Abtak Media Google News

1970થી ઉજવાતા આ દિવસે પ્રવર્તમાન સમયમાં પૃથ્વી રોજ બગડતી જાય છે, આ વર્ષની થીમ ‘ઇન્વેસ્ટ ઇન અવર પ્લેનેટ’

 

Advertisement

પ્રદુષિત હવાને કારણે દર ભારતમાં 15 લાખ લોકો મૃત્યું પામે છે

પહેલાનું આપણું પર્યાવરણ સારૂ હોવાથી રોગોની સંખ્યા નહીવત હતી અને લોકોની સુખાકારી સારી હતી. પૃથ્વીવાસીઓએ પોતાના સ્વાર્થ માટે પૃથ્વીની જમીન-જંગલો વિગેરેનો આડેધડ ઉપયોગ કરતા હરિયાળી પૃથ્વીને નષ્ટ કરી દીધી અને ગ્લોબલ વોર્મિંગ જેવી ભયાનક સમસ્યામાં ઘેરાય ગયો. આજે વિશ્ર્વ અર્થ દિવસ ત્યારે 1970થી ઉજવાતા આ દિવસે ‘યે દુનિયા બચાલો’ જેવો તાલ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દશકામાં તેનું વરવું રૂપ જોવા મળશે.

દર વર્ષે અપાતી ઉજવણી થીમમાં આ વર્ષે “ઇન્વેસ્ટ ઇન અવર પ્લેનેટ’ છે, જેનો અર્થ સ્વાર્થ માટે બગાડેલી આપણી પૃથ્વીને ફરી હરિયાળી બનાવવા સૌ રોકાણકારો કે તેના માટે કાર્ય કરો. પૃથ્વી પર વસતા દરેક જીવ માટે હવા, પાણી અને ખોરાક મળવો જોઇએ અને ચોખ્ખો પણ મળવો જોઇએ. આજ વસ્તું આપણે બરબાદ કરી નાંખતા જીવન અઘરૂ બની ગયું છે. આપણા રૂટીંગ ઋતુચક્રોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે જે એક ચેતવણી છે.

દર આઠ સેક્ધડે એક બાળક ગંદુ પાણી પીવાથી મોતને શરણે થાય છે. તો આપણાં દેશમાં પ્રદુષિત હવાને કારણે થતાં વિવિધ શ્ર્વસન ક્રિયાના રોગો અને કેન્સરને કારણે દર વર્ષે 15 લાખથી વધુ લોકોના મોત થાય છે. દરરોજ 6 અબજ કિલોગ્રામ કુડા-કચરો દરિયામાં ઠલવાઇ છે, સાથે એક ટન તેલ દરિયામાં ઢોળાવાથી દરિયાઇ જીવોનું પર્યાવરણ અને જીવન ભયમાં આવી ગયું છે.

સમગ્ર પૃથ્વીને બચાવવા એક આબોહવા ઘડિયાળ મુકવામાં આવી છે. જે આપણને 1.5 ડિગ્રી સેલ્સિયસના ગ્લોબલ વોર્મિંગને સ્પર્શતા પહેલાનો કેટલો સમય બાકી છે તે ચેતવણી આપે છે. ભારતીય વન નીતિ મુજબ કુલ જમીનના 33 ટકા વિસ્તારમાં વૃક્ષો હોવા જોઇએ. આપણાં ગુજરાતના કુલ વિસ્તારનાં 10 ટકા જ જંગલો છે. આજનો દિવસ આપણને આપણાં ગ્રહની રક્ષણની ભુમિકા યાદ અપાવે છે. ગ્

લોબલ વોર્મિંગ સમસ્યાને વિશ્ર્વના તમામ દેશોને એક કર્યા છે, પણ હજી કડક અને નક્કર પગલા લેવાની તાતી જરૂરિયાત છે. આવનારા ર030માં ભયજનક સ્થિતિ આવવાની છે. તેના માટે જાગૃત થવું જરૂરી છે. આજે ગુગલે પણ ડુડલ બનાવીને લોકોને જાગૃત કર્યા છે. આજે પ્રદુષણ, આબોહવા, પરિવર્તન અને પર્યાવરણને નુકશાન પહોંચાડવામાં ફાળો આપતા અને આપણાં ગ્રહના અસ્તિત્વને જોખમમાં મુકતા અને ઝડપથી વધી રહેલા તેના પ્રમાણ સામે જાગૃત થવાનું જ છે. કુદરતી સંસાધનોના રક્ષણ માટે જાગૃતિ લાવવી પડશે. અમેરિકન સેનેટર ગેલાર્ડ નેલ્સને પર્યાવરણીય શિક્ષણ માટે પૃથ્વી દિવસની સ્થાપના કરી હતી. આજે અર્થ ડે નેટવર્ક (ઊઉગ)ના વૈશ્ર્વિક જોડાણમાં દુનિયાના તમામ દેશો જોડાયેલા છે. પર્યાવરણને નુકશાન પહોંચાડવામાં મોટાભાગે માણસનું જ કૃત્ય જવાબદાર હોય છે. આપણે પૃથ્વીને નુકશાન કેમ ઓછું થાય અને તેને કેમ રોકી શકાય તેવા કાર્ય આયોજન પર ભાર મુકવો જોઇએ. યુવાવર્ગ અને ભાવિ પેઢીને પણ તેની જાણકારી આપવી જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.