Abtak Media Google News

દોઢ વર્ષ પહેલા પોલીસે દરોડો પાડી ભાડા મકાનમાં દેહ વ્યાપારના સોદા કરાવતી મહિલાને પાડી હતી

જામનગરના એક વિસ્તારમાંથી દોઢ વર્ષ પહેલા બે મહિલા સંચાલિત  કૂટણખાનુ પોલીસે પકડી પાડ્યું હતું. આરોપી મહિલાઓ સામે નોંધવામાં આવ્યા પછી અદાલતે બંનેને તક્સીરવાન ઠરાવી સાત વર્ષ  ની કેદની સજા અને રોકડ નો દંડ ફટકાર્યો છે.

જામનગરના યોગેશ્વરધામ વિસ્તારમાં બે મહિલા દ્વારા મકાન ભાડે રાખી તેમાં કૂટણખાનુ ચલાવાતું હોવાની બાતમી પરથી વર્ષ 2021ના ઓગસ્ટ મહિનામાં પોલીસે   મકાનમાં દરોડો પાડ્યો હતો.અને નબીરા ઉર્ફે નરગીસ તથા ગુલઝારબેન ઉર્ફે સમીરા ઉર્ફે પૂજા નામની બે મહિલા કૂટણખાનુ ચલાવતા મળી આવ્યા હતા. આ મહિલાઓ પૈસા કમાવવાની લાલચે મકાન ભાડે રાખી તેમાં બહારથી કેટલીક સ્ત્રીઓને બોલાવી પુરૃષ ગ્રાહકોને શરીરસુખ આપવાની વ્યવસ્થા ગોઠવી આપતી હતી. જે તે વખતે પોલીસે બંને મહિલા સામે ગુન્હો નોંધ્યો હતો. તે કેસનું અદાલતમાં ચાર્જશીટ કરાયું હતું.

ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા અદાલતમાં ભોગ બનનાર બે મહિલા સહિત તેર વ્યક્તિની જુબાની તેમજ અગિયાર દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી મહિલા નરગીસ અને ગુલઝારબેનને તક્સીરવાન ઠરાવી સાત વર્ષ  ની કેદની સજા અને રૂ.પ હજારનો દંડ ફટકાર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.