેદની ઉમટી રહી છે. આયોજકોનો અંદાજ છે કે, કુલ 3.50 લાખ લોકો એક્સપોની મુલાકાત લેશે જે સાચું ઠરે તેવી પૂરેપૂરી શકયતા છે. આ પ્રોપર્ટી શોમાં 150 થી વધુ બિલ્ડીંગ પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત ઈન્ટીરીયર પ્રોડકટના 170 થી વધુ આકર્ષક સ્ટોલ છે. તેમાં દેશ-વિદેશની બ્રાંડો સામેલ છે. ઘરથી માંડીને ઈન્ટીરીયર સજાવટ એક જ સ્થળેથી થાય તેવી તકનું નિર્માણ કરવામાં આવ્યું છે.

એકસ્પોમાં 314 જેટલાં વિશાળ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ઉપરાંત કોન્ફરન્સ-સેમીનાર પણ યોજાનાર છે. 50 જેટલા બીલ્ડરોનાં 150 થી વધુ પ્રોજેકટોનું ડીસ્પ્લે રાખવામાં આવ્યુ છે. જયારે ઈન્ટીરીયર ડીઝાઈનીંગના વધુ સ્ટોલ છે. ડીઝાઈનર ડોમમાં પ્રોપર્ટી ઝોન, રીક્રીએશન ડોમ ઉભા કરવામાં આવ્યા છે.

ઘરનું ઘર લેવા માંગતા લોકોને ઘરની સાથોસાથ ઈન્ટીરીયર પસંદગીની પણ એક જ સ્થળેથી તક મળે તે માટે રાજકોટ બિલ્ડર્સ એસો તથા ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયન ઈન્ટીરીયર ડીઝાઈનર્સ દ્વારા સંયુકત રીતે આ પ્રોપર્ટી એકસ્પો એન્ડ શો કેશનું આયોજન કરવામાં આવ્યું છે.છેલ્લા વર્ષોનાં કોરોનાકાળ પછીનુ રાજકોટનું આ સૌથી મોટુ આયોજન છે.

રેસકોર્ષ મેદાનમાં 50,000 મીટરની વિશાળ જગ્યામાં યોજાનાર આ પ્રોપર્ટી શો સમગ્ર ગુજરાતનો સૌથી મોટો છે. રાજયમાં કયારેય આટલા મોટાપાયે પ્રોપર્ટી શો યોજાયો નથી. છ વિશાળ જર્મન ડોમમાં બીલ્ડરો તથા ઈન્ટીરીયર ડીઝાઈનીંગના વિશાળ સ્ટોલ રાખવામાં આવ્યા છે.અદાણી, લોધા જેવી ટોચની રીયલ એસ્ટેટ કંપનીઓ પણ સામેલ છે.ઉપરાંત ઈન્ટીરીયર ડીઝાઈનની આંતર રાષ્ટ્રીય કંપનીઓ પણ જોવાઈ છે.

રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર છે અને અન્ય જીલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો રાજકોટમાં કાયમી વસવાટ માટે આવતા હોય છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો પ્રોપર્ટી એકસ્પોમાં સામેલ થવાનું સ્પષ્ટ છે.આયોજકોનાં અંદાજ પ્રમાણે છ દિવસ દરમ્યાન સાડા ત્રણ લાખથી વધુ લોકો આવે તેવી શકયતા છે.

પ્રોપર્ટી એક્સપો લોકોના સ્વપ્નનું ઘર બનાવવામાં સહયોગી બનશે: દિલીપભાઈ લાડાણી  

Screenshot 6 10 1

લાડાણી એસોસિયેટ્સના દિલીપભાઈએ જણાવ્યું હતું કે, પ્રોપર્ટી એક્સ્પોમા લોકોનો પણ ખુબ પ્રતિસાદ મળી રહ્યો છે. ઘરના ઘરની ખરીદી, ઘરની સજાવટ માટેનું ઉત્તમ પ્લેટફોર્મ પ્રોપર્ટી એક્સ્પો છે. રાજકોટ બિલ્ડર એસોસિયેશન દ્વારા પ્રોપર્ટી એક્સપોનું ખૂબ જ સુંદર અયોજન કરવામાં આવ્યું છે.ત્યારે લાડાણી ગ્રૂપ ગાર્ડન સીટી, પોડિયમ ગાર્ડન પ્રોજેક્ટ, ટ્વીન ટાવર્સ, ઓરબિટ ગાર્ડન પ્રોજેક્ટ બનાવ્યાં છે. હવે આઇકોનિક બિલ્ડિંગ તરફ જઈ રહિયા છીએ. નાના માણસોને એમના બજેટ મુજબ ઘર મળી રહશે. અમદાવાદ , સુરતની જેમ હવે રાજકોટ પકન રિયલ એસ્ટેટ ક્ષેત્રે આગળ આવશે.

