Abtak Media Google News

ત્રણ ઓક્સિજન પ્લાન્ટ રેડી: 300 તબીબો અને 700 નર્સિંગ સ્ટાફના ટ્રેનિંગ સેશન શરૂ

કોરોના વાયરસની ચોથી લહેર ની દહેશત જામનગરની સરકારી જીજી હોસ્પિટલ ના કોવિડ વિભાગમાં 125 બેડ અને 80 વેન્ટીલેટર તૈયાર કરી લેવાયા છે, સાથો સાથ ત્રણ ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર કરાયા છે. સાથો સાથ 300 તબીબો અને 700 નર્સિંગ સ્ટાફ માટે ટ્રેનિંગના સેશન પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.

કોરોનાની સંભવિત ચોથી લહેર વચ્ચે ગઇકાલે રાજ્યભર ની હોસ્પિટલો માં મોકડ્રિલ  નું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં જામનગર ની પણ સરકારી જી જી હોસ્પિટલ માં તબીબી ટુકડી દ્વારા હોસ્પિટલ માં ઉપલબ્ધ સાધન ,સુવિધા અને સારવાર અંગે ની ચકાસણી કરવામાં આવી હતી.

કોરોના વાયરસની ચોથી લહેરની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે .આથી કેન્દ્રની અને રાજ્ય ની સરકાર પણ સતર્ક બની છે .રાજ્યભર માં છેલ્લા કેટલાક દિવસ થી કોરોના ની સંખ્યા માં ધીમા પગલે વધારો થઈ રહ્યો છે. દરમ્યાન ગઇકાલે સમગ્ર રાજ્યમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં અપાતી સારવાર સુવિધા અને સાધનો ની ઉપલબ્ધિ વગેરે અંગે ની ચકાસણી માટે ની એક મોકડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું હતું .

જેમાં કોરોના કેસ ની સંખ્યા વધે તો હોસ્પિટલ માં સાધન સુવિધા અને ડોક્ટર ની શુ ઉપલબ્ધ છે ? તે અંગે તબીબી ટુકડી ઓ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. જી જી હોસ્પિટલના તબીબી અધિક્ષક  ડો. દીપક તિવારી ઉપરાંત ડો. વસાવડા ,ડો. એસ.એસ.ચેટર્જી,  ડો. મનીષ મહેતા , ડો.ભૂપેન્દ્ર ગોસ્વામી,  ડો. ભદ્રેશ વ્યાસ ઉપરાંત પેરા મેડિકલ સ્ટાફ વગેરે દ્વારા હોસ્પિટલ.માં ઓક્સિજન પ્લાન્ટ અને ટેન્ક , સાધન , દવા ,વગેરે ની ચકાસણી કરવામાં આવી હતી.

જી જી હોસ્પિટલ માં હાલ 125 બેડ ની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.80 વેન્ટિલેટર કાર્યરત છે. તેમજ ઓક્સિજન ના ત્રણ પ્લાન્ટ અને ટેન્ક કાર્યરત છે. જેમાં જી જી હોસ્પિટલમાં ચાર દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં બે ઓક્સિજન ઉપર અને બે રૂમ એર ઉપર છે.જ્યારે ડોક્ટર ચેટર્જી  દ્વારા સંબંધીત તબીબો અન્ય અને સ્ટાફને જરૂરી તાલીમ આપવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.