જય-હેમાંશીનો પીઠી પર્વ: 101 કિલો ફુલોથી રમાઈ હોળી, ગામઠી ફૂડનો સ્વાદ…. સર્જાયા વધુ 2 વિશ્વ વિક્રમ

અબતક, રાજકોટ

લકઝરીથી લથબથ લગ્ન…. રાજકોટનાં સુવિખ્યાત ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીનાં પુત્ર જયના શાહી-શાનદાર-રજવાડી લગ્નએ સૌ કોઈનું ધ્યાન દોર્યું છે. ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન જોધપુરની સુવિખ્યાત હોટેલ ઉમેદભવન પેલેસ ખાતે કરાયું છે. ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીનાં પુત્ર જય  ઉકાણીના મોરબીનાં ઉદ્યોગપતિ અરવિંદભાઈ જીવાણીની પુત્રી હેમાંશી સાથે થયા છે જેના દરેક સંભારણા અદ્ભુત રહ્યા.

હલ્દી રસમ પૂલ સાઇડ પર રાખવા માં આવ્યું હતું અને ડેકોરેશન પીળા રંગ થી કરવા માં આવ્યું હતું. પૂલ સાઇડ પર વિવિધ ગામઠી ફૂડ રાખવા માં આવ્યા હતા જેમાં બોર , કાચી કેરી, જામફળ, મકાઈ , નારિયળ પાણી અને કેન્ડી ફ્લોસ કેસર યુક્ત. સાથે તેમાં જીવા સ્પા તરફથી ફૂટ સ્પા પણ ગોઠવા માં આવ્યું હતું.

હલ્દીની રસમમાં એક વિશ્વ રેકોર્ડ બન્યો જેમાં સહુ થી વધારે માણસો એ રિલે માં હલ્દી લગાડી. આ રેકોર્ડ ને દર્જ કરવા સ્પેશિયલ ઓફિસર આવ્યા હતા તથા આખા કાર્યક્રમ નો વિડિયો પણ લેવાયો… ત્યાર બાદ ફૂલો કી હોળી રમાઈ જેમાં 101 કિલો ફૂલ ની પાંખડી ઓ વાપરવા માં આવી જે પણ એક વિશ્વ રેકોર્ડ માં દર્જ કરવા માં આવ્યો ત્યાર બાદ ત્યાજ પૂલ સાઇડ ઉપર તાજ હોટેલ દ્વારા એક લેવિશ લંચ પીરસવામાં આવ્યું…

અગાઉ પણ લગ્નોત્સવમાં નોંધાયા 2 વર્લ્ડ રેકોર્ડ

મૌલેશ ઉકાણીના પુત્રના લગ્નમાં અગાઉ પણ બે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દર્જ થયા હતા.  1. સૌથી વધારે ફ્લાવરની ચા સર્વ થઈ… બાનલેબની ટી કેર તરફથી 65 પ્રકારના અલગ અલગ સ્વાદની ચા પીરસવામાં આવી. જેનો પ્રથમ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયો.

દુનિયાનું સૌથી વિશાળ ગિફ્ટ બોક્ષ: બાન લેબ્સ દ્વારા દુનિયાનું સૌથી મોટું ગિફ્ટ બોક્ષ જય અને હિમાંશીને આપવામાં આવ્યું. જેની સાઈઝ 12ft x 12 ft x 12ft… આ પણ વર્લ્ડ રેકોર્ડ બન્યો. આ વર્લ્ડ રેકોર્ડ માટે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની સિનિયર જયુરી મેમ્બરની ટિમ અહી ખાસ ઉપસ્થિત રહી હતી. આ 65 સ્વાદની ચા જોઈ પ્રખ્યાત પેલેસ ઉમેદભવનનું સંચાલન કરનાર તાજ ગ્રુપના જનરલ મેનેજરએ આ સ્પેશિયલ ચાને જબરજસ્ત પ્રતિસાદ આપી આવકારી એમના દરેક લકઝરી હોટેલના મેનુમાં સામેલ કરવા માટે ઉત્કૃષ્ટતા દાખવી છે.