Abtak Media Google News

રાષ્ટ્ર સંત અને શૂરાની ભૂમિ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત, જેને માનવતાની મહેક અને અન્નદાનની સેવા વર્ષો પહેલા કરી હતી તેવા પૂજ્ય સંતનું નામ જલારામ બાપા છે. આ પરમ પૂજ્ય વ્યક્તિની આજે જન્મજયંતિ છે. તેમણે  સદાવ્રતનો આશીર્વાદ લીધો હતો. સદાવ્રત એટલે એક એવું વ્રત કે જ્યાં બારેમાસ સાધુ-સંતો અથવા તો સામાન્ય વ્યક્તિઓ ને ભોજન આપવું. 180 વર્ષ પહેલાં જલારામ બાપા વિરપૂરમાં 10 થી 12 લોકોને માંડ માંડ જમાડતા હશે કેમ કે એ સમયમાં વાહન વ્યવહારની વ્યવસ્થા હતી નહીં અને વીરપુરની વસ્તી પણ ખૂબ ઓછી હતી છતાં એક પ્રશ્ન તો થાય કે અત્યારે આપણા ગુજરાતમાં એવા શેઠિયાઓ પડેલા છે કે રોજે એક લાખ લોકોને જમાડવા હોય તો જમાડી શકે છે છતાં કોઈ દિવસ ત્યાં આપણી વહારે ભગવાન કેમ ન આવ્યા ??

મૂળ કારણ એ છે જલારામ બાપા જ્યારે બીજાને જમાડતા અને બીજાને મદદરૂપ થતા ત્યારે તેને ખુદને પણ ખબર ન હતી કે હું બીજાને ઉપયોગી બની રહ્યો છું અને અત્યારે ભલે આપણે લાખોની મદદ અને લાખો લોકોને જમાડી દઈએ છતાં કુદરતના ચોપડે નોંધ એટલે નથી લેવાતી કેમ કે પેલા તો આખા ગામના ચોપડામાં આપડે નોંધ લેવડાવીયે છીએ. હજુ તો મદદ કર્યા પેલા સો લોકોને કહીને ઢંઢેરો પીટીએ છીએ અને ખાસ કરીને ગામ નોંધ લે એટલે જ તો ઉપયોગી થતા હોય છે. યાદ રાખજો કિંમત વસ્તુની નથી હૃદયના ભાવની છે એટલે જ વીરપુરમાં ભગવાનને ધક્કો ખાવો પડ્યો હશે.

Screenshot 5 3

કોઈને કઈ આપી દે તેને ત્યાગી માણસ કહેવાય અને એ આપેલા દાનની છાપ અગર જો હૃદયમાં ન રહે તેને વૈરાગ કહેવાય અને ઈશ્વર ત્યાગીની નહીં વૈરાગીની નોંધ લે છે. વૈરાગી એટલે ઈશ્વરનો પ્રેમી જેને સમાજ કે ગામ કરતા પહેલા ઈશ્વરને રાજી કરવા માટે પોતાના કર્યો કરે છે.

જ્યાં ઈશ્વર પણ માંગીને મુંજાયો, અન્નદાનના ઓલિયાએ આપ્યા અર્ધાંગિનીના દાન: આજે જલારામ બાપાની જન્મ જ્યંતી

કરુણતા અને દુઃખ એ વાતનું છે કે લોકો સમાજમાં નોંધ લેવાય તેના માટે દરેક કર્યો કરે છે અને પોતાની જાતને ખૂબ જ બુદ્ધિશાળી સમજે છે માટે પ્રભાવમાં નહીં ઈશ્વરે આપેલા અંદર ના સ્વભાવથી ચાલો અને કિંમત મગજ કરતા હાર્ટની વધુ છે કેમ મગજ વગરનો માણસ જીવી શકે છે હાર્ટ વગરનો નહીં આ વાતને ઘરની તિજોરીમાં સાચવી રાખવા જેવી છે પણ આ સમજવા માટે પણ હાર્ટની જ જરૂર પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.