Abtak Media Google News

પરિચય મેળામાં 600 થી વધુ યુવક-યુવતિઓ ઉપસ્થિત રહ્યા

વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ ખાતે જૈન સોશ્યીલ એકિટવીટી કલમ રાજકોટ દ્વારા જૈન અતુટ બંધન યુવક-યુવતિ પરિચય મેળા-2019નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન જૈન સોશ્યીલ એકીટવીટી કલબ દ્વારા પ્રથમ વાર રાજકોટમાં યોજાયું હતુ. જેમાં જૈન આ કલબના પ્રમુખ ભાવિકભાઇ વોરા, ઉપપ્રમુખ કેનતનભાઇ સંઘવી, મંત્રી નિરવભાઇ તુરખીયા, સહમંત્રી ચીરાગભાઇ પટેલ, પથદર્શક ધીરેનભાઇ ભરવાડા પથદર્શક બ્રિજેશ મહેતા સાથે અનેક લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું. આ કાર્યક્રમની શરુઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. જેમાં 600 થી વધારે યુવક-યુવતિ સાથે માતા-પિતા ઉ5સ્થિત રહ્યા હતા. રાજકોટ ઉપરાંત અને શહેરથી આ પરીચય મેળામાં જૈન લોકોએ ભાગ લીધો હતો. જેમાં સૌ માટે નાસ્તા તેમજ જમવાની તમામ સગવડો જૈન સોશ્યિલ એકટીવીટી કલબ દ્વારા આ સંપૂણ આયોજન કરેલું છે. જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉ5સ્થિત રહ્યા હતા. અને યુવક-યુવતિએ તેમની પસંદગી મળી રહે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

શહેર ઉપરાંત બહાર ગામથી પણ લોકો ઉપસ્થિત રહ્યા: અનીષભમાઇ મહેતા

Vlcsnap 2019 06 17 13H55M33S537

અબતક સાથેની વાતચીતમાં અનીષભાઇ મહેતા સુનતીના દેરાસરના પ્રમુખએ જણાવ્યું કે જૈન સોશ્યિલ એકીટવીટી કલબ દ્વારા આયોજીત જૈન અતુટ બંધન યુવક-યુવતિ પરિચય મેળો 2019 નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખુબ જ ઉત્તમ કાર્યક્રમ જે હાલના સમાજમાં ખુબ જ જરુરી છે. આ આયોજન રાજકોટમાં પહેલવાર કરવામાં આવ્યું છે. તેમાં ભાવિકભાઇ વોરા, બ્રીજેશભાઇ તથા અનેક લોકો જોડાયેલા છે. અને આ સંસ્થા ઉત્તરોતર ખુબ જ પ્રગતિ કરે અને 600 થી વધારે રાજકોટ તેમજ બહારગામથી લોકો ઉ5સ્થિત રહ્યા છે અને તેમના આવા જવા માટેની સગવડ સાથે જમવા-નાસ્તાની અને કોઇનુે તકલીફ ન પડે તેવી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી.

600 થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો: ભાવિક વોરા

Vlcsnap 2019 06 17 13H55M39S216

અબતક સાથેની વાતચીતમાં જૈન સોશ્યિલ એકટીવીટી કલબના પ્રમુખ ભાવિકભાઇ વોરાએ જણાવ્યું કે આ આયોજન પહેલી વખત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 600 થી વધારે કેન્ડીકેટ એ ભાગ લીધેલો છે. અને અનેક શહેરના લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. અમારા આ આયોજનમાં અનેક લોકોનો સહકાર મળેલો છે. આ કાર્યક્રમ રાજકોટમાં પ્રથમ વખત અમે આયોજન કરેલો છે. આની પહેલ અમદાવાદમાં પણ નાનો કાર્યક્રમ કરેલો અને આ અમારો પ્રથમ કાર્યક્રમ અમારી સંસ્થા દ્વારા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.