Abtak Media Google News

ઘર પાસે જ ત્રણેય શખ્સો તલવાર વડે યુવાન પર તૂટી પડ્યા

ગોંડલમાં આવેલા વિજયનગરમાં પત્નીની છેડતી કરનાર શખ્સને સમજાવવા ગયેલા પતિ ઉપર ત્રણ શખ્સોએ તલવાર વડે હુમલો કરી માર માર્યો હતો હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં આવેલા વિજયનગરમાં રહેતા ભરત વજુભાઈ વાઘેલા નામનો 35 વર્ષનો યુવાન બપોરના બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે ચોકમાં હતો ત્યારે જીતેશ, વિશાલ અને ભીખુ નામના શખ્સોએ ઝઘડો કરી તલવાર વડે હુમલો કર્યો હતો.

આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ભરત વાઘેલાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે ઘટનાની જાણ થતા ગોંડલ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

જ્યાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત યુવકની પત્ની બાળકોને સ્કૂલે મૂકવા જતી હતી. ત્યારે હુમલાખોર જીતેશ ઇશારા કરી છેડતી કરતો હતો.

જેથી પત્નીની છેડતી કરનાર શખ્સને સમજાવવા ગયેલા ભરત વાઘેલા ઉપર હુમલો કરી માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.