છ દાયકાથી ચીકી પાકમાં અડીખમ જલારામ ચીકીએ દુનીયામાં ‘રાજકોટ’નું નામ કર્યું રોશન

શુધ્ધગોળની ચીકી, જુદાજુદા ખજુરપાક, અડદીયા સહિત અઢળક વેરાયટી અને લાંબો સમય સચવાય તેવી ગુણવતા

રાજકોટની સોની બજારમાં 1962 ની સાલમાં ગૃહ ઉદ્યોગ તરીકે સીંગ દાળિયા , તલની ચીકી રેંકડીમાં વેંચવાની શરૂઆત કરનાર નટુભાઇ ચોટાઇની બીજી અને ત્રીજી પેઢીએ હવે દેશ દુનિયામાં ચીકીપાક ક્ષેત્રે રાજકોટનું નામ રોશન કર્યુ છે . જલારામ ચીકી દ્વારા આ વરસે ચીકી વધુ સમય સુધી સારી રહે એ માટે ઝીપ પાઉચ પેકીંગ લોન્ચ કર્યુ છે .

જલારામ ચીકીના પ્રકાશભાઇ ચોટાઇના જણાવ્યા છેલ્લા છ દાયકાથી અમો ચીકીને ગૃહ ઉદ્યોગ તરીકે અપનાવ્યો છે અને સમય પ્રમાણે તેમાં હાઇજેનીક બાબતોને ધ્યાને રાખી સતત પરિવર્તન કરતાં આવ્યા છીએ . શરૂઆતમાં ચીકી ગોળ રોટલા અને તેના ત્રિકોણ તરીકે આવતી , જેને અમોએ ચોરસ સ્વરૂપે સૌ પ્રથમ મૂકી છે શુધ્ધતા અને ગુણવતાને કારણે જલારામ ચીકી લોકપ્રિય બની છે . હવે વિવિધ ચીકીપાક ઉપરાંત ખજુરપાકની વિવિધ આઇટેમ અને અડદિયા તથા નમકીની આઇટેમની પણ ડિમાન્ડ નીકળી છે .

રાજકોટમાં અંદાજે દોઢસોથી વધુ ચીકીપાકના વેપારી છે . ચીકીનો વેપાર મોટી રોજગારી સર્જે છે . રાજકોટમાં તો ગૃહઉદ્યોગ બની ગયો છે . દેશ કે વિદેશમાંથી કોઇ વ્યકિત રાજકોટ આવે એટલે રાજકોટની ચીકી લઇ જ જાય . જલારામ ચીકીની માંગ કાલાવડથી કોલકતા સુધી છે . નવેમ્બરથી જાન્યુઆરી માસમાં ચીકીનું સૌથી વધુ વેંચાણ થતું હોવાનું પ્રકાશ ચોટાઇએ જણાવ્યુ હતું . મકરસંક્રાતિ પર્વ પૂર્વે રાજકોટમાં ભાગ્યે જ કોઇ ઘર એવુ હશે જયાં ચીકી નહી ખવાતી હોય . જલારામ ચીકી લીમડા ચોક , સોની બજાર , જિલ્લા ગાર્ડન ઇન્દીરા સર્કલ ખાતે વેંચાણ કેન્દ્રો ધરાવે છે . આ ઉપરાંત દરેક વિસ્તારના કિરાણા સ્ટોર , ડેરી , શોપીંગ મોલમાં પણ ઉપલબ્ધ હોય છે.ચીકીપાકની 34થી વધઉ આઈટમ બજારમાં મળે છે:

જલારામ ચીકીના પ્રકાશભાઈ કહે છે કે, શિયાળામાં ગોળ શીંગ , ગોળ તલ , ગોળ શીંગ તલ , ગોળ દાળિયા , ગોળ મિક્સ , ગોળ ચોકો , ગોળ કાળા તલ , ગોળ કોપરા , ગોળ ક્રસ , ગોળ કાજુ , ગોળ તલના લાડવા , શીંગ તલ , દાળિયા , ખાંડ મિક્સ , ખાંડ ટોપરા ક્રસ , ખાંડ ટોપરા , ખાંડ ખારેક , ખાંડ સોના , ખાંડ કાજુ , ખાંડ બદામ , ખાંડ સુકામેવા , ખાંડ કાળા તલ , મિક્સ વેરાયટી સહિતની આઇટમો મળે છે . સુગરલેશ આઇટમની બોલબાલા ::  હવે હેલ્થ કોન્સિયન્સ વર્ગ ગોળની ચીકી ઉપરાંત ખજૂરની સુગરલેસ ચીકી વધુ માંગતો થયો છે .ખજૂરની સુગરલેસ , ખજૂર પુરી , ખજૂર રોલ , ખજૂર પાક , અને ખજૂર ગજકની શિયાળામાં સારી માંગ નીકળે છે.