Abtak Media Google News

જામનગર મહાનગરપાલિકાનું વર્ષ ર૦૧૯-ર૦ર૦ નું રૃપિયા ૬રપ કરોડ ૪૦ લાખનું વાર્ષિક અંદાજપત્ર આજે મ્યુનિસિપલ કમિશનર આર.બી. બારડ દ્વારા સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.

જેમાં ૩૭ કરોડ ૬પ લાખનો કુલ વેરા વધારો સૂચવવામાં આવ્યો છે. જેમાં ફક્ત મિલકત વેરામાં રૃપિયા ૩૦ કરોડના વધારાની રકમનો સમાવેશ થાય છે. ઉપરાંત સોલીડ વેસ્ટ કલેક્શન  ચાર્જ, વ્હિકલ ટેક્સ, વોટર ચાર્જ અને ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન ચાર્જનો સમાવેશ થાય છે.

આ અંદાજપત્રમાં વર્ષાન્તે રૃપિયા ૧પ૬ કરોડ ૮૬ લાખની પૂરાંત દર્શાવાઈ છે. આગામી વર્ષમાં પાણી પાઈપલાઈન નેટવર્ક, ભૂગર્ભ ગટર, આરોગ્ય, ઓવરબ્રિજ સહિતના અનેક નવા કામો પણ સૂચવાયા છે. હવે આગામી દિવસોમાં સ્ટેન્ડીંગ કમિટી દ્વારા આ બજેટમાં સુધારા વધારા કર્યા પછી સામાન્ય સભાની મંજુરી માટે મોકલવામાં આવશે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે ચેરમેન સુભાષ જોષીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં સમિતિના સભ્યો, અધિકારીઓ ઉપરાંત મેયર, ડેપ્યુટી મેયર વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

આ બેઠકમાં મ્યુનિ. કમિશનર આર.બી. બારડે વર્ષ ર૦૧૯-ર૦ નું રૃપિયા ૬રપ કરોડ ૪૦ લાખના ખર્ચવાળું અંદાજપત્ર સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું. જેમાં રેવન્યુ ખર્ચમાં સ્વભંડોળનું ખર્ચ ર૪૦૯ લાખ ૪ર હજાર, ગ્રાન્ટ ખર્ચ ૩૦ કરોડ ર૯ લાખ, કેપિટલ ભંડોળ ખર્ચ ૧પ કરોડ ૬૯ લાખ, કેપિટલ ગ્રાન્ટ ખર્ચ ર૭૩ કરોડ ૩૦ લાખ, અનામત ખર્ચ પર કરોડ ૦૭ લાખ અને એડવાન્સ ખર્ચ રૃપિયા ૧૩ કરોડ ૬૪ લાખ મળી કુલ ૬રપ કરોડ ૪૦ લાખ ખર્ચનો સમાવેશ થાય છે.

તેની સામે વર્ષ ર૦૧૯-ર૦ માં આવકના આંકડા જોઈએ તો ઉઘડતી પૂરાંત ૧પ૩ કરોડ ૯૬ લાખ, સ્વભંડોળની આવક ૧૯૮ કરોડ ૪૬ લાખ, ગ્રાન્ટ આવક ૮૧ કરોડ ૧પ લાખ, કેપિટલ ભંડોળ આવક ૩૮ કરોડ ૬પ લાખ, કેપિટલ ગ્રાન્ટ આવક રૃા. ર૪૩ કરોડ ૬૦ લાખ, અનામત આવક રૃા. પ૩ કરોડ ૧૦ લાખ, અને એડવાન્સ આવક રૃા. ૧૩ કરોડ ૩૪ લાખ મળી કુલ ૬ર૮ કરોડ ૩૦ લાખનો સમાવેશ થાય છે.

આથી ઉઘડતી સીલક કુલ ૭૮ર કરોડ ર૬ લાખની આવકનો અને ખર્ચ બાદ કરતા ૧પ૬ કરોડ ૮૬ લાખની પુરાંત દર્શાવાઈ છે. મ્યુનિ. કમિશ્નર દ્વારા કરદરમાં વધારો સૂચવવામાં આવશે. જેમાં મિલકત વેરામાં રપ ચો.મી. માટે હાલના દર રૃા. ર૦૦ છે તેમાં વધારો કરી ૩૮૦ સૂચવવામાં આવ્યો છે. તેવી જ રીતે રપ થી ૩૦ ચો.મી. માટે રપ૦ ના બદલે ૪૮૦, ૩૦ થી ૪૦ ચો.મી. સુધીની મિલકત વેરાનો દર ૩૦૦ના સ્થાને ૬૪૦ અને ૪૦ થી ચો.મી. પ૦ ચો.મી. માટે ૪૦૦ ના બદલે પરિણામલક્ષી દર મુજબ વધારો સૂચવાયો છે.

તેવી જ રીતે ભૂગર્ભ ગટર હાઉસ કનેકશન ચાર્જમાં પણ વધારો સૂચવવામાં આવ્યો છે. તેમાં રેસીડેન્ટ વિસ્તારોમાં હાલમાં વસુલવામાં આવતા ૭૦૦ ના સ્થાને ૧૦૦૦ સૂચવાયો છે. તથા નોન રેસીડેન્ટ માટે હાલના ૧પ૦૦ ના દર સામે ૧૮૦૦ વસુલવાનું સૂચન કરવામાં આવ્યું છે.

પાણી વેરા દરમાં પણ કમિશ્નર દ્વારા વધારો સૂચવાયો છે. જેમાં મીટર વગરના નળ કનેકશનના હાલમાં વસુલવામાં આવતા ૧૦પ૦ ના સ્થાને ૧ર૦૦ સૂચવાયા છે. એટલે કે, ૧પ૦ નો વધારો સૂચવાયો છે. જ્યારે સ્લમ વિસ્તારમાં ૪૦૦ ના સ્થાને ૬૦૦ નો દર વસુલવા સૂચન કરવામાં આવ્યું છે.

સફાઈ કામગીરી પાછળ થતા તોતીંગ ખર્ચને પહોંચી વળવા સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જમાં વધારો સુચવાયો છે. તેમાં રહેણાંક વિસ્તારમાં હાલના દર પ્રતિ માસ ર૦ છે તેના બદલે રૃા. ૩૩, બિન રહેણાંક માટે ૩૦ ના સ્થાને પ૦ અને ઈન્ડસ્ટ્રીયલ માટે પ૦ ના સ્થાને ૮૩ વસુલવામાં સૂચન કરાયું છે.આમ કરદરમાં વધારાથી રૃા. ૩૭ કરોડ ૬પ લાખની આવકનો વધારો થશે. આ ૩૭ કરોડ માંથી ૩૦ કરોડનો વધારો ફક્ત મિલકત વેરામાં સૂચવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.