ઘર ખરીદવા માટે પ્રોપર્ટી એક્સપો વન સ્ટોપ સોલ્યુશન: રાજેન્દ્ર સોનવાની

Screenshot 10 6 1

આ એક્સ્પો એક બહુ જ અલગ લેવલ ઉપર થઈ રહ્યું છે જેની નોંધ ગુજરાત લેવલ પર તો થશે જ પણ ઇન્ડિયા લેવલ પરભી થશે. પ્રોપર્ટી એક્સપોને કારણે અનેક લોકોને ફાયદો થશે. આ એક્સપોમા અલગ અલગ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે જેમાં 2 બીએચકે, 3 બીએચકે, 4 બીએચકે ફ્લેટ છે.જેથી ગ્રાહકને અપેક્ષા મુજબ ઘર મળી રહશે. આ એક્સ્પો પ્રોડક્ટ્સ ડોમ છે. કોઈ નું ઘર બનતું હોય ઓફિસ બનતી હોય તે માટે ઇન્ટરિયર પ્રોડક્ટ્સના કે એલિવેસનના સ્ટોલ છે તેમજ ઘર સજાવટની અનેક વસ્તુ અહિયાં ડિસ્પ્લે કરવામાં આવી છે  જ્યારે આર.કે ગ્રુપના પ્રોજેક્ટ વિશે વિશાલભાઈ સોનવાનીએ જણાવ્યું હતું કે, આ વખતે ક્રેડાઈ અને આરબીએ પ્રોપર્ટી એક્સ્પો સુંદર અયોજન કર્યું છે. અહિયાં અનેક સ્ટોલ છે જેમાં અલગ અલગ પ્રોજેક્ટ ડિસ્પ્લે કર્યો છે. આ એક્સપોમાં અમે આરકે હાઈસ્ટ્રીટ પ્રોજેક્ટ રજૂ કર્યો છે. જે 3 અને 4 બીએચકે છે.આ બિલ્ડિંગ શીતલ પાર્ક પાસે આવેલ છે. આ સિવાય  કોમર્સિયલ આરકે ટ્રીટ ટાવર પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. ગ્રાહકોને અપેક્ષા મુજબની ઓફિસ મળી રહશે. આ એક્સ્પોમા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગનો પ્રોજેક્ટ રજૂ કર્યો છે. જે આર કે ઇન્ડસ્ટ્રીયલ લેન્ડ તરિકે ઓળખાય છે .

રાજકોટનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર જેટ ગતિએ આગળ વધી રહ્યું છે: અમીતભાઈ ત્રાંબડિયા

Screenshot 7 9

શ્યામલ ગ્રુપના અમીતભાઈ ત્રામ્બડિયાએ જણાવ્યું હતું કે, પ્રોપર્ટી એક્સપો છેલ્લે 2019મા ત્રીપલ આઇડીની સાથે કર્યો હતો. આ વખતે પણ 340 જેટલાં સ્ટોલ છે. બિલ્ડરોના સ્ટોલ, કારના સ્ટોલ, ઘરની સજાવટના સ્ટોલ છે.જે એક્સપોની વિશેસ્તા છે. આ વખતે એક્સ્પો 6 દિવસનો કરવામાં આવ્યો છે.  દરેક બિલ્ડરોએ ખુબજ મહેનતથી અહિયાં તેમનો પ્રોજેક્ટ રજૂ કર્યો છે. ગ્રાહકોનો પણ સારો રિસ્પોન્સ મળે છે. અમારો 2, 3 અને4 બીએચકે પ્રોજેક્ટ તેમજ કોમર્સિયલ પ્રોજેક્ટ ડિસ્પ્લે કર્યો છે. અહિયાં અનેક બિલ્ડરોના પ્રોજેક્ટ છે જેથી ગ્રાહકોને અપેક્ષા મુજબનુ ઘર મળી રહે. વધુમાં તેઓએ કહ્યું કે,રાજકોટનું રિયલ એસ્ટેટ ક્ષેત્રે જેટ ગતિએ આગળ વધી રહ્યું છે.

રેસિડેન્સીયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ રાજકોટ માટે આશાનું કિરણ સાબિત થશે: મૌલિક ભાલોડિયા

Screenshot 8 9

પ્રોપર્ટી એક્સપોમા ધ આઇકોનિક વર્લ્ડના મૌલિક ભાલોડિયાએ જણાવ્યું હતું કે, ગ્રૂપ દવારા જે પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે તેમાં 2 અને 3 બીએચકે ફલેટ છે. અહિયાં અનેક બિલ્ડરોના સ્ટોલ હોવાથી ગ્રાહકોને તેમના બજેટમા ફ્લેટ મળી રહશે. ઘણાં બધાં લોકો એક્સપોમા આવે છે અને ઘર, કાર અને ઘરની સજાવટ માટેની વસ્તુ બાબતે માહિતી મેળવે છે . જેથી તેમના ઘર માટે કંઈ વસ્તુ સારી લાગશે તે જાણી ગ્રાહકોને પરવડે તેવા ભાવ મા વસ્તુ મળી રહેશે. હાલ જ અમે ધ વન વર્લ્ડ પ્રોજેકટ પુર્ણ કર્યો છે. ત્યા રેસીડેન્સીયલ અને કમર્સીયલ પ્રોજેકટ છે. ગ્રાહકોનો  ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે.

એફોર્ડેબલ ભાવમાં મધ્યમ વર્ગને થ્રી બીએચકે ફ્લેટ સ્વરૂપે લકઝરીયસ લિવિંગ આપવા અક્ષર ગ્રૂપ સજ્જ

