જામનગર: CMની હાજરીમાં શહેર કોંગ્રેસ પ્રમુખએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

  • લંમ્પીગ્રસ્ત પશુઓના મુદ્દે કલેક્ટર કચેરીએ પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે પ્રમુખ અને એક કાર્યકર્તાની કરી અટકાયત
  • ભૂપેન્દ્ર પટેલની જામનગર કલેકટર કચેરી ખાતે ચાલી રહી હતીં સમીક્ષા બેઠક

આજ રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જામનગરની મુલાકાતે છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા જામનગર કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મીટીંગ ચાલી રહી હતી ત્યારે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા દ્વારા લંપીગ્રસ્ત પશુઓના મુદ્દે કલેકટર કચેરી પટાંગણમાં પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.બનાવની જાણ થતાં જ પોલીસ કર્મચારીઓ દ્વારા તેમને અટકાવી તેમની અને તેની સાથેના કોંગ્રેસ કાર્યકર્તા પાર્થ પટેલની અટકાયત કરવામાં આવી હતી.

વિગતો મુજબ આજ રોજ સવારે 10 વાગ્યાના સમયે જામનગર કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક ચાલી રહી હતી તે સમયે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દીગુભા જાડેજા પોતાની કારમાં કાર્યકર્તા પાર્થ પટેલ સાથે એક પેટ્રોલ ભરેલું ડબલું લઈ ઘસી આવ્યા હતા.અને પોતાની કરની બહાર નીકળી લંપીગ્રસ્ત પશુઓના મુદ્દે કલેકટર કચેરી પટાંગણમાં પોતાના પર પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો જે બનાવની જાણ પોલસીને થતા તેમના દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેની ટીંગાટોળી કરી ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે તેની સાથેના કોંગ્રેસ કાર્યકર્તા પાર્થ પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે મીટીંગ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી કલેક્ટર કચેરીની બહાર નીકળ્યા ત્યારે મીડિયા કર્મચારીઓ દ્વારા તેમને આ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ત્યારે તેમના દ્વારા આ મુદ્દે કોઈપણ જવાબ આપવામાં આપ્યો ન હતો. હાલ તો સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને તેની સાથેના કાર્યકર્તા પાર્થ પટેલની ધરપકડ કરી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જ કોંગ્રેસ પ્રમુખે આત્મવિ લોકોનો પ્રયાસ કરતા સમગ્ર ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.