Abtak Media Google News

જલારામ જન્મોત્સવ સમિતિનું જાંજરમાન આયોજન: મહાઆરતી, મહાપ્રસાદ, જલારામ ઝુંપડી દર્શન, જલારામ સંગીત સંઘ્યા અને રકત કેમ્પનાં સહિતનાં કાર્યક્રમો યોજાશે

જલારામ બાપાની જન્મ જયંતિ અનુસંધાને જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા જલારામ બાપાની શોભયાત્રા યોજાશે. જે કાલે સાંજે ૪:૩૦ કલાકે ચૌધરી હાઇસ્કુલથી પ્રારંભ થશે. રાજકોટના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઇ રાત્રે ૮ કલાકે પંચનાથ મહાદેવ મંદીરે શોભાયાત્રા વિરામ પામશે. પંચનાથ મહાદેવ મંદીરે મહાઆરતી યોજાશે. સાથે મહાપ્રસાદ જલારામ ઝુંપડી દર્શન જલારામ સંગીત સંઘ્યા રકતદાન કેમ્પ વગેરે યોજાશે. પંચનાથ મહાદેવ મંદીર પાસે હજારોની સંખ્યામાં જલારામ ભકતો જલારામબાપાનો મહાપ્રસાદ સમુહમાં લેશે.

Advertisement

શોભાયાત્રામાં વિવિધ આકર્ષક ફલોટસ ટુ વ્હીલર ફોર વ્હીલર સાથે હજારોની સંખ્યામાં જલારામ ભકતો સામેલ થશે ડીજેના સથવારે સમગ્ર રાજકોટ જલારામમય બની જશે શોભાયાત્રાનું ચોકે ચોકે સ્વાગત થશે તેમજ આજેે રાત્રે ૯:૩૦ કલાકે આખરીઓપ આપવા પંચનાથ મહાદેવ મંદીર પાસે સંકલન બેઠક યોજાશે. તમામ જલારામ ભકતોને જલારામબાપાની ઝુંડી તથા ખેસ પણ સ્થળ પર આપવામાં આવશે.

તમામ જલારામ ભકતોએ વિશાળ સંખ્યામાં ટુ વ્હીલર ફોર વ્હીલર સામે સામેલ થવા અનુરોધ કરાયો છે.  આ ઉજવણીને સફળ બનાવવા જલારામ જન્મોત્સવ સમિતિનાં રમેશભાઈ ઠકકર, પ્રવિણભાઈ કાનાબાર, અશોકભાઈ હિંડોચા, નવીનભાઈ છગ, વજુભાઈ વિઠલાણી, કલ્પેશભાઈ તન્ના, મયંકભાઈ પાઉં, મનુભાઈ જોબનપુત્રા, જગદીશભાઈ કોટેચા, ભાવિનભાઈ કોટેચા, રમણભાઈ કોટક સહિતનાં જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.