Abtak Media Google News

શહેરના જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ ટ્રસ્ટ  દ્વારા ‘જીવનસાથી’જૈન અપરિણીત યુવક-યુવતિ પરિચય મેળોનું આયોજન રાજકોટના વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

Vlcsnap 2019 02 18 11H25M29S089

આ કાર્યક્રમમાં ૬૦૦ જેટલા યુવક-યુવતિઓએ ફોર્મ ભર્યા હતાં તેમજ પોતાના જીવનસાથીને શોધવા પોતાના બાયોડેટા સાથે એકત્ર થયાં હતા. આ તકે યુવક-યુવતિઓના માતા-પિતા  સહીત ટ્રસ્ટના સભ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તકે યુવક-યુવતિએ પોતાના જીવનસાથીની પસંદગી બાબતે કઇ કઇ બાબતોને ઘ્યાનમાં રાખવી જોઇએ તેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મંગળ પરિચય મેળા જેવું આયોજન આજના સમયની માંગ: પ્રફુલભાઇ કામદાર

Vlcsnap 2019 02 18 11H25M04S896

આ તકે પ્રફુલભાઇ કામદાર કે જેઓ જૈન જાગૃતિ સેન્ટરના વાઇસ ચેરમેન છે. તેમણે જણાવ્યું હતું કે આ યુવક-યુવતિ પસંદગી મેળામાં અમારા દુનિયાભરના ૧૭૨ સેન્ટર અને ૬૫ હજાર સભ્યોથી રાજકોટ મેઇન જે.જે.સી. ના પ્રમુખ દિવ્યેશભાઇ દોશી તેમજ તેમની ટીમને હાર્દિક અભિનંદન પાઠવું છુ કે જેઓએ આવો સુંદર યુવક-યુવતિ પસંદગી મેળાનું આયોજન કર્યુ છે. જેમાં ૬૦૦થી પણ વધારે યુવક-યુવતિઓએ ભાગ લીધો છે. એમનું આયોજન કાબીલેદાદ છે આજમાં સમય અને જરુરીયાતને અનુરુપ આ આયોજન છે હું દિવ્યેશભાઇને વિનંતી કરું છું કે આવા સુંદર કાર્યક્રમો આપના રહે.

ડિજિટલ જમાનામાં પણ યુવા પેઢીએ વાલીઓ પર વિશ્વાસ મુકયો: અનિમેષભાઇ રૂપાણી

Vlcsnap 2019 02 18 11H25M21S160

આ તકે અનિમેષભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આજે ખુબ જ સુંદર આયોજન કરાયું છે. ખુબ મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન  થયું છે જે ખુબજ શરાહનીય બાબત છે આજના ફેસબુક, વોટસએપ અને ઇન્સ્ટ્રાગ્રાફના યુગમાં જે યુવક-યુવતિઓએ પોતાના માતા-પિતા ઉપર વિશ્વાસ મૂકયો છે. તે બધા જ ને મારા ખુબ ખુબ અભિનંદન છે મને આ આ બધાં જ યુવક-યુવતિઓને કહેવાનું ગમશે કે અહીંથી તમારું નવું જીવન શરુ થાય છે તેના માટે બધાને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું.

આયોજનની સફળતાથી કમિટીના સભ્યોને અભિનંદન: દિવ્યેશ જોશી

Vlcsnap 2019 02 18 11H25M14S126

આ તકે જૈન જાગૃતિ સેન્ટરના દિવ્યેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે આજના જીવનસાથી જૈન અપરિણીત યુવક-યુવતિ પરિચય મેુળાના આયોજન પ્રસંગે અમે જૈન પરિવારોના યુવક-યુવતિઓને પોતાના જીવનમાં પસંદગીનું પાત્ર મળે તે હેતુથી આયોજન કર્યુ છે. આ તકે આજના પરિચય મેળામાં ૬૦૦ જેટલે એન્ટ્રી તેમજ રજીસ્ટ્રેશન થયાં છે. ત્યારે હું ખુબ જ ખુશીની લાગણી અનુભવું છું જૈન જાગૃતિ સેન્ટર દ્વારા અમે સામાજીક કાર્યો કરતાં હોઇએ છીએ જેમાં ભાગરૂપે ભવિષ્યમાં અમે સમુહલગ્નનું પણ આવતા વર્ષે આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ. આજના પ્રસંગે હું મારા તમામ કમીટીના સભ્યો તેમજ દરેક લોકોનો ખુબ ખુબ આભાર માનું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.