Abtak Media Google News

હજ્જારો ભૂદેવો સાથે ભવ્ય શોભાયાત્રામાં બાઇક, બેન્ડવાજા સાથે પરશુરામધામ ખાતે મહાઆરતી અને મહાપ્રસાદ

જગતનાં આરાધ્ય દેવ અને વિષ્ણુ ભગવાનનાં છઠૃા અવતાર એવા ભગવાન પરશુરામજીની જન્મજયંતીની ઉજવણી નો પ્રારંભ વર્ષો પહેલા ભગવાન દેવાધિદેવ મહાદેવનાં સાનીધ્યમાં કરવામાં આવ્યો હતો અને ત્યારથી આ ઉજવણી સૌરાષ્ટ્રભરમાં ભૂદેવો દવારા ધામધૂમથી કરવામાં  આવે છે એટલેકે પરશુરામ જન્મ જયંતીનાં દિવસે ભગવાન પરશુરામજીનું પૂજન-અર્ચન, યજ્ઞ કે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ભગવાન  વિષ્ણુના છઠૃા અવતાર, જગતના આરાધ્ય દેવ ભગવાનશ્રી પરશુરામજીની જન્મોત્સવની સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં ધામધુમથી ઉજવણીનો પ્રારંભ થઈ રહયો છે ત્યારે આ અંતર્ગત માહિત આપતા સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહમસમાજના પ્રવક્તા જયંતભાઈ ઠાકર અને મીડીયા ઈન્ચાર્જ હરેશભાઈ જોષીની એક સંયુક્ત યાદીમાં જણાવાયુ છે કે રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ભગવાન પરશુરામજીની જન્મજયંતી અંતર્ગત શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળે છે અને શહેરના ભુદેવો તેમજ અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહે છે ત્યારે આજરોજ પરશુરામ જન્મોત્સવ સમિતિ આયોજીત નીકળનાર ભગવાનશ્રી પરશુરામજીની શોભાયાત્રાનું

Advertisement

Un 1

પ્રસ્થાન આજે સાંજે 4:00 કલાકે રાજયના માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અને બ્રહમસમાજના રાજકીય તેમજ સામાજીક ક્ષ્ોત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પંચનાથ મંદિર ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થશે. અને પરશુરામ ધામ ખાતે મહાઆરતી અને મહાપ્રસાદ સાથે શોભાયાત્રાનું સમાપન થશે.

22 4 23 Parshuram Jayanti

આ તકે વધુ માહિતી આપતા સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહમસમાજના પ્રવક્તા જયંતભાઈ ઠાકર અને મીડીયા ઈન્ચાર્જ હરેશભાઈ જોષી એ જણાવેલ કે સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહમસમાજના માર્ગદર્શક જીતુભાઈ મહેતાના નિવાસસ્થાને પરંપરાગત પરશુરામજીનું પૂજન-અર્ચન, મહાઆરતી અને મહાપ્રસાદ સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે રાજકોટ સમસ્ત બ્રહમસમાજના પ્રમુખ દર્શિતભાઈ જાની, જીતુભાઈ મહેતા, ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, ભુદેવો કોર્પોરેટર નેહલ શુકલ, ડો. દર્શનાબેન પંડયા, રૂચીતાબેન જોષી, અલ્પાબેન દવે, આશાબેન ઉપાધ્યાય, જયંતભાઈ ઠાકર, હરેશભાઈ જોષી, જર્નાદનભાઈ પંડયા, કીરણભાઈ મહેતા, વિનુભાઈ ઘવા, મહેશભાઈ રાઠોડ, જીજ્ઞેશભાઈ જોષી, પી.સી.વ્યાસ, નીલમબેન ભટૃ, કીરણબેન જોષી, શૈલેષભાઈ જાની, પરશુરામ જન્મોત્સવ સમિતિના ક્ધવીનર સની જાની, મોનીશ જોષી, કે.સી. વ્યાસ, અનંતભાઈ ભટૃ, તમામ તરગોળના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.  આ કાર્યક્રમને સફળ બનાવવા કૌશીકભાઈ મહેતા, વિજયભાઈ મહેતા, ભાવેશભાઈ મહેતા, તેમજ મહેતા પરીવારએ જહેમત ઉઠાવી હતી.

પરશુરામની પૂજા કરતું ઉપાધ્યાય દંપતી

H

પરશુરામ જયંતિ નિમિતે ભગવાન પરશુરામની પૂજા અર્ચના  પૂર્વ મેયર ઙો.જૈમન ઉપાધ્યાય અને તેમના ધમઁપત્ની આશાબેન ઉપાધ્યાય દ્રારા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.