Abtak Media Google News

Screenshot 33 1

જામનગર જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને લાલપુર ખાતે 77માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઇ .મહાનુભાવોના હસ્તે વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82જેટલાં કર્મીઓ તથા સંસ્થાઓને સન્માનિત કરાયા હતા .જામનગર જિલ્લાના વિકાસ માટે રૂ.25 લાખની રકમનો ચેક એનાયત કરાયો .  જિલ્લામાં વર્ષ દરમિયાન કુલ રૂ.2090 કરોડની રકમના 443 કામો હાથ ધરવામાં આવ્યા છે. 

Img 20230815 Wa0101

                    જામનગર જિલ્લા કક્ષાના 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી લાલપુર રૂપાવટી નદીના કાંઠે આવેલ મેદાનમાં કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર બી.એ.શાહના હસ્તે દવજવંદન કરવામાં આવ્યું હતું.દવજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ કલેકટર એ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.પોલીસ ઇન્સપેક્ટર કે.આર.વાઘેલાની આગેવાની હેઠળ યોજાયેલ પરેડમાં જામનગર જિલ્લા પોલીસ,હોમગાર્ડ,એન.સી.સી.સહિતની ટુકડીઓ સહભાગી થઈ હતી અને તિરંગાને સલામી આપી હતી.

Img 20230815 Wa0094

                          77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિતે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ મારી માટી, મારો દેશ અને હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે તેમાં હર્ષભર ભાગ લઈ રહેલા સૌ કોઈનો આભાર માનું છું.વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોચે અને સૌના સાથથી સૌનો વિકાસ થાય એ જ એક મંત્ર સાથે ગુજરાત આગળ ધપી રહયુ છે. ગત છ મહિનામાં જામનગર જિલ્લામાં કુલ રૂ.700 કરોડના ખર્ચે 135 કામો કરવામાં આવ્યા છે.જેમાં માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ અને પંચાયત વિભાગ તેમજ જેટકો દ્વારા અગત્યના વિકાસ કાર્યો કરાયા છે.

Img 20230815 Wa0089

            

                          સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણીમાં અધિકારીઓએ સહિત  શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.