Abtak Media Google News

તહેવારોના દિવસોમાં જામનગર શહેર-જિલ્લામાં રોગચાળાનું પ્રમાણ વધતું જોવા મળ્યું હતું. જામનગરની જી.જી. હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસમાં ડેન્ગ્યૂના આઠ તેમજ મેલેરિયાના ૧ર કેસ નોંધાયા હતાં.

સપ્ટેમ્બર માસના પ્રારંભમાં હળવા વરસાદી ઝાપટા તેમજ ધાબળિયા વાતાવરણ વચ્ચે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનું પ્રમાણ વધવા પામ્યું હતું.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં જ છેલ્લા પાંચ દિવસમાં ડેન્ગ્યૂના આઠ દર્દી અને મેલેરિયાના ૧ર દર્દી નોંધાયા હતાં.

જો કે જામનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં ચાર ડેન્ગ્યૂના અને બે મેલેરિયાના તેમજ આ સમયગાળામાં જિલ્લામાં બે ડેન્ગ્યૂના અને બે મેલેરિયાના કેસનો સમાવેશ થાય છે. એટલે કે, જી.જી. હોસ્પિટલમાં નોંધાયેલા વધારાના દર્દીઓ અન્ય જિલ્લાના હોઈ શકે છે.

આ ઉપરાંત સામાન્ય તાવ, શરદી, ઉધરસની બીમારીમાં અનેક લોકો સપડાયા હોવાથી સરકારી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી હતી.

મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગ દ્વારા જંતુનાશક દવા છંટકાવ સહિતની આનસંગિક કામગીરી કરવામાં આવી રહી હોવાનું આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે. એટલે કે રોગચાળો વકરે નહીં તે માટે આવશ્યક પગલાં લેવામાં આવી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.