Screenshot 9 7 1

અક્ષર ગ્રૂપ અલગ અલગ બે પ્રોજેકટ લઈને પ્રોપર્ટી એક્સપો ખાતે આવ્યું છે. જેમાં 2 બીએચકે અને 3 બીએચકે પ્રોજેકટનો સમાવેશ થાય છે. આ અંગે અક્ષર ગ્રુપના જીતેશભાઈ શીંગાળાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ અમે બે પ્રોજેકટ રજૂ કરી રહ્યા છીએ. જેમાં સેફરોન 1 અને અક્ષર હાઈટનો સમાવેશ થાય છે. 2 બીએચકે પ્રોજેકટ રેડી ટૂ મુવ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે અક્ષર વાટીકા નામની આખી ટાઉનશીપ ઉભી કરી છે જેમાં 3 બીએચકે ફ્લેટ અક્ષર હાઇટ્સના નામે આકાર પામી રહ્યું છે. લોકોને ઍફોર્ડેબલ ભાવમાં 3 બીએચકે અને લકઝરીયસ લિવિંગ મળે તે હેતુથી નાના મૌવા વિસ્તારમાં આ પ્રોજેકટ આકાર લઈ રહ્યો છે. આ પ્રોજેકટ લોકોની તમામ જરૂરિયાતનું બારીકાઈપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નાના વર્ગને પ્રીમિયમ ક્વોલિટી આપી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે, નાના મૌવા વિસ્તારના ભાવની સરખામણીમાં ખૂબ જ વ્યાજબી ભાવે અમે લોકોને 3 બીએચકે ફ્લેટ આપવા જઈ રહ્યા છીએ.

એફોર્ડેબલની સાથે એમેનિટીઝનો નવો કોન્સેપ્ટ લઈને આવી રહ્યું છે સોપાન ગ્રૂપ

Screenshot 12 4 1

સોપાન ગ્રૂપ હાલ સૌરાષ્ટ્રની પ્રજાને 20 જેટલી એમેનિટીઝ સાથે લકઝરીયસ લિવિંગ આપવા જઈ રહ્યું છે. જે અંગે સોપાન ગ્રુપના નિશિતભાઈ અજુડિયાએ જણાવ્યું હતું કે, 2 અને 3 બીએચકે ફ્લેટસમાં કલબ હાઉસ, ગાર્ડન, જીમ, ગેમ ઝોન, થિયેટર, સ્વિમિંગ પુલ, કેફેટેરિયા સહિતની 20 જેટલી એમેનિટીઝ છે. 2 બીએચકે પ્રોજેકટમાં એલોટેડ કાર પાર્કિંગ રાજકોટ ખાતે ખૂબ જ દુર્લભ છે જે અમે આપવા જઈ રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે 1 લાખ સ્કવેર ફુટનો બેઝમેન્ટ આપવા જઈ રહ્યા છીએ. બેઝમેન્ટ બનાવવા માટે અમે ક્ધસ્ટ્રક્શન સ્ટ્રેટરજી એ પ્રકારની કોઈ પણ કુદરતી આફતમાં બેઝમેન્ટ કોઈ પણ પ્રકારની નુકસાની ન આવે તેવી રીતે બેઝમેન્ટ બનાવવામાં આવ્યું છે. ઉપરાંત અમે આઈએસઆઈ પ્રમાણિત જ બિલ્ડીંગ મટીરીયલનો ઉપયોગ કરીએ છીએ. તેમણે કહ્યું હતું કે, કાર પાર્કિંગની સાથે ફ્લેટ દીઠ 3 સ્કુટરના પાર્કિંગ આપવામાં આવ્યા છે. વાસ્તુનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવ્યું છે અને સાથે વેન્ટીલેશનનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમારા લગભગ તમામ પ્રોજેકટમાં પૂરેપૂરી લોન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

સામાન્ય માણસને પોષાય અને મૂડીનું પૂરેપૂરું વળતર મળે તેવા ભાવમાં રેસિડેન્સીયલ અને કોમર્શિયલ પ્રોજેકટ લઈને આવ્યું એનડીકે બિલ્ડકોન ગ્રૂપ

Screenshot 13 4 1

રેસિડેન્સીયલ અને કોમર્શિયલ એમ બંને પ્રોજેકટ લઈને આવેલા એનડીકે બિલ્ડકોન ગ્રૂપના સેલ્સ એક્ઝિક્યુટિવ ધ્રુમિલભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, બધાનું સ્વપ્ન હોય છે કે, ’ઘરનું ઘર’. અમે આ સ્વપ્ન વ્યાજબી ભાવમાં પૂર્ણ થાય તેવા ઉદ્દેશ્ય સાથે બે રેસિડેન્સીયલ પ્રોજેકટ લઈને આવ્યા છીએ. પ્રથમ પ્રોજેકટ મવડી વિસ્તારમાં ઓજસ ઔરાના નામે 2 બીએચકે ફ્લેટસ છે. બીજો હાઈસ્પીડ નામનો પ્રોજેકટ કણકોટ રોડ પર આવેલો છે. ત્રીજો પ્રોજેકટ નાણાવટી ચોક પાસે 9 એવન્યુ આવેલો છે. તેમણે કહ્યું હતું કે, 2 બીએચકે ફ્લેટ રૂ. 25 લાખની આસપાસ અને 3 બીએચકે ફ્લેટ રૂ. 35 લાખની આસપાસ અમે આપી રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ધંધા રોજગાર માટે શ્રેષ્ઠ તક આપતું અમારું લેવલ 6 પ્રોજેકટ પણ ચાલી રહ્યો છે. જે 150 ફુટ રિંગ રોડ પર ઇમપિરિયલ હાઇટ્સની સામે આવેલો છે. સામાન્ય માનવીને પોષાય અને મૂડીનું પૂરેપૂરું વળતર મળે તેવા ભાવમાં અમે શોરૂમ-દુકાન-ઓફીસ આપી રહ્યા છીએ. ઉપરાંત તેમણે કહ્યું હતું કે, લોકોની તમામ જરૂરિયાતને પૂર્ણ કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. બાંધકામમાં આયુષ્ય સારું રહે તેવા ઉદ્દેશ્યથી અમે બાંધકામ કરીએ છીએ. સીસીટીવી, બેંકવેટ હોલ સહિતની એમેનિટીઝ ફ્લેટમાં આપવામાં આવી રહી છે. તેમણે લેવલ 6 કોમર્શિયલ ફ્લેટ વિશે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેકટમાં ડબલ બેઝમેન્ટ પાર્કિંગ, લિફ્ટ, પૂરતી જગ્યા સહિતની બાબતોનું ધ્યાન રાખીને કોમર્શિયલ પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે.

