Abtak Media Google News

મોરબીમાં દેવીપૂજક યુવતી સાથે લગ્ન કરનાર મુસ્લિમ યુવાનને યુવતીના પિતાએ માર મારી છરી વડે ગળાના ભાગે છરકા કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મકરાણીવાસમાં રહેતા સોયબ હનીફભાઈ ઉ. ૨૭ નામના યુવાને લાતીપ્લોટ શેરી નંબર – ૩ રહેતા હસમુખ દિપક દેવીપૂજકની પુત્રી જ્યોતિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા બાદમાં આ યુવતી તેના પિતાના ઘેર ચાલી ગઈ હતી.

દરમિયાન ગતરાત્રીના ભોગ બનનાર યુવાન લાતીપ્લોટમાં જતા આરોપી હસમુખે સોયબ ઉપર હુમલો કરી ગળાના ભાગે છરી વડે છરકા કરી ઇજા પહોંચાડતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.