Abtak Media Google News
  • આઠ દનૈયા પરથી થોળ આગામી ચોમાસાના વરસાદનો વરતારો
  • ચૈત્રી દનૈયા દરમિયાન આઠ દિવસ તાપમાનનો પારો રહે છે ઉંચો: દનૈયા ગોરંભાઇ તો ચોમાસું સામાન્યથી પણ નબળું રહેવાનો અંદાજ

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ચૈત્રી દનૈયા તપવા પરથી વરસાદ કેવો રહેશે તેની આગાહી પરં5રગત રીતે થતી રહી છે. જૂન માસમાં શરૂ થતા નૈઋત્ય ના ચોમાસાની સફળતા નિષ્ફળતા અંગે ખેડુતો કેટલીક પરંપરાગત માન્યતાઓ ધરાવે છે. પોતાના લાંબા સમયના અનુભવોના નિચોડરૂપે કેટલાક અનુમાનો વર્ષો વિજ્ઞાન તરીકે ખાસ મહત્વ ધરાવે છે.

Advertisement

તા.29 એપ્રિલને સોમવારને ચૈત્ર વદ પાંચમથી ચૈત્ર દનૈયાનો પ્રારંભ થશે. જે ચૈત્ર વદ તેરશને સોમવાર એટલે 6-5 સોમવાર સુધી ચાલશે જોકે આ વર્ષ અત્યારેથી માવઠા થવા લાગ્યા છે અને વાદળો છવાયા છે. તેની જુદી-જુદી આગાહી થઇ રહી છે. ત્યારે કેટલા દનૈયા સુધરે છે કે બગડે તે અનુભવીઓ ચોમાસાનો વરતારો કરશે.

દર વર્ષે દક્ષિણ-પશ્ર્વિમ એટલેકે નૈઋત્યના ચોમાસા માટે આ ચૈત્રી દનૈયામાં કેવો અને કેટલો તાપ પાડ્યો, કયા દનૈયા બગડયા વાદળાઓ બધાંણા કે કેમ? જેવા પ્રશ્ર્નો ઉ5ર સતત નજર રાખ્યા બાદ આગામી ચોમાસાનો વરતારો જાહેર કરાય છે. પરંતુ વરસાદના નક્ષત્રવાર ચૈત્ર વદ-પાંચમથી નવદિવસના દનૈયાનો કમ વધુ આધારભૂત ગણાય છે.

વરસાદના નવ નક્ષત્રોના નવ દનૈયા દરમિયાન જો વાદળા, વરસાદ, ભેજ ઓછું ઉષ્ણતામાન હોય તો તે દૈનયું બગડયુ હોવાનું અને તેનું સાથે સબંધિત નક્ષત્રમાં વરસાદ ન પડવાનું ખેડુતો માને છે. દનૈયા દરમિયાન ચોખ્ખા આકાશ સાથે ખુબજ તાપ પડે તો દનૈયુ ચૈત્રી દનૈયા ના અલગ અલગ દિવસોએ ચોમાસામાં આવતા વરસાદના નક્ષત્ર મુજબ ગણાશે જેમકે પહેલુ દનૈયું એટલે પ્રથમ વરસાદનું નક્ષત્ર ગણાશે એ મુજબ જ બીજુ દનૈયુ એટલે બીજુ વરસાદનું નક્ષત્ર ગણાશે. આ રીતે આઠમું દનૈયા એટલે આઠમુ વરસાદનું નક્ષત્ર ગણાશે. માટે દનૈયા દિવસો દરમિયાન દરેક દિવસોનું ખાસ અવલોકન કરવું.

જે દનૈયુ નિષ્ફળ જાય તો તે વરસાદનું નક્ષત્ર નિષ્ફળ જશે એટલે જે તે નક્ષત્રમાં વરસાદની સંભાવના ખૂબજ ઓછી ઉભી થશે.

ચોમાસાનો વરતારો

સૌરાષ્ટ્રમાં હોળીની ઝાળ અખાત્રીજનો પવન, ગરમીમાં ગરમાળાના ખિલતા ફુલો ટીટેડી કયાં કયારે ઇંડા મુકે છે. વગેરે પરથી પણ વરસાદની આગાહી થતી રહી છે. અને મોટાભાગે આ આગાહી સાચી પડતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.