દરેક ઇન્ડસ્ટ્રીને એક છત નીચે લાવવાના ઉદ્દેશ્ય સાથે આકાર પામી રહ્યું છે સ્કાય મોલ

Screenshot 14 3 1

રાજકોટ ખાતે કંઈક નવા પ્રકારનો મોલનો ક્ધસેપ્ટ લઈને આવી રહ્યું છે સ્કાય ગ્રૂપ ઓફ બિલ્ડર્સ. આ મોલ અંગે સ્કાય ગ્રૂપ ઓફ બિલ્ડર્સના ડાયરેકટર નિતિનભાઈ બાવરીયાએ જણાવ્યું હતું કે, અમારો સ્કાય મોલ પ્રોજેકટનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મોલ કક્ષાનું છે. આ મોલ ક્ધઝ્યુમર પ્રોડક્ટનો મોલ નથી પરંતુ આ મોલ ઇન્ડસ્ટ્રીલ મોલ છે. એક છત નીચે દરેક ઇન્ડસ્ટ્રીને લઈ આવવાના ઉદ્દેશ્ય સાથે અમે આ પ્રોજેકટનું નિર્માણ કરી રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ મોલમાં 210 યુનિટ છે જેમાં 180 સ્કવેર ફુટથી માંડી 3500 સ્કવેર ફુટ સુધીની તક છે. આ મોલ થકી નાનામાં નાના ઉદ્યોગ સાહસિક  અને મોટા બિઝનેસમેન એમ બંને વર્ગને પોતાની પ્રોડક્ટ લોન્ચ કરવાની તક મળી રહેશે. તેમણે જણાવ્યું હતું કે, 4200 વાર જેવડી વિશાળ જગ્યામાં સ્કાય મોલ પ્રોજેકટ આકાર પામી રહ્યો છે જેથી ઉદ્યોગ સાહસિકો તાત્કાલિક આ પ્રોજેકટનો લાભ લ્યે તેવી અપીલ સ્કાય ગ્રૂપ દ્વારા કરવામાં આવી છે.

મધ્યમ વર્ગના બજેટમાં જિમ, ગાર્ડન, જોગિંગ એરિયા, એલોટેડ પાર્કિંગ અને સોલાર પેનલની સુવિધા સાથેનું ઘરનું ઘર આપવા અખિલમ ગ્રૂપ તત્પર

Screenshot 11 6 1

રાજકોટનો મોરબી રોડ વિસ્તાર ખૂબ ઝડપથી વિકાસ પામી રહ્યો છે ત્યારે મોરબી રોડ પર અનેક પ્રોજેક્ટની  સફળતા બાદ હવે અખિલમ ગ્રૂપ વધુ એક પ્રોજેકટ લોન્ચ કરી રહ્યું છે. જે અંગે અખિલમ ગ્રુપના કૌશિકભાઈ વસોયાએ જણાવ્યું હતું કે, હાલ અમે મોરબી રોડ પર શાલિગ્રામ હાઇટ્સના નામથી અમારો 11મો પ્રોજેકટ લઈને આવી રહ્યા છીએ. શાલિગ્રામ હાઇટ્સમાં નીચે કોમર્શિયલ અને ઉપર 2 બીએચકે અને 3 બીએચકેના બે ટાવર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે 2 બીએચકે ફ્લેટમાં પણ એલોટેડ કાર પાર્કિંગ અને સોલાર પેનલ આપી રહ્યા છીએ જે મોરબી રોડ પર ક્યાંય જોવા મળતું નથી. એ ઉપરાંત જિમ, ગાર્ડન, ચિલ્ડ્રન ગાર્ડ, જોગિંગ એરિયા પણ આપવામાં આવનાર છે. તેમણે કહ્યું હતું કે, સામાન્ય અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને અમે 2 બીએચકે ફ્લેટસનું નિર્માણ કરી રહ્યા છીએ તેમાં પણ બે ભાગ કરવામાં આવ્યા છે જેના લીધે એકદમ સામાન્ય લોકો પણ પોતાનું ઘરનું ઘર મેળવી શકશે. તેમણે અંતમાં કહ્યું હતું કે, ગામડાઓથી શહેરમાં આવતા લોકો એકવાર પ્રોજેકટની મુલાકાત લેશે તો તેમને 100% અમારો પ્રોજેકટ ગમશે.

