Abtak Media Google News

બ્રાન્ચ મેનેજર્સ, રીજીયોનલ મેનેજર્સ અને બેંકના ટોચના અધિકારીઓ સાથે વિચારણા કરવા બેઠકોનું આયોજન થયુ

સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા એ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને અનુરુપ વિચારો મેળવવા અને બેંકની કામગીરીની સમીક્ષા કરવા એની શાખાઓ સહીત તમામ ૫૨૪ રીજનલ ઓફીસમાં ચર્ચાસત્રનું આયોજન થયું હતું. આ પ્રકારનું પ્રથમ ચર્ચાસત્ર ૧૭ અને ૧૮ ઓગષ્ટના રોજ યોજાયું હતું. જેમાં બેંકની પાયાની લઇને ટોચના સ્તર સુધીની પ્રક્રિયાના પ્રથમ તબકકાની ડિઝાઇન બનાવવા માટે ચર્ચા થઇ હતી.

૩૦ આરબીઓમાં સમગ્ર ગુજરાત સર્કલમાં ટોચના મેનેજમેન્ટ સભ્યો અને મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા અને દેશને પ ટ્રિલીયન અર્થવ્યવસ્થામાં લઇ જવા માટે વિવિધ બાબતો પર વિસ્તૃત ચર્ચા અને વિચારણા કરવામાં આવી હતી જે વડા પ્રધાનનું સ્વપ્ન છે. ચીફ જનરલ મેનેજેર દુખબંધુ રથની આગેવાની હેઠળ ચર્ચા યોજાયું હતું. ગુજરાતના અનય કેન્દ્રો પર માર્ગદર્શન અને વિચાર વિમર્શ કરતા વર્તુળના ત્રણ જનરલ પણ હાજર હતા. આર્થિક વૃઘ્ધિ માટે ક્રેડીટ સપોટ, ઇન્ફ્રાસ્ટકચર માટે ક્રેડીટ સપોર્ટ ખેડુતોની આવક બમણી જલ શકિત,  હરિયાળી અર્થવ્યવસ્થા માટે સપોર્ટ, સ્વચ્છ ભારત મહીલા સશકિતપણ  એમએસએમઇ- મુદ્રા અપ ઇન્ડીયા એજયુકેશન લોન બ્લુ ઇકોનોમી સ્થાનીક અગ્રતા સાથે જોડાણ કોર્પોરેટ સામાજીક જવાબદારી જેવા કેટલાક સુચનો પરામર્શ પ્રક્રિયા દરમિયાન આગળ આવ્યા હતા.

આ બેઠકનો મુખ્ય ઉદ્ેશ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં ધિરાણ ઇનોવેશન લાવવા માટે અને બિગ ડેટા એનાલીટીકસને સક્ષમ બનાવવા ટેકનોલોજીના ઉપયોગનો વધારે ઉપયોગ કરવો અને નાગરીક કેન્દ્રીય બેકીંગ સેવાઓ પ્રદાન કરવા તેમજ વરિષ્ઠ નાગરીકો ખેડુતો લધુ ઉઘોગો ઉઘોગસાહસો યુવાનો વિઘાર્થીઓ અને મહીલાઓની જરુરીયાત અને આકાંક્ષાઓ સંતોષવા માટેની રીતોને ઓળખવાનો અને એનો વ્યવહારિક અમલ કરવાનો હતો.

એસબીઆઇને ઘણા અમલ કરી શકાય એવા નવા સુચનો મળ્યા હતા જે બેંકની કામગીરીમાં સુધારો કરવામાં અને ભવિષ્યની યોજના બનાવવામાં મદદ થઇ શકે છે. આ સુચનોને સંકલીત કરીને એસએલબીસી- સ્ટેટ લેવલ પર વધુ વિચારણા માટે રીજનલ- ઝોનલ લેવલ પર મોકલવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.