Abtak Media Google News
  • જૌહરનો પ્રશ્ર્ન આ કિસ્સામાં બિલકુલ ઉપસ્થિત થતો નથી: એક થઇ રૂપાલાને ચૂંટણીમાં હરાવો: જામસાહેબ

Jamnagar News : રાજકોટ લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર દ્વારા રાજપૂત સમાજ વિશે કરવામાં આવેલી ટિપ્પણી સામે જામનગરના પૂર્વ રાજવી એ પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. અને બહેનોને જોહર નહી કરવા, પરંતુ ચૂંટણીમાં તેમને હરાવવા જણાવ્યું છે.
જામનગર નાં પૂર્વ રાજવી જામ સાહેબ શત્રુશલયસિંહજી જાડેજા એક પત્ર મારફતે પોતના મંતવ્યમાં જણાવ્યા મુજબ આ બારામાં હજુ સુધી કઈ વધુ પડતું નથી બન્યું. તે મારા હિસાબે સારી વાત છે. કારણકે, કોઈ આપણું ખરાબ બોલી અપમાન કરે, તો તેના અનુસંધાને આપણે પોતાની જાતને ભયંકર સજા ન આપવાની હોય. પરંતુ, અયોગ્ય વાત બોલવાનો ગુન્હો કરે તેની સજા થવી જોઈએ.

જે બહેનોએ આ હિંમત દર્શાવી તેને મારા ધન્યવાદ છે. પરંતુ, જે કાર્યનો સંકલ્પ કર્યો હતો, તેની હું ટીકા કરું છું કારણ કે, ’ જૌહર નો પ્રશ્ન આ કિસ્સામાં બિલ્કુલ ઉપસ્થિત થતો જ નથી. હાલમાં, ભારતમાં લોકશાહી લાગુ છે. એક જમાના માં રાજપૂતો રાજ કરતા હતા, તેનું કારણ માત્ર હિંમત નહોતી પણ સાથે – સાથે એકતાનું પણ કારણ હતું. તે જમાનામાં રાજપૂતો એકબીજા માટે મરી જવા તૈયાર હતા. જ્યારે આજનાં જમાનામાં ઘણીવાર જોવામાં આવે છે કે, રાજપૂતો નહીં જેવી બાબતો માં એક બીજા ને મારવા તૈયાર થઈ બેસે છે.

તો એ સમય આવી ગયો છે કે, આજનાં લોકશાહીનાં સમયમાં ગેરવ્યાજબી રીતે નહીં પણ લોકશાહીની રીતે એકતા બતાવી વિરોધ કરવામાં આવે. રાજપૂતોએ માત્ર હિંમત જ નહીં પણ એકતા રાખી બતાવી દેવાનું છે કે, રજપૂતો હજી ભારતમાં જ છે. તેથી સહુ રજપૂતો ભેગા મળી જે કોઈ આવું કૃત્ય કરે કે જે આપણને ન પોસાય. ત્યારે તેને ભેગા મળી ચૂટણી માં હરાવો. આને જ કહેવાય, લોકશક્તિએ ભેગા મળીને આપેલી લોકશાહીને અનુરૂપ સજા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.