ફોરેન કલ્ચર એલિવેશન સાથે આકર્ષક શોરૂમ અને શોપ્સ આપશે બોમ્બે સુપર ગ્રૂપ

Screenshot 15 3 1

સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં ધંધા અને રોજગાર માટે અમૂલ્ય તકો સાંપડી છે જેને ધ્યાનમાં રાખીને અનેક કોમર્શિયલ પ્રોજેકટસ આકાર પામી રહ્યા છે. ત્યારે બોમ્બે સુપર ગ્રૂપ શહેરના અલગ અલગ વિસ્તારમાં કુલ બે કોમર્શિયલ પ્રોજેકટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. જે અંગે બોમ્બે સુપર ગ્રુપના દ્રષ્ટિબેન ઉનડકટએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા ઘણા વર્ષોથી બાંધકામ ક્ષેત્રે કાર્યરત છીએ. અમે કુવાડવા રોડ પર બોમ્બે સુપર 2 નામે ફોરેન કલચર પ્રકારનું એલિવેશન વિકસાવી રહ્યા છીએ. જેમાં મલ્ટી પર્પસ એમેનિટીઝ આપવામાં આવી છે. આ પ્રોજેકટમાં, ડબલ બેઝમેન્ટ પાર્કિંગ મલ્ટીપ્લેક્ષ, કોસ્મોપ્લેક્ષ, ક્રોમા, ફૂડ ઝોન, ગેમ ઝોન, અલગ અલગ બ્રાન્ડેડ શો રૂમ, જવેલરી શો રૂમ સાથે આવી રહ્યા છીએ. દરેક વર્ગને તેમના બજેટમાં અમે અલગ અલગ કાર્પેટ એરિયા સાથે શો રૂમ આપવા જઈ રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, યાજ્ઞિક રોડ પર અમારો બીજો પ્રોજેકટ આકાર પામી રહ્યો છે. યાજ્ઞિક રોડ પર ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટી છે ત્યારે અમે કોર્પોરેટ હાઉસમાં 20 હજાર સ્કવેર ફૂટનું બેઝમેન્ટ પાર્કિંગ તેમજ પહેલા માળે વ્હીકલ લિફ્ટ સાથે સ્કૂટર પાર્કિંગ આપી રહ્યા છીએ.

અમારી પ્રોડક્ટ્સ લીકેજનું મૂળ શોધી કાઢે છે: અતુલભાઈ દોશી

Screenshot 16 3

પ્રોપર્ટી એન્ડ શોકેસ એક્સપોના એક્ઝીબીટર અતુલભાઈ દોશીએ જણાવ્યું કે, અમારી પ્રોડક્ટ બાયર ચોઈસ હોમ ઇન્સ્પેક્શન રેસીડેન્સીમાં જે જગ્યાએ લીકેજ થતું હોય તેના મૂળને શોધી કાઢે છે. સૌરાષ્ટ્રની સૌપ્રથમ એકમાત્ર ડીલરશીપ અમોએ લીધેલી છે ગ્રાહકોનો પણ ખૂબ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે આ એક રીતે અમારી અને ગ્રાહક વચ્ચેનો સેતુ બની કાર્ય કરી રહ્યું છે ચોથા દિવસે પણ ગ્રાહકોનો જબ્બર પ્રતિસાદ મળ્યો છે. ઘરમાં લીકેજનું લોકેશન મળી જતા જ લોકોની સમસ્યાનો અંત આવે છે. બાયર ચોઈસ હોમી ઇન્સ્પેક્શન લીકેજની સમસ્યામાં રાહતનું સમાધાન લાવી છે.

ઉપરાંત ગ્રાઉન્ડ અને પહેલા માળે શો રૂમ અને દુકાનો તેમજ ઉપરના તમામ માળે ઓફીસનું નિર્માણ કરાઈ રહ્યું છે. તેમણે ઇન્ટિરિયર વિશે જણાવતા કહ્યું હતું કે, અમારું ગ્રૂપ હંમેશાથી બેસ્ટ ઇન્ટિરિયર આપવા માટે પ્રખ્યાત છે. અમારા પ્રોજેકટમાં 6 લિફ્ટ અને 3 સીડી એરિયા આપવામાં આવી રહ્યો છે.

રાજયના સૌથી મોટા પ્રોપર્ટી એક્સ્પોને બહોળો પ્રતિસાદ: સૌરાષ્ટ્રભરમાંથી મેદની ઉમટી

વોલસીલિંગ તથા વોલપેનેલીનિંગમાં ‘પરે ઇઝી ટુ ઇન્સ્ટોલ’ છે: ભદ્રેશભાઈ શેઠ

Screenshot 18 3

પ્રોપર્ટી એક્સપોના એક્ઝિબિટર ભદ્રેશભાઈ શેઠે જણાવ્યું કે ઇન્ડિયાની સૌપ્રથમ વોલસીલિંગ તથા વોલપેનેલીનિંગની મુંબઇની કંપની પરેના અમે ડિસ્ટ્રીબ્યુટર છીએ. પરેની વોલસીલિંગ તથા વોલપેનેલીનિંગને લોકો સરળતાથી સ્થાપિત કરી શકે છે.ઘણા લોકોએ આ વસ્તુનો પ્રમથ વખત અનુભવ કર્યો છે.લોકોને ખૂબ સારી અમારા દ્વારા પ્રોડકટ વિશે અવગત કરવામાં આવે છે.મેન્ટેનન્સની પણ ગ્રાહકને ચિંતા રહેશે નહીં. લોકોને પરેની પ્રોડકસ ખૂબ પસંદ પડી રહી છે.

