Abtak Media Google News

જામનગર સમાચાર

              જામનગરના જિલ્લા પોલીસ વડા પોતાના જ પોલીસ પરિવારના કર્મચારીઓ અને તેમના પરિવાર જનો માટે સંવેદનશીલ બન્યા હતા, અને એક નવતર અભિગમો અપનાવ્યો છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં ફરજ બજાવનારા પોલીસ કર્મચારી ભાઈ- બહેનો કે જેઓ પણ નવરાત્રી મહોત્સવનો આનંદ લઈ શકે, તે માટે સમગ્ર પરિવારની સાથેના એક દિવસના ગરબા નું પોલીસ હેડકવટર્સમાં આયોજન કરવામાં આવ્યું હતું.Whatsapp Image 2023 10 28 At 10.28.54 A1E9Ee0B

Advertisement

જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ ના સાન્નિધ્યમાં આ એક દિવસ ના ગરબા મહોત્સવ નુઆયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા, અને માતાજીની આરતી કર્યા પછી ગરબા મહોત્સવ યોજાયો હતો.જેમાં એસ.પી.શ્રી પ્રેમસુખ ડેલુ એ પણ રાસ લીધા હતા.તેઓની સાથે શહેર અને ગ્રામ્ય વિભાગના ડી.વાય.એસ.પી. પોલીસ હેડ ક્વાર્ટર ના ડી.વાય.એસ.પી. સહિતના અન્ય અધિકારીઓ, જામનગર ના એલસીબી એસઓજી તેમજ શહેરના ત્રણેય પોલીસ મથકના પીઆઇ અને પોલીસ પી.એસ.આઈ
વગેરે અધિકારીઓ તેમજ તમામ પોલીસ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે એક દિવસીય રાસ ગરબા મહોત્સવમાં જોડાયા હતા, અને ડાંડિયારાસનો મહોત્સવ મનાવ્યો હતો.

Whatsapp Image 2023 10 28 At 10.28.54 7Ce4029D
જામનગરની ઉત્સવ પ્રેમી જનતા કેજેઓ નવરાત્રીનો આનંદ માણી શકે અને તેઓની પૂરેપૂરી સુરક્ષા જળવાયેલી રહે તે હતું તે જામનગરના તમામ પોલીસ કર્મચારીઓ સતત નવ દિવસ સુધી ખડે પગે રહ્યા હતા, અને સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું. જેઓ પણ રાસ ગરબા મહોત્સવમાં જોડાઈને  એક દિવસે ગરબા લઈને પોતે પણ નવરાત્રી નો ઉત્સવ ઉજવી શકે તેવી દિશામાં જિલ્લા પોલીસ વડાપ્રધાન દ્વારા પગલું ભરવા આવ્યું હતું. જેથી પોલીસ પરિવારમાં પણ ભારે ખુશીની લહેર પ્રસરી ગઈ હતી ,અને તમામ પરિવારજનો આ ગરબા મહોત્સવ માં જોડાયા હતા.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.