Abtak Media Google News

ખેલૈયા માટે દરરોજ કલર ઓફ ડેના રૂપમાં ન્યૂ થીમ સ્પર્ધાની ભરમાર

જૈનમ્ દ્વારા નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે. તા.26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમ્યાન જૈનમ્ ટીમ દ્વારા નવરાત્રી મહોત્સવનું બેનમુન આયોજન રાજકોટનાં રાજમાર્ગ એવા 150 ફૂટ રીંગ રોડ ઉપર શહેરનાં જૈન શ્રેષ્ઠીવર્ય ચંદ્રકાંતભાઇ શેઠનાં પારીજાત પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવેલ છે.

Advertisement

પારીજાત પાર્ટી પ્લોટનાં 3 લાખ સ્કેવર ફૂટનાં વિશાળ ગ્રાઉન્ડમાં કોઇપણ જાતનાં વ્યવાસાયિક હેતુ વગર આ આયોજન કરવામાં આવી રહ્યું છે. સુપ્રસિધ્ધ સંગીતકાર પંકજભાઇ ભટ્ટ તેમજ તેમની ટીમનાં સાંજીદાઓ તથા યુ-ટ્યુબ તેમજ દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો આપી ચુકેલ ફોક સિંગર અનીલ વાંકાણી, વર્સેટાઇલ સિંગર પ્રીતી ભટ્ટ, વર્સેટાઇલ સિંગર ઉર્વશી પંડ્યા, ફ્યુઝન સિંગર પ્રદિપ ઠક્કર જેવા પ્રખ્યાત સિંગરો આ વર્ષે પણ ખેલૈયાઓને સંગીતનાં તાલ ઉપર ડોલાવવા મજબુર કરશે. ગરબે રમીને માં ની આરાધના કરતા યુવા હૈયાઓને ડોલાવવા 1,00,000 જેબીએલ વર્ટેક્ષ સાઉન્ડ સિસ્ટમ આ નવરાત્રીનું જમાપાસું છે.

Untitled 1 Recovered Recovered Recovered 70

અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા જીતુ કોઠારીએ જણાવ્યું હતું જૈનમ્ દ્વારા પહેલા નોરતે કલર ઓફ ધ ડેમાં વ્હાઇટ કલર, બીજો નોરતે કલર ઓફ ધ ડેમાં લાલ કલર, દાંડીયા થીમ તેમજ કોમ્પીટીશનમાં બેસ્ટ-કપલ અને ગ્રુપ ડ્રેસ કોડ, ત્રીજા નોરતે કલર ઓફ ધ ડેમાં ગ્રીન કલરમાં, કેડીયા થીમ, કોમ્પીટીશનમાં ગરબા, આરતી ડેકોરેશન ચોથા નોરતે કલર ઓફ ધ ડેમાં પીળો કલર, કુર્તા થીમ, કોમ્પીટીશનમાં ટેટ્ટુ અને મહેંદી, પાંચમા નોરતે કલર ઓફ ધ ડેમાં ગુલાબી, દુપટ્ટા થીમ, કોમ્પીટીશનમાં ભાઇઓ માટે સાફા અને પાઘડી તેમજ બહેનો માટે ચુડ્ડી અને બીંદી સ્પર્ધા, છઠ્ઠા નોરતે કલર ઓફ ધ ડેમાં બ્લેક કલર, નીઓન થીમ, કોમ્પીટીશનમાં નીઓન પ્રોડક્ટસ, સાતમાં નોરતે કલર ઓફ ધ ડેમાં તીરંગા કલર, ફ્લેગ થીમ તેમજ કોમ્પીટીશનમાં દેશભક્તિ ડ્રેસીસ, આઠમાં નોરતે કલર ઓફ ધ ડેમાં બ્લુ અથવા સ્કાય બ્લુ, ગામઠી થીમ બેઇઝ, ભાઇઓ માટે ટોપી અને સન ગ્લાસીસ અને ટોપી તેમજ બહેનો માટે હેર સ્ટાઇલ, નવમાં નોરતે કલર ઓફ ધ ડેમાં કેસરી, કેન્ડલ, ટોર્ચ, બલુન થીમ તેમજ કોમ્પીટીશનમાં રીટ્રો લુકની સ્પર્ધા રાખવામાં આવેલ છે. તદ્ઉપરાંત દરરોજ લક્કી ડ્રો કરવામાં આવશે અને દરેક કોમ્પીટીશનનાં વિજેતાઓને ઇનામ આપવામાં આવશે. આ વર્ષે નવરાત્રી મહોત્સવનો મેગા ફાઇનલ દશેરાના દિવસે યોજાશે. જેમાં નવ દિવસનાં વિજેતા બનેલા ખેલૈયાઓ વચ્ચે તંદુરસ્ત હરીફાઇ યોજાશે. મેગા ફાઇનલમાં વિજેતા બનનારને જૈનમ્ ગ્રુપ દ્વારા લાખેણા ઇનામોથી નવાઝવામાં આવશે.

