Abtak Media Google News

જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા રાજકોટની જાહેર જનતાને જગન્નાથજીની રથયાત્રામાં જોડાવા અપીલ

ભગવાન જગન્નાથજીની ૧૧મી રથયાત્રા આવતીકાલે ને શનિવારના પ્રાત: સમયે પરંપરા અને રીત મુજબ આરતી પૂજા કરી નિજ મંદીરેથી પ્રસ્થાન કરશે. આ વર્ષ ૧૧મી ના ભગવાન જગન્નાથજી બહેન સમુદ્રાજી મોટાભાઇ બલરામજીના મામેરાના યજમાન તરીકે હરપાલસિંહ પ્રતાપસિંહ જાડેજા પરિવાર (પ્રદેશ હિન્દુ યુવા વાહિની ગુજરાત)નકકી થયા છે.

Advertisement

જાડેજા પરિવાર (ભરુડી) દ્વારા ઉત્સાહ ભેર મામેરા ઉત્સવની સંપૂર્ણ તૈયારી પુરી થઇ ગઇ છે. આવતીકાલ બપોરે ૧ થી ર વાગ્યા સુધીમાં સ્વામીનારાયણ મંદીર ભુપેન્દ્ર રોડ, રાજકોટ ખાતે ભગવાન મોસળ પધારશે તે સમયે મોસાળીયા હરપાલસિંહ પ્રતાપસિંહ જાડેજા પરીવાર દ્વારા ભગવાન અને સાથે પધારેલા મહંતો રાજકીય તેમજ સામાજીક મહાનુભાવો વિવિધ સંસ્થાઓ સંગાનનો ના હોદેદારોનું સામૈયા સાથે સ્વાગત કરવામાં આવશે. આ મામેરા ઉત્સવનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને મહંત ત્યાગી મનમોહનદાસજી મહારાજ તથા મામેરાના યજમાન હરપાલસિંહ પ્રતાપસિંહ જાડેજા અનુરોધ કરવામાં આવ્યો છે.

સમગ્ર રાજકોટની ધર્મપ્રેમી જનતાને ભગવાન જગન્નાથજીની આ ભવ્ય રથયાત્રા એટલે ૧૧ મી યાત્રા રાજકોટ નગરા ભગવાન જગન્નાથજી પોતાના મોટા ભાઇ બહેન સાથે નગરયાત્રાએ નીકળવાના હોય આ ભગવાન જગન્નાથજીની ભવ્યાતિ ભવ્ય રથયાત્રામાં સમગ્ર રાજકોટ જનતાને ઉમટી પડવા જગન્નાથ યાત્રા સમીતીના ચમનભાઇ સિંધવ, મંગેશભાઇ દેસાઇ, વિક્રમસિંહ પરમાર દ્વારા આહવાહન કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.