Screenshot 22 2 કોપર ગ્રીન અને કોપર લક્ઝરીયા પ્રાઇવેસીનો કોન્સેપટ લઈને આવ્યું છે:અતુલભાઈ વેકરિયા

પ્રોપર્ટી એક્સપોના એક્ઝિબિટર કોપર ગ્રુપના અતુલભાઇ વેકરીયા એ જણાવ્યું કે, કોપર ગ્રુપે ભૂતકાળમાં પણ મીડસેગમેન્ટમાં અધ્યતન અને લક્ઝરીયસ ફ્લેટના પ્રોજેક્ટની લોકોને ભેટ કરી છે.અમારા ઓન ગોઇંગ પ્રોજેક્ટમાં કોપર ગ્રીન તથા કોપર લક્ઝરીયા પ્રથમવાર ગ્રાહકો માટે પ્રાઇવસીનો કોન્સેપ્ટ લઈને આવ્યું છે.લોકોને આજકાલ પ્રાઇવેસી ખૂબ જરૂરિ બની છે.ત્યારે પ્રાઈવેસીને ધ્યાનમાં રાખીને જ આ કોન્સેપ અમારા બંને પ્રોજેક્ટમાં રાખવામાં આવ્યો છે.મિડસેગમેન્ટમાં લક્ઝરીયસ અને લોકોના બજેટમાં ફ્લેટ બનાવી આપવાની અમારી હંમેશા તૈયારીઓ રહે છે.અમારા બંને પ્રોજેક્ટને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે

Screenshot 23 2 એક વર્ષમાં આવતી 1000 ઇન્કવાઇરીઝ એકસ્પોમાં  3 દીવસમાં જ મળી: તેજસ રાવલ (તેજ ગ્લાસ સોલ્યુશન)

તેજ ગ્લાસ સોલ્યુશન પ્રા. લીના તેજસ રાવલે જણાવ્યું હતું કે અમે છેલ્લા 11 વર્ષથી ગોંડલ રોડ ખાતે આ ફર્મ ચલાવી રહ્યા છીએ. એ સિવાય 46 વર્ષથી બીજી એક ફર્મ ચલાવીએ છીએ ત્યારે ગ્લાસ ઇન્ડસ્ટ્રીમાં સૌથી જૂનું નામ તમારું બોલાય છે અને આખા ગૂજરાતમાં લોકોને પ્રોડક્ટ્સ પૂરી પાડીએ છીએ. ખાસ હવે લોકો વધુ ડેકોરેટિવ થયા  છે ત્યારે લોકોને એન્ટીક ગ્લાસ, મીરર, ફ્રૂટ ગ્લાસ, મારબલ ફિનિશ ગ્લાસ વગેરેમાં નવી વેરાયટી એક્સ્પોમાં લોન્ચ કરી છે. જેનો ઉપયોગ વોર્ડ રોબ, કિચન અને બેક ડ્રોપ માં થાય છે . આ સિવાય ઓપનેબલ અને સ્લાઇડ સિસ્ટમના પણ ગ્લાસ ખાસ હોય છે. એટલું જ વિવિધ વેરાયટીમાં ડેકોરેશનના હેતુથી બનાવવામાં આવ્યા હોય છે. એકસપોમાં ખાસ સ્ટેઇન ગ્લાસનું ડોમ બનાવ્યું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે એકસપો થી અમને  એટલો ફાયદો થયો છે કે એક વર્ષમાં આવતી 1000 ઇન્કવાઇરીઝ અહીંયા હજુ 3 દીવસમાં જ મળી છે. એક્સ્પોમાં અમે એલ ઈ ડી મીરર પણ લોન્ચ કર્યા છે.

Screenshot 24 1 અમે હૈદરાબાદ એરપોર્ટ રેલીંગ પ્રોજેકટ એક જ અઠવાડીયામાં પૂર્ણ કરેલ: દર્શન પાંભર (મેટાલિક આર્કીમેટ્રીકસ પ્રા.લી)

મેટાલિક આર્કીમેટ્રીકસ પ્રા. લી ના દર્શન પાંભરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી  ફર્મ રાજકોટના ભક્તિનગર ખાતે આવેલી છે અને ખાસ કરીને એસ એસ અને એલ્યુમિનિયમ રેલિંગમાં કાર્ય કરીએ છીએ. આમરી કંપની સરકારી પ્રોજેકટ, રેસીડેન્સી અને બિલ્ડિંગમાં રીલિંગ તેમજ ફિટિંગ સર્વીસ પૂરી પાડે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમને એક્સ્પોમાં ફક્ત રાજકોટ જ નહીં જૂનાગઢ, જેતપુર, કેશોદ, ગીર સૌરાષ્ટ્રભર માંથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો . છે. અમે  સ્ટેરકેસ તેમજ બાલ્કનીમાં લાગતી રેલીંગમાં કામ કરીએ છીએ. ઘર બનાવટમાં રેલીંગનું કાર્ય સૌથી છેવટમાં આવતું હોય છે ત્યારે અમે ગ્રાહકોને ઝડપી અને સારી સુવિધા આપીએ છીએ. જો સરકારી પ્રોજેકટની વાત કરવામાં આવે તો અમે હૈદરાબાદ એરપોર્ટ પર એક જ અઠવાડીયામાં પ્રોજેકટ ફીટીંગ સાથે પૂરો કર્યો છે. એ જ રીતે ગ્રાહકની જરૂરીયાત મુજબ સેવા આપીએ છીએ

Screenshot 25 1 “ઘર સજાવવું એટલે ફક્ત શ્રીનાથજી” : યશ બુદ્ધદેવ (શ્રીનાથજી મેટ્રેસિઝ)