જૈનમ યુવા ધનને ધ્યાનમાં રાખી ગ્રાઉન્ડ ઉપર ખાસ અતિ આકર્ષક સેલ્ફી ઝોન પણ તૈયાર કરશે જેની થીમ નવ દિવસ દરમ્યાન અલગ-અલગ હશે. આ નવરાત્રી મહોત્સવ સમગ્ર જૈન પરિવારનાં સદસ્યો માણી શકે તે માટે સીઝન પાસ જેની કિંમત રૂા.1200 ફૂડ કુપન સાથે અને ફૂડ કૂપન વગરનાં સીઝન પાસ જેની કિંમત રૂા.800થી ઉપલબ્ધ કરાવાશે. ફક્ત જોવા માટે સીઝન પાસ રૂા.200 રાખવામાં આવ્યા છે.

જૈનમ દ્વારા પાસનું બુકીંગ કરાવનાર તમામ જૈન ભાઇ-બહેનો માટે દાંડીયા રાસ નિ:શુલ્ક કોચીંગ ક્લાસીસ તા.16 થી તા.23 સપ્ટેમ્બર-2022 સુધી દરરોજ રાત્રે 8 થી 9 દરમ્યાન ન્યૂ તાલ દાંડીયા એકેડમી, રામકૃપા પાર્ટી પ્લોટ, ર્સ્ટર્લીંગ હોસ્પિટલ સામે, નાણાવટી ચોક, 150 ફૂટ રીંગ રોડ રાજકોટ ખાતે કાર્યરત છે.

આ નવરાત્રી મહોત્સવમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મેઇન, વેસ્ટ, મીડટાઉન, ડાઉનટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્ટ્રલ, સિલ્વર જૈન યુવા જુનિયર, જૈન જાગૃતિ સેન્ટર, જૈન યુવા ગ્રુપ, દિગંબર સોશ્યલ ગ્રુપ, મીડટાઉન સંગીતી, ટાઉનટાઉન સંગીની તેમજ એલીટ સંગીની જોડાનાર છે. પાસ માટે ફોર્મ મેળવી અને ભરીને પરત કરવાનાં સ્થળોમાં જૈનમ્ કાર્યાલય- ડોક્ટર પ્લાઝા, જ્યુબીલી બાગ સામે કસ્તુરબા રોડ રાજકોટ અંબા આશ્રિત સારીઝ દિવાનપરા મેઇન રોડ, રાજકોટ, જૈન બ્રાઇટ સ્ટીલ ટ્રેડર્સ: ધારેશ્ર્વર મંદિર સામે, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ, તપસ્વી સ્કૂલ: 2-જલારામ પ્લોટ, યુનિવર્સિટી રોડ રાજકોટ, શિતલ જ્વેલર્સ- 9 સીટી શોપ્સ, પી.પી.ફૂલવાળા પાસે, પોલીસ ચોકી સામે, યાજ્ઞિક રોડ, રાજકોટ, નેમીનાથ વિતરાગ ઉપાશ્રય: ગાંધીગ્રામ, રાજકોટ ભરતભાઇ દોશી મો.98242 00670, હેપી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ: મહાવીર ચેમ્બર, એ-ડીવીઝન સામે, ઢેબર ચોક, રાજકોટ, ઉર્મિ એમ્પોરીયમ- 22 સદ્ગુરૂ કોમ્પલેક્ષ, ન્યુ એરા સ્કૂલ સામે, રૈયા રોડ, રાજકોટ, ડ્રીમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ:(મોડર્ન ગ્રુપ), 103, વર્ધમાન કોમર્શિયલ, સાધુ વાસવાણી રોડ, કૌશલ્યમ માર્કેટીંગ (એમેઝોન હોલસેલ પ્રાઇસ રીટેઇલ પોઇન્ટ), 20/26 ન્યુ જાગનાથ પ્લોટ રાજકોટ ખાતે વ્યવસ્થા રાખવામાં આવેલ છે. પાસ તેમજ કોર્પોરેટ સ્પોન્સરશીપ અંગેની વધુ માહિતી માટે જીતુ કોઠારી-98250 76316, સુજીત ઉદાણી- 98246 50501 તથા જયેશ વસા-98240 45601 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.