Abtak Media Google News

જાણીતા વકતા ડો. હિતેશ શુકલનું મનન્ય પ્રવચન તથા બહુમાનનો કાર્યક્રમ યોજાયો: ગ્રુપ સભ્યોએ માણ્યો રસપૂરીનો સ્વાદ

સૌરાષ્ટ્રનું સૌથી મોટુ ગ્રુપ જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મીડટાઉન હોલમાં ૩૫માં વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે સમન્વય પાર્ટી પ્લોટ, કણકોટ રોડ, ખાતે એક શાનદાર કાર્યક્રમ જેમા રસ પુરી, બહુમાન તથા જાણીતા વકતા ડો. હિતેશ શુકલાનું મનન્ય પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતુ.

નવકાર મંત્ર તથા જે.એસ.જી. આઈ. એફ.ના થીમ સોંગથી આ કાર્યક્રમ  શરૂઆત કરવામાં આવેલ ત્યારબાદ જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મીડટાઉનના પ્રમુખ મેહુલભાઈ દામાણી દ્વારા પધારેલ મહેમાનો તથા મેમ્બર્સનું શાબ્દીક સ્વાગત કરાયું હતુ.

જે.એસ.જી. આઈ.એફ.ના ઉપપ્રમુખ તથા રાજકોટ મીડટાઉનનાં પૂર્વ પ્રમુખ નિલેષભાઈ કામદારનું સન્માન મેહુલભાઈ દામાણી, સૌરાષ્ટ્ર રીજીયન ચેરમેન રાજેશભાઈ શાહનું સન્માન ગ્રુપના વાઈસ પ્રેસીડન્ટ બીપીનભાઈ મહેતા, જે.એસ.જી. આઈ.એફ.ના આઈ.ડી. જયેશભાઈ શાહનું સન્માન રાજકોટ મીડટાઉન ગ્રુપનાં સેક્રેટરી સુકેતુભાઈ ભોડીયા, સૌરાષ્ટ્ર રીજીયન સેક્રેટરી તથા ગ્રુપના પૂર્વ પ્રમુખ સેજલભાઈ કોઠારીનું સન્માન ગ્રુપનાં ખજાનચી ચિરાગભાઈ દોશી દ્વારા સૌરાષ્ટ્ર રીજીયનના પી.આ.ઓ. તથા મીડટાઉનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ શાહ સન્માન ગ્રુપનાપૂર્વ પ્રમુખ તરૂણભાઈ કોઠારી દ્વારા સન્માનીત કરવામાં આવેલ હતા. આ ઉપરાંત સૌરાષ્ટ્ર રીજીયનનાં નવનિયુકત પદાધિકારી તથા રાજકોટના જૈન સોશ્યલ ગ્રુપના પ્રમુખોનું પણ રાજકોટ મીડટાઉનની પૂર્વ પ્રમુખો તથા કારોબારી સભ્યો દ્વારા સન્માન કરવામાં આવેલ હતુ.

સાથેએક ટેબલ ડેસ્ક મલ્ટી કલર કેલેન્ડરનું વિમોચન રાજકોટ મીડટાઉનના સ્થાપનાકાળથી જોડાયેલા મેમ્બરો હસ્તે કરવામા આવેલ હતુ.

ત્યારબાદ જાણીતા વકતા ડો. હિતેશ શુકલાએ મનન્ય અને માહિતીસભર માર્ગદર્શન આપેલ જેમાં તેઓએ ફેમીલી બીઝનેશ અને એન્ટરપ્રિન્યોર અંગે વિસ્તૃત છણાવટ કરેલ અને પધારેલ મહેમાનો તથા મેમ્બરો મંત્રમુગ્ધ કરી દીધા હતા.

કાર્યક્રમનું સુંદર સંચાલન રાજકોટ મીડટાઉનનાં જોઈન્ટ સેક્રેટરી મનીષભાઈ મહેતાએ પોતાની આગવી શૈલીથી કરી લોકોનું મનમોહી લીધેલ અને કાર્યક્રમનાં અંતમાં આભારવિધિ ગ્રુપના સેક્રેટરી સુકેતુભાઈ ભોડીઆ દ્વારા કરવામાં આવ્યું હતુ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.