શ્રીનાથજી મેટ્રેસિઝના યશ બુદ્ધદેવ સાથેની વાતચીતના જણાવ્યું હતું કે અત્યારની જનરેશન ટેકનોલોજી બેઝ થઈ ગઈ છે પેલા ફક્ત સાદા રૂના ગાદલાનો વપરાશ થતો હતો જે સુવિધાજનક તેટલું નહોતું જેને કારણે  બેક પેઇનની સમસ્યાઓ પણ સર્જાતી હતી પરંતુ હવે ટેકનોલોજીના વપરાશથી મેટ્રેસ બનાવવામા આવી રહ્યું છે કે જે ઓર્થોપેડીક દ્વારા પણ સૂચવાય છે એટલે કે આ  મેટ્રેસિઝ આરામદાયક સવલત અને હેલ્થ કેર બંને પૂરું પડે છે.એટલું જ નહી અમારી પાસે વિવધ  પ્રકારના પડદા જેવા કે ફેબ્રિક, જ્યુટ અને ફેન્સી વગેરેની પણ વિશાળ શ્રેણી ગ્રાહકોને જોવા મળશે. તેમજ સબ્યસાચી જેવી બ્રાન્ડના પણ મટીરીયલ માં મળશે વધુંમાં તેમણે જણાવ્યુ હતુ કે ઘર સજાવવું એટલે ફક્ત શ્રીનાથજી. રાજકોટ અત્યારે ખૂબ જ વિકાસ પામી રહ્યું છે ત્યારે એક્સ્પો તેમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહયો છે અને રાજકોટની જનતાનો અમને અવિરત પ્રતિસાદ ખૂબ જ સુંદર મળી રહ્યો છે.

Screenshot 26 1 પીવીડી હાઉસ ઘર વપરાશ અને સજાવટની વસ્તુઓને લોંગ લિસ્ટિંગ પીવીડી કોટિંગ કરે છે:ભૌતિક પટેલ

પ્રોપર્ટી એક્સપોના એક્ઝિબીટર પીવીડી હાઉસના ભૌતિકભાઈ પટેલે જણાવ્યું કે, ઘર વપરાશ ની તથા સજાવટ ની વસ્તુ પર લોંગ લાસ્ટિંગ પીવીડી કોટિંગ પીવીટી હાઉસ કરી આપે છે લાઈફ ટાઈમ તે વસ્તુ પર વેધરની ઈફેક્ટ થતી નથી.લોકોને લાઈફ ટાઈમ કોટિંગ ની સર્વિસ પૂરી પાડવા માટે પીવીડી હાઉસ સજ્જ છે. હાર્ડવેર,કિચન વેર, વોચ વેર, ઇમિટેશન જ્વેલરી આ બધી આઈટમમાં પીવિડી કોટિંગ કરવામાં આવતું હોય છે. પીવીડી કોટિંગ વેક્યુમ પ્રોસેસ છે અમારી પ્રોડક્ટમાં 9 કલરના કોટિંગનો વિકલ્પ ગ્રહકોને આપવામાં આવે છે.

સીટી ગ્રુપ મધ્યમ વર્ગના બજેટમાં ફેલ્ટ આપે છે:રૂમિત કકડ

Screenshot 21 3

પ્રોપર્ટી એક્સપોર્ન એક્ઝિબ્યુટર સીટી ગ્રુપના રૂમિત કક્કો એ જણાવ્યું કે સીટી ગ્રુપ છેલ્લા ઘણા સમયથી અપર મીડલ ક્લાસ અને મિડલ ક્લાસ વર્ગના લોકોને તેમના બજેટમાં ફ્લેટ બનાવી આપવાના પ્રોજેક્ટ તૈયાર કરે છે.

લોકોને શ્રેષ્ઠ ફેસીલીટી પૂરી પાડવામાં આવે છે.સાથોસાથ બેસ્ટ ઇમિનિટી પણ દરેક પ્રોજેક્ટમાં ગ્રાહકોને આપવામાં આવે છે. શહેરના સારા એરિયામાં લોકોને ઓછા બજેટમાં 2 BHK અને 3 BHK ના પ્રોજેક્ટની ભેટ સીટી ગ્રુપ આપે છે.

RBA તથા IIID બંને એસોસિએશનને અભિનંદન પાઠવું છું:મોહનભાઈ કૂંડારીયા

Screenshot 29

લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું કે, રાજકોટની RBA તથા IIID બંને સંસ્થાઓને લાખ લાખ અભિનંદન પાઠવું છું લોકોને એક જ છત નીચે ખૂબ સારા વિકલ્પો મળી રહે એવા હેતુથી જ્યારે એક્સપોનું આયોજન કર્યું છે.ત્યારે આ લોક જાગૃતિના કાર્યને હું બિરદાવું છું. એક્ઝિબીટર પણ એક્સપોમાં ખુશખુશાલ જોવા મળ્યા છે. એક્સપોથી ઘણા ઉદ્યોગોને તથા બિલ્ડરને વેગ મળી રહ્યો છે સાચોસાથ લોકોને એક જ છતની નીચે ઘર લેવાથી માંડી સજાવા સુધીના ઘણા વિકલ્પો મળી રહ્યા છે.

Screenshot 27 ફક્ત પ્રોડક્ટ્સની વાઈડ રેન્જ જ નહી, સર્વિસ અને ગુણવત્તા પણ ગ્રાહકોને આપીએ છીએ: નિરલ કાનપરા (ઝેન ડેકોર)

