Abtak Media Google News

સુચારુ આયોજનના અભાવે પ્રતિદિન કફોડી બનતી હાલત

કોરોનાએ મહા મુશીબત સર્જી છે. બીજો તબક્કામાં રાજ્યભરમાં અજગરી ભરડો લેતા મેડીકલ ઈમરજન્સી જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જામનગરમાં દરરોજ એક સો થી વધુ દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે. કોવિડ હોસ્પીટલમાં 2000 ઉપરાંતની બેડ ફૂલ થઇ ગઈ છે. તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલને પણ ધડાધડ મંજુરી આપી સ્થિતિ પર નિયંત્રણ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા છે.પરંતુ સ્થિતિ થાળે પડવાને બદલે દિવસે દિવસે બદથી બદતર થતી જાય છે. કેમ કે ખાનગી હોસ્પિટ લોમાં ઓક્સીજનની કમી સામે આવી રહી છે. છેલ્લા એક સપ્તાહથી ખાનગી હોસ્પિટલ ઓક્સીજનની ઉણપ અનુભવાઈ રહી છે. ત્યારે હાલ ગંભીર કટોકટી ઉભી થઇ છે. શહેરની તમામ ખાનગી હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. પણ આ હોસ્પિટલ વગર ઓક્સીજન વગર ઓકસીજન પર આવી ગઈ છે.સૌરાષ્ટ્રમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ રાજકોટ બાદ જામનગરમાં થઇ રહ્યું છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી કોવિડ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. છેલ્લા પખવાડીયાથી જી.જી.હોસ્પિટલ હાઉસફૂલ થતી આવી છે ત્યારે સરકાર દ્વારા નિર્ણય કરી શહેરની આઠ હોસ્પિટલને કોવિડ સારવારની મંજૂરી આપી હતી. આ હોસ્પિટલો શરૂ થઇ ગયા બાદ સંક્રમણની ગતિ વધુ તિવ્ર થઇ જતા આ તમામ દવાખાના પણ નવા દર્દીઓને સમાવવા માટે અસમર્થ બની ગયા હતા.કોવિડ-19નો આ બીજો તબક્કો હાલ ઘાતક સાબિત થઇ રહ્યો છે. યુવાનોથી માંડીને વયોવૃધ્ધ દર્દીઓને ઓક્સિજન આપવુ ફરજીયાત થઇ રહ્યું છે.

ડબલ મ્યુટન્ટના આ તબક્કામાં દર્દીઓના ટપોટપ મૃત્યું થઇ રહ્યા છે. મોટા ભાગના દર્દીઓને ઓક્સિજન અને વેન્ટીલેટરની આવશયકતા રહે છે ત્યારે હાલ શહેરની તમામ હોસ્પિટલોમાં ઓક્સિજનની ખામી ખટકી રહી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી પયાપ્ત જથ્થો ન મળી રહેતા હોસ્પિટલમાં દર્દીઓ ઓક્સિજન વગર દમ તોડી દેવાની અણી પર આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં પણ તંત્ર દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવી રહ્યું નથી. જેને લઇને આવતીકાલનું ભવિષ્ય ધુંધળુ જણાઇ રહ્યું છે. જો સમયસર ખાનગી હોસ્પિટલો અને ટ્રસ્ટની હોસ્પિટલોને ઓક્સિજનનો જથ્થો પુરો પાડવામાં નહી આવે તો મૃતકોના પ્રમાણમાં અનેક ઘણો ઉછાળો આવવાની સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે. સરકારે ત્વરિત નિર્ણય લઇ ઓક્સિજન પુરૂ પાડવા માટે સુચારૂ આયોજન ઘડવુ જોઇએ તે આજના સમયની માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.