Abtak Media Google News

સાગર સંઘાણી

Advertisement

હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા રાજ્યના અનેક શહેરોમાં ‘હોલી રસિયા’ મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે જામનગરમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા બરોડાના મોટી હવેલીના શ્રી વ્રજરાજકુમારજી મહોદયની ઉપસ્થિતિમાં ગઈકાલે સાંજે રણજીતનગર ખાતે આવેલા લેઉઆ પટેલ સમાજ ખાતે ‘હોલી રસિયા’ ના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Whatsapp Image 2023 03 02 At 12.42.39

આ કાર્યક્રમમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીનું આગેવાનો તેમજ વૈષ્ણવો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અને તેઓ ઉપર ફૂલોની પાંખડીઓનો વરસાદ કરી હોળી રસિયા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

Whatsapp Image 2023 03 02 At 12.42.58

ત્યાર બાદ કૃષ્ણલીલાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ મહોત્સવમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી દ્વારા પ્રવચન યોજાયું હતું.

Whatsapp Image 2023 03 02 At 12.42.47

જેમાં સંસ્થાના પ્રમુખ જીતેન્દ્ર લાલ, પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા સહિત આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. ત્યાર બાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો, ભાઈઓ-બહેનો તેમજ બાળકો સહિતના વૈષ્ણવોએ પણ ફૂલોની પાંખડી તેમજ કલર એકબીજા પર ઉડાડી હોળી રસિયા ઉત્સવની ઉજવણી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.