Abtak Media Google News

તલ, સીંગ, દાળીયા, ટોપરૂ, ડ્રાયફ્રુટ સહિતની ચીકી સૌને  પરવડે તેવા ભાવે બજારમાં વેંચાય છે

ચીકી ‘ચીકી’ કેવી રીતે બની?

ઠંડીની સિઝન શરૂ થતાની સાથે  જ માર્કેટમાં  ચીકી જોવા મળે છે. સ્વાદ અને   પૌષ્ટિકતાથી ભરપૂર  ચીકી બાળકોથીલઈને  મોટા સુધીના તમામને  ભાવતી હોય છે.  ચીકી શિયાળામાં ખાવાથી હેલ્થને  અનેક ઘણો ફાયદો  પણ થાય છે.  આ કડકડતી ઠંડી સામે રક્ષણ અને સ્વાદ આપે તેવી મીઠી અને  પૌષ્ટિક  ચીકીની સિઝન શરૂ  થઈ ગઈ છે.

Vlcsnap 2022 12 30 09H25M53S680

ત્યારે બજારમાં માંડવીની ચીકી,  દાળીયાની ચીકી,  ટોપરા-ગોળની  ચીકી, માઝા મલાય ચીકી,  પીનટબટર ચીકી, પીનર બટર ચોકલેટ ચીકી, ક્રશ ચીકી સહિતની  અનેક વેરાયટીની  ચિકી બજારમાં મળતી હોય છે.   મકરસંક્રાંતિ આવતા પહેલાથી જ  લોકો ચિકી ખાવાનું શરૂ કરી દેતા હોય છે.

Vlcsnap 2022 12 30 09H25M38S838

ચીકી વિશે એવી વાત છે કે,  1888માં જયારે ભારતની  પ્રથમ રેલવે લાઈન બનાવાતી હતી ત્યારે મુંબઈનું એક ખૂબજ પ્રસિધ્ધ સ્થળ લોનાવાલા ત્યાં કામ કરતા લોકો મજૂરો ધીમેધીમે કામ કરતા હતા ત્યારે એક વ્યકિતએ સારી વાત  કહી કે  આ લોકોને   પૌષ્ટિકની સાથે સ્વાદિષ્ટ  વસ્તુઓ આપોજેથી  ઝડપથી કામ કરી શકે તો  આવી રીતે   ભારતમાં  મગનલાલ દ્વારા ચીકીની   ઓળખ આપવામા આવી ચીકી ખાવાથી  થતા ફાયદા વિશેવાત કરીએતો ચીકી એકદમ પૌષ્ટિક આહાર છે.ચીકી શિયાળામાં ગમે ત્યારે ભાવ.

Vlcsnap 2022 12 30 09H27M11S955

ઝીપર પાઉચ ચીકીનો સ્વાદ અને ક્વોલિટી મેન્ટેન રાખે છે:મનોજભાઈ ચોંટાઇ (જલારામ ચીકી)

જલારામ ચીકીના મનોજભાઈ ચોંટાઈએ જણાવ્યું કે,છેલ્લા 60 કરતા પણ વધુ વર્ષથી જલારામ ચિક્કી રાજકોટની જનતાને તથા સ્વાદ પ્રેમીઓને સ્વાસ્થ્યવર્ધક અને પૌષ્ટિક ચીકી પીરસે છે. સમયાંતરે ચીકીના પેકિંગમાં ફેરફાર કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી ઝીપર પાઉચ લોન્ચ કરવામાં આવ્યા છે.જે ચીકીની ક્વોલિટીને મેન્ટેન રાખે છે.સ્વાદને બરકરાર રાખે છે. ગ્રાહક જ્યારે પણ ચીકી ટેસ્ટ કરે ત્યારે એક સરખો જ સ્વાદ મળે તેવા હેતુથી ઝીપર પાઉંચમાં ચીકીનું વહેચાણ શરૂ કર્યું છે.

Vlcsnap 2022 12 30 09H24M57S409

બોનબોન,કાજુ ક્રંચ, બુસ્ટર બાઈટ ચિકીએ ગ્રાહકોને ઘેલું લગાડયું:સલીમભાઈ મુસાણી(સંગમ ચીકી)

સંગમ ચીકીના સલીમભાઈ મુસાણીયા જણાવ્યું કે ગ્રાહકોને સંગમ ચીકીની બોનબોન કાજુ ક્રંચ બુસ્ટરબાઈ શક્તિવર્ધક ચિકીએ ઘેલું લગાડ્યું છે. તદુપરાંત તલ અને સિંગના નાના પીસ વાળી બબલી ચીકી પણ સ્વાદ પ્રેમીઓને ખૂબ પસંદ પડી રહી છે. બોનબોન ચીકી સીંગદાણા ચોકલેટ અને ચોઘ ઘીનું મિશ્રણ કરી બનાવવામાં આવે છે.

Vlcsnap 2022 12 30 09H24M51S915

દર વર્ષે ચીકીમાં નવી વેરાયટી ગ્રાહકોને પીરસવામાં આવે છે:હિતેશભાઈ જોબનપુત્રા(ચાંદની ચીકી)

ચાંદની ચીકીના હિતેશભાઈ જોબનપુત્રા જણાવ્યું કે, રાજકોટની સ્વાદ પ્રેમી જનતાને ચાંદની ચીકી દર વર્ષે નવી નવી ચીકીમાં વેરાયટી પીરસે છે.પીનટ બટર ચીકી, પીનટ બટર ચોકલેટ ચીકી,ક્રશ ચીકી ગ્રાહકોને પસંદ પડે છે.ક્રશ ચીકી નાનેરાથી માંડી મોટેરાઓની મનપસંદ ચીકી છે.છેલ્લા 30 વર્ષથી ગ્રાહકોને પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક ચિકી પીરસવામાં આવે છે.

Vlcsnap 2022 12 30 09H28M02S132

માઝા મલાય ચીકી ગ્રાહકોની ફેવરિટ ચીકી છે:રામ પંડ્યા(રાજેશ ચીકી)

રાજેશ ચીકીના રામભાઈ પંડ્યા એ જણાવ્યું કે,રાજેશ ચીકીની સોમનાથ મંદિરની પ્રસાદીવાળી ઓછા ગોળવાળી સુગર લેન્સ સીંગદાણાની ચીકી ગ્રાહકોની મનપસંદ છે.તદુપરાંત માઝા મલાઈ ચીકી ગ્રાહકોની ફેવરિટ ચીકી છે. માઝા મલાઈ ચીકીમાં સીંગદાણાને એકદમ પીસી સિંગનો માવો બનાવવામાં આવે છે.સાથે ટોપરું અને ગોળનું મિશ્રણ કરી શક્તિવર્ધક માઝા મલાય ચીકી ગ્રાહકોને પીરસવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.