Abtak Media Google News

અષાઢી બીજની ઉજવણીના ભાગરૂપે

જગન્નાથ રથયાત્રા સમિતી દ્વારા અષાઢી બીજને શનિવાર સવારે ૬ વાગ્યાથી શંખનાદ સાથે શાસ્ત્રોકત વિધિ મહાઆરતી બાદ ૮ વાગ્યે જગન્નાથયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે.સવારના ૭.૩૦ વાગ્યાથી અખાળાના દાવપેચ રાસની રમઝટ શરૂ થશે તથશ દરેક મુખ્ય રથની અભેદ સુરક્ષા માટે સીધી માર્ગદર્શન વ્યવસ્થા પોલીસ કમિશ્નર રાજકોટ અનુપમસિંહ ગેહલોત દ્વારા કરવામાંવો.

ભકતો માટે ૫૦૦ કિગ્રા મગ તથા ૧૫૦ કિગ્રા ચણાની વ્યવસ્થા કરાશે., ભાવિ ભકતોના દર્શનાર્થે મુખ્ય ચોકોમાં રાજસ્થાની અખાળાનાં ચુનંદા દાવપેચ યોજવામાં આવશે. આ રથયાત્રામાં ભગવાનના ત્રણેય રથમાં પ્રથમ રથ, બલભદ્રજીનો રહેશે તેનું નામ તાલદવજ, બીજો રથ બહેન સુભદ્રાજીનો તેનું નામ દેવદલન ત્રીજો રથ એટલે જગતનાં તાત ભગવાન જગન્નાથજીનો રહેશે. તેનું નામ નંદીઘોષ અમે ત્રણેય રથના વિવિધ વિધાન પ્રમાણે રહેશે.

ભગવાનના ત્રણેય રથને પ્રસ્થાનથી પૂર્ણતા સુધી સમગ્ર રૂટ પર ભાવિ ભકતો ખેંચીને પદયાત્રા કરીને યાત્રા પૂર્ણ કરશે.

રથયાત્રામાં ૩૦૦થી વધારે બાઈક ૫૦ થી વધારે ફોર વ્હીલ તથા ૩ મુખ્ય રથ , ૧ પુજયસંતોનો રથ વિવિધ પર્યાવરણ બચાવો, વ્યસન મૂકિત પ્લાસ્ટીક હટાવો, ગૌરક્ષા, પાણી બચાવો સાથે હિન્દુ સંસ્કૃતિ દેશ ભકિત, જેવા વિવિધ ફલોટો જોડાશે તથા યાત્રામાં અયોધ્ય , વૃંદાવન,કાલ્પી યુ.પી. હરીદ્વાર વગેરે સાથે રાજકોટ સૌરાષ્ટ્ર મંડલનાં ૨૦૦થી વધારે સંતો જોડાશે.

યાત્રા દરમ્યાન ૫૦ થીવધારે સ્થાન પર ભાવિ ભકતો દ્વારા પાણી સરબત પ્રસાદની વ્યવસ્થા, ૧૦૦થી વધારે સ્થાન પર ભવ્યતી અતિ ભવ્ય ઢોલ નગારા આતશબાજી વિવિધ સંસ્થાઓ, મંડળો ટ્રસ્ટો, વિવિધ જ્ઞાતિના આગેવાન શ્રેષ્ઠીઓ તથા આગેવાનો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે.આ ૧૧મી રથયાત્રાની જગન્નાથ યાત્રા સમિતિ દ્વારા સમગ્ર તૈયારીઓ પૂર્ણ થઈ ગયેલ છે. રાજકોટની આ રથયાત્રા સમગ્ર ગુજરાતમાં ભવ્ય બને તે માટે યાત્રા સમિતિ સાથે સમગ્ર રાજકોટનાં હિન્દુ ભાવી ભકતોની નેમ છે. અને તેનાં ભાગ રૂપે છેલ્લા ૧ માસથી વિવિધ મંડળો રાજકોટના મંદિરોનાં મહંતો સંસ્થાઓ, જ્ઞાતિઓનાં આગેવાનો ટ્રસ્ટો તથા ભગવા યુવા બ્રિગેડનો પૂર્ણ સહયોગ મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.