Abtak Media Google News

જામનગર શહેરના સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવી દેવાયા પછી જામનગર મહાનગરપાલિકાની જુદી જુદી ટીમો શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને પ્રતિબંધિત પ્લાસ્ટિક નો ઉપયોગ કરનાર વેપારીઓ સામે સખ્ત કાર્યવાહી કરી રહી છે, જેના ભાગરૂપે ગઈકાલે વધુ 17 વેપારીઓ દંડાયા છે, અને તેઓ પાસેથી 16 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી લઇ તેઓ પાસેથી હાજર દંડ વસૂલવામાં આવ્યો છે.પર્યાવરણ  માટે સૌથી વધુ નુકશાનકારક એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગેના કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસંધાને હાલે 1ર0 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવાનો રહેતો હોય, આ જાહેરનામાની અમલવારી ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા ધ્વારા   1ર0 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવા ચાર ટીમો મારફત કડક ઝુબેંશ હાથ ધરવામાં આવી હતી.

Advertisement

જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોના કુલ-17 વેપારીઓ પાસેથી 16 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તેમજ રૂા.8,250 નો દંડ વસુલવામાં આવ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.