Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગરનું એસ.ટી. ડેપો કે જેનું નિર્માણ આજથી ૫૩ વર્ષ પહેલાં થયું હતું. જે એસ.ટી. ડેપો ની હાલત અત્યંત જરૂરી છે. રાજ્યના અનેક એસ.ટી. ડેપોના નવીનીકરણ થઈ ગયા છે, અને જામનગરના એસટી ડેપોની નવીનીકરણની વાત પણ ચાલી હતી, અને રાજ્ય સરકાર તેમજ જામનગર ના શહેર જિલ્લાના રાજકીય આગેવાનોના પ્રયાસોથી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા ગ્રહમંત્રી દ્વારા નવું એસ.ટી. ડેપો બનાવવા માટેની હૈયા ધારણાં અપાયા પછી આજે અમદાવાદની એક ટીમ સ્વચ્છતા અંગેની ચકાસણી અર્થે જામનગર આવી પહોંચી હતી.

અમદાવાદના એસ.ટી. ડિવિઝન અને એમ. ઈ. ઓ. એમ.ડી. શુક્લા તેમજ વિભાગીય નિયામક બી.સી. જાડેજા જામનગર આવી પહોંચ્યા હતા, અને તેઓ દ્વારા આજે એસ.ટી. ડેપો નું બારિકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ સમગ્ર ડેપોની ચકાસણી દરમિયાન એસ.ટી. ડેપો ની હાલત તદ્દન જર્જરીત જોવા મળી હતી. ત્યારબાદ એસ.ટી. ડેપોના અનેક સ્થળોએ ખૂબ જ કચરો અને સાફસફાઈ નો અભાવ જોવા મળ્યો હતો.

ત્યારબાદ એસટી ડેપોના ડ્રાઇવરના રૂમમાં દેશી દારૂની કોથળીઓ અને ઇંગલિશ દારૂ ની ખાલી બોટલો વગેરે મળી આવતાં અધિકારીઓ આશ્ચર્યચકિત બન્યા હતા. આ કાર્યવાહીને લઈને સ્થાનિક એસ.ટી તંત્રમાં ભારે દોડધામ થઈ હતી.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.