Abtak Media Google News

વોર્ડ નં.9માં ભૂગર્ભ-પાઇપ ગટર સફાઇનો કોન્ટ્રાક્ટ રદ્ કરવા માંગ: મ્યુનિ.કમિશ્નર સહિતનાને લેખિત રજૂઆત

જામનગર શહેરમાં વોર્ડ નં.9 માં હયાત ખુલ્લી ગટરની જગ્યાએ પાઇપ ગટર બનાવીને ગંદુ વપરાશી પાણીનો નિકાલ નજીકની હયાત કાર્યરત ભુગર્ભ ગટર અથવા કેનાલ, નાલામાં કરવામાં આવે છે. હાલમાં હયાત પાઇપ ગટરની કુંડી જેની ઉંડાઇ અંદાજે 2 ફુટ હોય છે. તેની સફાઇ ભુગર્ભ ગટરના કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવે છે. અને આ સફાઈ કામગીરીનો ખર્ચ ભુગર્ભ ગટર શાખા દ્વારા જે તે કોન્ટ્રાકટરને ચુકવવામાં આવે છે. જેથી જામનગર મહાનગરપાલિકાને આર્થિક બોજો પડે છે. અગાઉ આ પાઇપ ગટરની સફાઈ જે-તે વોર્ડના એસ.એસ.આઈ. દ્વારા જેએમસીના સફાઈ કામદારો દ્વારા કરાવવામાં આવતી હતી. પરતું જે આ કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે. તે કોન્ટ્રાકટર તદન નિષ્ફળ ગયેલ છે. મહાનગરપાલિકા દ્વારા ખાતાકીય દ્વારા કામ કરાવવાના બદલે કોન્ટ્રાકટર પાસે કામ કરાવવાથી લોકોની સુવિધામાં વધારો થાય તે ઉદેશથી કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે. પરંતુ આ કિસ્સામાં કોન્ટ્રાકટર તેમને આપેલ કોન્ટ્રાકટની શરતો મુજબ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. લગત શાખાને તેમજ છે. મ્યુનિ. કમિશ્નરને વારંવાર રજુઆત કરવા છતાં પણ આ કામમાં કોઇ સુધારો આવતો નથી.

વોર્ડના બંને એસ.એસ.આઈ. દ્વારા વારંવાર રજુઆત કરવામાં આવેલ છે કે, આ કામગીરી કોન્ટ્રાકટર દ્વારા સંતોષકારક થતી નથી. અને મહાનગરપાલિકાને આર્થિક બોજો પણ વધારે આવે છે. તો આ કોન્ટ્રાકટ રદ કરી ખાતાકીય પહેલાની જેમ સફાઈ કામદારો મારફત વોર્ડના એસ.એસ.આઈ.ના સુપરવિઝન નીચે કામગીરી કરવામાં આવે પરંતું ડે.કમિશ્નર એ.કે.વસ્તાણી દ્વારા જાણી જોઈને આ બાબત કોઇ નક્કર કાર્યવાહી કરવાને બદલે ખોટા સાચા જવાબો આપી મહાનગરપાલિકાની આર્થિક નુકશાન તેમજ જામનગર શહેરની પ્રજાને મુશ્કેલીમાં વધારો કરે છે.

ડે.કમિશ્નર ઉપર તાત્કાલિક બી.પી.એમ.સી.એકટની જોગવાઇ અંતર્ગત ખાતાકીય પગલા લઈ આ કોન્ટ્રાક્ટ રદ કરી પહેલાની જેમ વોર્ડમાં આ કામગીરી કરવા વધારે સફાઈ કામદારો ફાળવી વોર્ડના રહેતા રહેવાસીઓને આ મુશ્કેલીમાંથી જલ્દી બહાર લાવવા કોર્પોરેટર નિલેશ કગથરાએ જામનગર કમિશ્નરને પત્ર દ્વારા રજૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.