Abtak Media Google News

મોરબી સમાચાર

મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમે અણયારી ટોલાનાકા પાસેથી ટાટા ટ્રકના ચોરખાનામાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપવામાં સફળતા મળી છે. ટ્રકમાંથી વિદેશી દારૂની ૭૨૧ બોટલ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે જયારે ટ્રકના માલિક એવા માલ મોકલનારનું નામ ખુલતા બંને આરોપી વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

મોરબી એલ.સી.બી. પેરોલ ફર્લો ટીમ માળીયા મિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં અણીયારી ટોલટેક્ષ ખાતે વાહન ચેકીંગની કામગીરી કરતા હતા. દરમ્યાન ખાનગીરાહે બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી એક ટાટા ટ્રક નંબર- GJ-12-BZ-7831 ગાંધીધામ તરફ જનાર છે.

જે ટ્રકમાં ચોરખાનુ બનાવી વિદેશી દારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરે છે તેવી મળેલ હકિકત આધારે અમદાવાદ ગાંધીધામ હાઇવે રોડ ઉપર અણયારી ટોલનાકા પાસે વોચ ગોઠવી ચેકીંગમાં હોય તે દરમિયાન ઉપરોકત ટાટા ટ્રક રજી.નં GJ-12-BZ-7831 ત્યાંથી પસાર થતા તેને રોકી તેની તલાસી લેતા ટ્રકમાં બનાવેલા ચોરખાનામાંથી મોંઘીદાટ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૨૧ બોટલો કિ.રૂ.૨,૮૭,૫૮૦/-જથ્થો તથા મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/- તથા ટાટા ટ્રક રજી.GJ-12-BZ-7831 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- એમ કુલ ૨,૯૮,૫૬૦/- ના મુદામાલ સાથે આરોપી ટ્રક ડ્રાઈવર હનુમાનરામ ક્રિષ્નારામ મુલતાનારામ ઢાકા ઉવ.૩૦ રહે.નેડીનાડી તા. ધોરીમન્ના જી બાડમેર રાજસ્થાનને ઝડપી લેવાયો હતો.

આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આ વિદેશી દારૂનો જથ્થો ટ્રક માલિક જીતેન્દ્રસિંહ રાઠોડ રહે. જોઘપુર (રાજસ્થાન) વાળાએ મોકલ્યો હતો જેથી બંને આરોપીઓ વિરુદ્ધ માળીયા મીયાણા પો.સ્ટે. ખાતે પ્રોહીબીશન ધારામાં  ગુનો રજિસ્ટર કરી  કાર્યવાહી હાથ ધરી છે.

ઋષિ મહેતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.