Abtak Media Google News

એલસીબીએ ૩૭ બનાવટી ચલણી નોટ સાથે ડોલર પ્રીન્ટર સ્કેનર સહિત રૂ. ૮૭ હજારનો મુદામાલ જપ્ત કર્યો

જામનગરમાં તાજેતરમાં યોજાયેલા શ્રાવણી મેળા તેમજ નગરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી કેટલીક દુકાનોમાં રૂ.૨ હજાર તથા રૂ.૫૦૦ની ચલણી નોટ આપવામાં આવી હતી જેમાંની કેટલીક નોટો બનાવટી હોવાની વિગતો મળતા એસપી શરદ સિંઘલે આ બાબતની ઉંડાણપૂર્વકની તપાસ કરવા એલસીબીને સૂચના આપી હતી.

એલસીબી દ્વારા બાતમીદારોને એક્ટિવેટ કરવામાં આવ્યા પછી સ્ટાફના ભગીરથસિંહ, હરદીપ ધાધલ તથા ભરત પટેલને બાતમી મળી હતી કે, પટેલ કોલોની પાસે આવેલા શાસ્ત્રીનગરના એક મકાનમાં બનાવટી નોટ છાપવામાં આવી રહી છે અને તેને બજારમાં ફરતી મૂકવામાં આવી રહી છે.

ઉપરોક્ત બાતમીથી પીઆઈ ડોડિયાને વાકેફ કરવામાં આવ્યા પછી એલસીબીનો કાફલો પટેલ કોલોની-૯ના છેવાડે શાસ્ત્રીનગરમાં આવેલા ઝાહિદ ઉમર શેખ નામના શખ્સના મકાનમાં ત્રાટક્યો હતો તે સ્થળે તલાશી લેવાતા રૂ.ર હજારના દરની ૩ર બનાવટી નોટ અને રૂ.પ૦૦ના દરની ૫ાંચ બનાવટી નોટ સાથે મૂળ જામખંભાળિયાના વતની અને હાલમાં નગરના તીનબત્તી વિસ્તારમાં આવેલી રાજ પેલેસ હોટલમાં મેનેજમેન્ટનું કામ કરતો ઝાહિદ ઉમર શેખ નામનો શખ્સ મળી આવ્યો હતો તે મકાનમાંથી એલસીબીને કલર પ્રિન્ટર, સ્કેનર, પચ્ચાસ નંગ કોરા કાગળ અને એક મોબાઈલ પણ સાંપડયો હતો. અંદાજે રૂ.૮૭ હજારનો મુદ્દામાલ એલસીબીએ કબજે કર્યો હતો જેમાં રૂ.૬ હજારની ખરી ચલણી નોટો પણ મળી આવી હતી.

ઉપરોકત આરોપીને એસપી સમક્ષ રજૂ કરી પૂછપરછ હાથ ધરતા આ શખ્સે પોપટ બની જઈ ભારતીય ચલણમાં બનાવટી નોટો ઘૂસાડવાના કૌભાંડનો પર્ફાદાશ કર્યો છે

જેમાં તેણે જણાવ્યા મુજબ મૂળ ખંભાળિયાનો ઝાહિદ શેખ થોડા વર્ષો પહેલા આફ્રિકન દેશમાં રહેવા માટે ચાલ્યો ગયો હતો જ્યાંથી દસેક વર્ષ પહેલા પરત ફર્યા પછી રાજ પેલેસ હોટલમાં નોકરી કરતો હતો અને શાસ્ત્રીનગરમાં રહેતો હતો. ઝાવિદે એકાદ મહિના પહેલા જાલીનોટ બનાવવા માટે કલર પ્રિન્ટર, સ્કેનરની ખરીદી કરી હતી જેમાં અસલ ચલણી નોટ મૂકી તેની હૂબહૂ કલર ઝેરોક્ષ કાઢી તેને ચલણમાં મૂકવા માટે કાર્યરત બન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.