Abtak Media Google News

શહેરના કુલ ર૦ હજાર કારીગરોને અપાશે લાભ: કાર્ડ ધારકોના પરિવારોને ૭પ ટકા ડીસ્કાઉન્ટ સાથે મળશે વીમો: રોજગાર, આવાસ બેન્કીંગ સેવાઓ સહીતના વિશેષ લાભો પણ મળશે

જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોસન કાઉન્સીલ સાથે જેમ્સ એન્ડ જવેલરી એસો. રાજકોટ કરેલા એમઓયુ મુજબ રાજકોટના હાલ બે હજાર કારીગરો પરીચય કાર્ડનો લાભ લઇ શકશે. જે માટેના ફોમમાં વિતરણ એસો. દ્વારા ચાલુ થયેલ છે. જે અંગે વિસ્તૃત વિગતો આપવા એસો.ના હોદેદારોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

પરિચય કાર્ડની બનાવટ અને વિકાસ પાછળનો હેતુ દરેક કારીગરોને વિશેષ ઓખળ નંબર પ્રદાન કરવાનો છે. જેમ્સ એન્ડ જવેલરી પરિચય કાર્ડ નું મુખ્ય ઉદેશ જેમ્સ એન્ડ જવેલરી પરિચય કાર્ડ નું મુખ્ય ઉદેશ જેમ્સ એન્ડ જવેલરી ક્ષેત્રમાં કામ કરતાં કામદારો માટે ચકાસેલા અને સુવ્યવસ્થિત ડેટાબેઝ બનાવવાનો છે.

આ વિશેષ ઓળખ થી તેમને વિવિધ લાભ પ્રાપ્ત થશે. પરિચય કાર્ડ ૭૫ ટકા ડિસ્કાઉન્ટ સાથે પોતાના અને તેના પરિવાર માટે આરોગ્ય વીમા યોજના મેળવી શકશે. જીજેઇપીસી કારીગરો અને તેમના પરિવાર (જીવનસાથી અને બે બાળકો) માટે સ્વાસ્થ્ય કોષ નામની અસરકારક અને કસ્ટમાઇઝડ આરોગ્ય વીમા યોજના અમલમાં લાવી છે. આ કિસ્સામાં ૭૫ટકા પ્રીમીટમ સ્વસ્થ્ય કોષ નામના ફંડમાંથી ભંડોળ આપવામાં આવશે  અને પરિચય કાર્ડ ધારકોએ પ્રીમીયમના ૭૫ ટકા ચુકવવા પડશે.

વીમા યોજના અંગેની વિગતો માટે મો. નં. ૯૩૨૨૮ ૬૦૭૨૪ પર સંપર્ક કરવાનો રહેશે.

પરીચય કાર્ડ દ્વારા કારીગરોને  રોજગારની તકો પણ મળશે સાથે બેન્કીંગ સુવિધા પણ મળશે. પરિચય કાર્ડનો લાભ શહેરના ર૦ હજાર કારીગરોને અપાશે. ફોર્મ મેળવવા માટ.ે જેમ્સ એન્ડ જવેલરી એસો. ઓફીસ, શ્રી હરિ બિલ્ડીંગ ૨/૧૦ દિવનપરા મનોર્ક કોમ્પલેક્ષની બાજુમાં તથા જુગર જવેલર્સ જુની ગઘીવાડ ચોક, સોની બજાર, અથવા ગીરીરાજ જવેલર્સ માંડવી ચોક, તેમજ મનોજકુમાર મથુરદાસ એન્ડ સન્સ જવેલર્સ પેલેસ રોડ શ્રી આશાપુરા મંદીર સામે ફોર્મ પરત આપવાનું બપોરે ૪ થી ૮ શ્રી હરિ બીલ્ડીગ ૨/૧૦ દિવાનપરા મનોર્ક કોમ્પલેક્ષની  બાજુમાં રાજકોટ ખાતે રહેશે.

આ અંગે વિગત આપવા શુભેચ્છા મુલાકાત એસો.ના સેક્રેટરી મયુરભાઇ આડેસરા, વાઇસ પ્રેસીડેન્ટ પરેશ આડેસરા, વીજય પારેખ અને ટ્રેઝરર કનૈયાલાલ રાજપરા ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.