Abtak Media Google News

 બંધારણનાં ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગામેગામ રેલી, શોભાયાત્રા, પુષ્પાંજલિ સહિતના કાર્યક્રમો: દલિત સમાજમાં દિવાળી જેવો માહોલ

આજરોજ આંબેડકર જયંતિની સૌરાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવી હતી. બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે ગામે ગામ જયભીમના નાદ સાથે રેલી, શોભાયાત્રા, પુષ્પાંજલિ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આંબેડકર જયંતિ નિમિતે આજે દલિત સમાજમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ગામે ગામ આંબેડકર જયંતિની ઉજવણીમાં બહોળી સંખ્યામાં દલિત આગેવાનો જોડાયા હતા.

ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતિ નિમિતે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ગામેગામ ભવ્ય રેલીઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં જય ભીમના નાદ સાથે રેલી કાઢવામાં આવી હતી. આ ઉપરાંત શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં દલિત સમાજની બહોળી ઉપસ્થિતિ રહી હતી. સૌરાષ્ટ્રભરમાં ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓને પુષ્પાંજલી આપવામાં આવી હતી. ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતિ નિમિતે આજે દલિત સમાજમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.

Img 20180414 Wa0005ધોરાજી

વિશ્ર્વ વિભૂતિ અને વિશ્ર્વ રત્ન બૌઘ્ધિસ્તવ તેમજ બંધારણના ઘડવૈયા એવા ડો.બાબાસાહેબની આંબેડકરની ૧૨૭મી જન્મજયંતિ નિમિતે ધોરાજીના ગેલેકસી ચોક ખાતે ડો.બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરી ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ધોરાજીના ગેલેકસી ચોક ખાતે વહેલી સવારથી દલિત સમાજમાં શ્રેષ્ઠીઓ, સંસ્થાઓના હોદેદારો, યુવાનો અને સીનીયર સિટીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધોરાજીમાં આજે રાત્રે ૯:૩૦ કલાકે વાડી પ્લોટ, મેઘવાળ સેવા સમાજની વાડી પાછળ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. એક શામ બાબા સાહેબ કે નામ શિષર્ક હેઠળના આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો પોતાની કલા પીરસશે.

ધ્રાંગધ્રા

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા ડો.આંબેડકર સર્કલના નવિનીકરણની અનાવરણવિધિ આજરોજ ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતિ નિમિતે કરવામાં આવી હતી. રાજયના ૫૦ મુદા અમલીકરણ સમિતિના અધ્યક્ષ આઈ.કે.જાડેજાના હસ્તે ડો.આંબેડકર સર્કલના નવિનીકરણની અનાવરણવિધિ કરવામાં આવી હતી. ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૨૭માં જન્મદિનની ઉજવણી પ્રસંગે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિપદે ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કિરણબેન સી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ધ્રાંગધ્રાના ચીફ ઓફિસર ઈન્ચાર્જ એ.ડી.વાઘેલાની પણ ઉપસ્થિતિ રહી હતી.

જસદણ

જસદણ-વિંછીયા પંથકમાં આજે વહેલી સવારથી જ બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતિને અનુલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં હજારો લોકોએ ડો.બાબા સાહેબને ગર્વભેર યાદ કર્યા હતા. બીજી તરફ આજે ડો.બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી દરમિયાન પ્રશાસન દ્વારા પણ સાવચેતીનાં પગલા ‚પે કોઈપણ જાતની વિકટ પરિસ્થિતિ ન સર્જાય તે માટે જસદણ આટકોટ, ભાડલા, વિંછીયા જેવા બંને તાલુકાના પોલીસ તંત્રને ખડેપગે રાખ્યું હતુ. જસદણ આટકોટના પત્રકારો હુસામુદીન કપાસી, હિતેશ ગોંસાઈ કરશન બામટાએ ડો.ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પ્રસંગે જણાવ્યું કે ભારતીય સંવિધાન રચનાકાર ડો. બાબા સાહેબનું જીવન દેશ માટે જે પ્રદાન કર્યું તે આજીવન યાદ રહેશે આજે જસદણ અને આટકોટમાં સામાન્ય મજુરથી માંડી રાજકીય નેતા સુધીના લોકોએ પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

ખીરસરા

રાજકોટ-ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા દ્વારા ખીરસરા ગામે ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મ જયંતિ પ્રસંગે બાબા સાહેબને ફૂલહાર કરેલ તેમજ વાજડી વડ ગામે અનુસુચિત જાતી કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરેલ આપ્રસંગે માવજીભાઈ સાગઠીયા, મોહનભાઈ દાફડા, ભીખાભાઈ સાગઠીયા, મનજીભાઈ તેમજ મુકેશભાઈ સાગીયા ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.