ઝેન ડેકોરના નિરલ કાનપરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હુ અમે આ વ્યવસાયમાં છેલ્લા 25 વર્ષથી પેઢી દર પેઢી જોડાયેલા છીએ. અમે વોલ પેપર, મેટરસ, કર્ટન, ફ્લોરિંગ , સિલીંગ , સોફા ફેબ્રિક  વગેરે જેવા ડેકોરેટિવ વેરાયટીઝ એક જ છત નીચે ગ્રાહકોને આપીએ છીએ.આ બધી જ ડેકોરેટિવ આઈટમ વાઈડ રેંજ અમારે ત્યાં ઉપલબ્ધ છે. વધુમાં તેમણે જણાવ્યુ કે એક્સ્પો દર બે વર્ષે યોજાતો હોય છે પણ આ વર્ષે લાંબા સમય બાદ તેનું આયોજન થયું છે ત્યારે ગ્રાહકોને એક્સપો માંથી ઇન્ટિરિયર તેમજ એક્સટીરીયરની દરેક વસ્તુઓ અહીંયાથી મળી રહેશે લોકોને શહેરમાં દરેક શો રૂમ વિશે ખ્યાલ હોતો નથી જેનું મુખ્ય કારણ રાજકોટનો વિસ્તાર થઈ રહ્યો છે પરંતુ અહીંયા આવી ને તેઓ વિવિઘ સ્ટોલની મુલાકાત દ્વારા જાણી શકે છે. વધુમાં તેમણે ઝેન ડેકોર વિષે જણાવ્યું હતું કે આજની જનરેશન ઇન્ટિરિયર પ્રત્યે વધુ સભાન થઈ છે ફક્ત એક રૂમના ડેકોરેશન માટે પણ ઇન્ટિરિયર શોરૂમમાં જવાનું પસંદ કરે છે એટલું જ નહીં અમે ગ્રાહકોને ફક્ત પ્રોડક્ટ્સની સર્વિસ અને ગુણવત્તા પણ આપીએ છીએ.

એક્સપોમાં પ્રગતિ લાઇટ્સએ લાઇટિંગમાં ન્યૂનતમ અને વિશાળ રેન્જ ડિસ્પ્લે કરી છે:બિમલભાઈ કોટેચા

Screenshot 19 3

પ્રોપર્ટી એક્સપોના એક્ઝિબિટર વિમલભાઈ કોટેચા એ જણાવ્યું કે પ્રગતિ લાઈટસએ એક્સપોમાં લાઇટિંગની ન્યૂનતમ અને વિશાળ રેન્જ ડિસ્પ્લે કરી છે.પ્રગતિ લાઇટ્સ એલીડી સ્ટ્રીપ્સમાં ડોટલેસ એલઇડી સ્ટ્રીપ લઈને આવી છે. કોડ વાઇર પર ટ્રેક લાઈટ ફીટીંગ લઈને આવ્યા છીએ. તદુપરાંત ઘણી બધી વેરાઈટીઓ એક તો માં ડિસ્પ્લે કરવામાં આવી છે સાથોસાત ગ્રાહકોને અમારી દરેક આઈટમ થી ખૂબ સારી રીતે અવગત પણ કરવામાં આવી રહ્યા છે ગ્રાહકોનો પ્રગતિ લાઈટને જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે.

એક્સપોમાં કિરણ ઇલેક્ટ્રોનિકસે લોકોને નવી ટેકનોલોજીથી અવગત કર્યા: કમલભાઈ મહેતા

Screenshot 20 3

પ્રોપર્ટી એન્ડ શોકેસના એકસીબીટર કિરણ ઇલેક્ટ્રોનિકના કમલભાઈ મહેતાએ જણાવ્યું કે, રાજકોટમાં કિરણ ઇલેક્ટ્રોનિક્સથી ગ્રાહક પરિચિત છે. પરંતુ એક્સપોમાં જ્યારે વધુ એક્સપોઝર લોકોને મળે અને નવી ટેકનોલોજીથી લોકોને અવગત કરવાના હેતુથી એક્ઝિબ્યુટર તરીકે એન્ટ્રી કરી છે. અમે અહીં અમારા ઇલેક્ટ્રોનિકસની તમામ અત્યાધુનિક

Screenshot 28 છેલ્લા 10 વર્ષથી ઝીરો કમ્પ્લેન સાથે ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે :કેતન ત્રિવેદી (ચેર ઝોન)

ચેર ઝોનના કેતન ત્રિવેદી અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી પેઢી રાજકોટ સ્થિત 40 વર્ષ જૂની છે. એક્સ્પો માં અમે પહેલી વખત ભાગ લીધો છે ,જેના ઘણા બધા ફાયદા અમને મળ્યા છે અને ધારણાથી પણ વધુ ઓર્ડર એકપો દ્વારા મળ્યા છે અમારી કંપની દરેક પ્રકારની ચેર બનાવે છે જેમાં કમ્પ્યુટર ચેર, ડાયરેક્ટર ચેર, એક્ઝિક્યુટીવ ચેર વગેરે પ્રકારની ચેરનું મેન્યુફેકચરિંગ કરીએ છીએ. જેમાં ખાસ કરીને લેધર મટીરીયલ વાપરવામાં આવે છે. ચેરમાં સ્પેરપાર્ટ માં ખૂબ જ ફરિયાદો આવતી હોય છે પરંતુ અમે તેમાં બ્રાન્ડેડ કંપનીના એસેસરિઝ વાપરીએ છીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારે છેલ્લા 10 વર્ષથી એક પણ પ્રકારની ફરિયાદ આવી નથી એટલે કે અમે ઝીરો  કમ્પ્લેન સાથે ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે. છતાં પણ કોઈ સમસ્યા સર્જાય તો 24 કલાક માં અમે ત્વરીત નિવારણ આપીએ છીએ.અને શ્રેષ્ઠ આઈટમનું ડિસ્પ્લે કર્યું છે જેમાં ઓલેંડ ટીવીથી માંડી આઈટીની ટેકનોલોજી વાળી તમામ આઈટમ્સથી લોકોને અવગત કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.